________________
કરવાની શક્તિ ઘરાવે છે. તેને કર્મ કહે છે. આ કર્મ-પરમાણુરૂપ પગલોનું નિમિત્ત પામીને જ જીવ, રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવરૂપ વિકારી થાય છે ત્યારે કર્મપરમાણુઓ આત્મા તરફ આકર્ષિત થાય છે, જેને આસ્રવ તત્ત્વ કહે છે. કમૌનું આત્મા સાથે દૂધ અને પાણીની જેમ મળી જવું તે બંધતત્ત્વ કહેવાય છે. આત્મજ્ઞાન, સંયમ આદિ દ્વારા આત્મા તરફ આવતા કમનું રોકાઈ જવું તે સંવરતવુ કહેવાય છે.. જ્ઞાન, ધ્યાન, તપ દ્વારા આત્માથી કમોનું અલગ થવું તે નિર્જરાતત્ત્વ કહેવાય છે. જ્ઞાન, ધ્યાન, તપની ઉત્કૃષ્ટતા દ્વારા સમસ્ત કર્મોનું આત્માથી અલગ થઈ જવું તે મોક્ષ કહેવાય છે. - ઉપરોક્ત જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ- આ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાને સમ્યગુદર્શન કહે છે. આ સાત તત્ત્વોને, જેવા છે તેવા જ મતાગ્રહ અને સંશયરહિત જાણવાં તે સમ્યકજ્ઞાન કહેવાય છે. આસ્રવ અને બંઘભાવોથી નિવૃત્ત થવું તથા જ્ઞાન-ધ્યાન-તપ આદિરૂપ સંવર-નિર્જરા ભાવોમાં પ્રવર્તન કરવું તે સમ્યફચારિત્ર કહેવાય છે. આ ત્રણેયનો સમ્પર્ક સમન્વય સંપૂર્ણ મોક્ષમાર્ગ છે.
જ બા.બ્ર. સુરેશજી - માતા-પિતાનો વિનય
(૧) માતા-પિતાને નમસ્કાર કરવા.
(૨) તેઓની આજ્ઞા માનવી. (૩) તેમની સામે ન બોલવું. (૪) તેમને દુ:ખ ઊપજે તેવું કંઈ કરવું નહીં. (૫) તેમને | અપશબ્દો ન બોલવાં. (૬) સ્વાર્થ માટે અપમાન-તિરસ્કાર ન કરવાં. (૭) તેઓની સેવા કરવી. (૮) તેઓને ઘર્મમાર્ગમાં જોડવાં. (૯) તેઓનો આદર-બહુમાન-વિનય કરવો. (૧૦) તેઓને ઉત્તમ વસ્ત્ર-ભોજન-અલંકારાદિ આપીને યથાશક્તિ ભક્તિ કરવી.
ચાહું લેતા મા-બાપની, વાહવાહુ થશે આપની, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામશો તેથી ઘણી.
(૨૦)
તા
100g દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬