Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ ( અસરકારક ઉપદેશક ગાંઘીજી) પોતાનું વર્તન જો વાણી કરતાં વિરુદ્ધ થાય તો લોકોમાં તેની અસર પડતી નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સાદગી, અકિંચનતા, અહિંસા વગેરે કેટલાક ગુણો આત્મસાતુ કર્યા હતા માટે જ તેમના ઉપદેશની લોકોને અસર થતી હતી. એક સભામાં મહાત્મા ગાંધીજી અપરિગ્રહ, સાદગી વગેરે ગુણો જીવનમાં અપનાવવા માટે પ્રેરણા કરતા હતા. એક વકીલ પણ તે સભામાં બેઠા હતા. તેમની માસિક આવક ઘણી સારી હતી. વકીલે ગાંધીજીને પ્રશ્ન કર્યો, “એક માણસને સાદગીથી જીવન જીવવા માટે માસિક કેટલી રકમની જરૂર પડે?” ગાંધીજીએ કહ્યું, “માણસને સાદગીથી સારી રીતે પોતાનો જીવનગુજારો કરવા માટે આડત્રીસ રૂપિયા બસ છે.” વકીલે ત્યાં જ ગાંધીજી પાસે પ્રતિજ્ઞા કરી “મારે દર મહિને આડત્રીસ રૂપિયાથી જ જીવન ચલાવવું.” વધારાની જે આવક થાય તે રકમ ગરીબ, અનાથ, દીન-દુ:ખીઓ માટે વાપરી નાંખવી.” હજારોની આવક હોવા છતાં માત્ર થોડાક રૂપિયા જ પોતે વાપરવા અને બાકીની રકમ માનવતાના કાર્યોમાં ખરચવાની કેવી ઉમદા ભાવના! આજના ઘનવાનો માત્ર થોડા રૂપિયા પણ માનવતાના કાર્યોમાં વાપરે તો ભારતની ભૂખે મરતી પ્રજાને ભોજન મળી રહે. ગરીબ, અનાથ, દુઃખીજનો સુખશાંતિથી જીવી શકે, તેવી લેશમાત્ર ભાવના પણ જો ધનવાનોને થતી ન હોય તો ગરીબોની પેટની આગ અને ઘનવાનોની પૈસાની લ્હાય એ બે ભેગી થઈને ઘનવાનોને ભરખ્યા વિના નહીં રહે. જ પૂજ્ય પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. (મહાન માનવીની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે.) દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ : htt =૧૧)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43