________________
તાર મળવા છતાં આપનું રુંવાડું સરખુંય ન ફરક્યું અને સૌને ભક્તિરસનો જરા પણ ભંગ ન થવા દીધો!” મંડળના સૌ તેમની સમતાને મનોમન વંદન કરી રહ્યા.
શ્રી પુનિત મહારાજની આવી નવધા ભક્તિરૂપ સમતાને શત શત વંદન. સંત કવિશ્રી બનારસીદાસજીએ કહ્યું છે, “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લધુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાન.”
૪ પૂ. બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી
( વીણેલાં મોતી ) મારી ભૂલને હું સાફ કરતો જાઉં. સામાની ભૂલને
હું માફ કરતો જાઉં. જીવન સાર્થક છે. સંઘષ સંબંધને ખતમ કરી નાખે છે કે કેમ એ નક્કી નથી; પરંતુ
ગેરસમજો સંબંધને બગાડી નાખે છે એ તો નક્કી જ છે. શું પચાસ-પચાસ વરસ પૈસા પાછળ પાગલ બનીને કાઢ્યા. પાંચ દિવસ તો પ્રભુ પાછળ પાગલ બનીને પસાર કરીએ! બ્રેક વિનાની ગાડીમાં બેસાય નહીં, બ્રેક વિનાના મન સાથે જિવાય ખરું? ક જો આપણે અહંકાર નહીં છોડી શકીએ તો અહંકાર આપણી
પાસે રહેલું ઘણું બધું સારું છોડાવી દેશે. # ‘આપણી પાસે શું નથી?” એ તો બહુ વિચાર્યું. ‘બીજા પાસે જે
નથી એવું મારી પાસે શું શું છે?” એ વિચારવાનું શરૂ કરી દઈએ. ફરિયાદવૃત્તિ ખતમ થઈ જશે. & મોટી ઇમારતનું પ્રવેશદ્વાર નાનું હોય છે, એ રીતે મહાન જીવનની શરૂઆત કોક નાનકડા સદ્ગુણથી જ થતી હોય છે.
પૂ. આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬
૧૫