________________
3 સમતાની અગ્નિપરીક્ષા ?
ખેડા જિલ્લાના એક નાનકડા શહેરમાં પુનિત |ી મહારાજના ભજનનો કાર્યક્રમ હતો.
ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવ્યા હતા અને સૌ ઘરાઈ ઘરાઈને સત્સંગસુથાનું પાન કરી રહ્યા હતા. વક્તા અને શ્રોતા વચ્ચે ઐક્ય રચાઈ ગયું હતું. ભક્તિરસની છોળો ઊછળી રહી હતી.
બરાબર એ જ વેળાએ ખાખી કપડાના ગણવેશવાળો એક માણસ તાર લઈને મંડપમાં દાખલ થયો. લોકો તેને અટકાવવા લાગ્યા અને બેસી જવા જણાવ્યું. તારવાળો બોલ્યો, “ભાઈ, હું ભજન સાંભળવા નથી આવ્યો, ફરજ બજાવવા આવ્યો છું. પુનિત મહારાજનો અરજન્ટ ટેલિગ્રામ છે.” તારની વાત સાંભળી શ્રોતાઓ ગંભીરતા સમજી ગયા. તારવાળાએ મહારાજ પાસે જઈ, તારનું પરબીડિયું તેમના હાથમાં મૂકી દીધું.
સૌનું ધ્યાન મહારાજ પર કેન્દ્રિત થયું. મહારાજે પરબીડિયું ખોલીને તાર પર નજર ફેરવી લીધી. લોકો થોડા આકુળ બન્યા હતા, પણ મહારાજના મુખ ઉપર એ જ ભક્તિના ભાવ રમી રહ્યા હતા. તેઓએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. સૌ કથાપ્રવાહમાં ખેંચાઈ ગયા. ભજન પણ સમયસર પૂરા થયાં. શ્રોતાઓને ક્યાંય ઉતાવળના અથવા આકુળતાના દર્શન થયાં નહીં. ઉતારે પહોંચતા જ મહારાજ બોલી ઊઠ્યા, - “અમદાવાદ જવાની પહેલી ગાડી ક્યારે મળશે?” એક ભાઈએ કહ્યું, “બાપજી, અઢી કલાક પછી મળશે.” મહારાજશ્રીએ તાર પેલા ભાઈના હાથમાં મૂકી દીધો. પેલા ભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર પછી તે બોલ્યા, “બાપજી, આપ ખરેખર સ્થિતપ્રજ્ઞ છો. આપના પત્ની સરસ્વતીબેનની ગંભીર બીમારીનો (૧૪) :1111 11: દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬