________________
ઊગાડી દીધો, પરંતુ એક વ્યક્તિ ઈમાનદાર નીકળી. રાજ્ય ચલાવવા માટે મારે આવા સાચદિલ પ્રામાણિક માનવીની જ જરૂર હતી. એ રાજ્ય કયારેય પ્રગતિ કરી શકે નહીં કે જેના દરબારીઓ માત્ર રાજાની ખુશામત કરવામાં માનતા હોય અને એને ખુશ રાખવા માટે સાચા-ખોટા માર્ગો અપનાવતા હોય. મારે તો પ્રજાની ખુશાલીનો વિચાર કરી શકે તેવા પ્રામાણિક દરબારીની જરૂર હતી, જે મને આજે મળી ગયો.”
કે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
અમૃતબિંદુ
ટૂંક સત્સંગમાં બેસવાથી સૌને લાભ જ લાભ થાય છે. સત્સંગમાં જો
કોઈ ભાષાને નથી સમજતો તો પણ તે એટલો સમય કમ સે કમ
પાપકર્મોથી તો બચે છે. * ગૃહસ્થ તનાવમાં જીવે છે અને સંત સ્વભાવમાં જીવે છે. જે
સંસારમાં આસક્ત છે તેનું જીવન અસ્તવ્યસ્ત છે અને જે ભગવાનનો ભક્ત છે તે હર હાલતમાં મસ્ત છે. સંત ન બની
શકો તો સંતોષી જરૂર બનજો. * તમે ટીવી જુઓ છો ત્યારે રિમોટ પોતાની પાસે રાખો છો. જિંદગીનું રિમોટ પણ તમારી પાસે રાખો. આપણું રિમોટ બીજાના હાથમાં છે. તે ચાહે ત્યારે નચાવે, હસાવે, રડાવે છે. તમારા સુખદુઃખનું રિમોટ પ્રભુના હાથમાં આપી દો અથવા તમારી પાસે રાખશો તો જ સુખી રહેશો. ટુ જો ચિંતા કરવી જ હોય તો એ વાતની ચિંતા કરો કે મૃત્યુ પછી
મારું શું થશે? * ઘનથી સગવડો મળી શકે છે, સુખ નહીં. સુવિધાઓ તનને સુખ આપી શકે છે, મનને નહીં. સુખ સાધનોથી નહીં, સાધનાથી મળે છે.
પૂજ્ય મુનિશ્રી તરુણસાગરજી દિવ્યધ્વનિ (ઑક્ટોબર-૨૦૧૬
(૧૩)