Book Title: Divya Dhvani 2016 10 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 3
________________ પ્રકાશકીય નિવેદનY. સાત્વિક, જીવનવિકાસલક્ષી અને ઉચ્ચ કોટિનું સાહિત્ય સમાજની સેવામાં રજૂ કરવાની સંસ્થાની નીતિ રહી છે. જોકે આ યુગમાં લોકોને આવા સાહિત્ય પ્રત્યે રૂચિ ઓછી છે એ હકીકત છે તોપણ આવા સાહિત્યના માધ્યમથી મનુષ્ય માનવપણું સમજે, તેને ઉમદા જીવન જીવવાની પ્રેરણા મળે તેમજ તે સદ્ગુણોનો વિકાસ કરી સાચો વિવેક પોતાના જીવનમાં જાગૃત કરે એ માટે આવા સાહિત્યને પ્રગટ કરવું અને તેમાં થોડા ઘણા લોકોને પણ રસ લેતા કરવાનો અમારો સંકલ્પ છે. આમ કરીશું ત્યારે જ રાષ્ટ્રના વિકાસ માટે આપણને ઉત્તમ નાગરિક, નિયમિત વિદ્યાર્થી, સેવાભાવી દાક્તર, સંસ્કારી શિક્ષક, નિષ્ઠાવાન સમાજસેવક, ન્યાયપ્રિય ઉદ્યોગપતિ કે સાચા સંતની પ્રાપ્તિ થશે અને વ્યક્તિગત, કૌટુંબિક, ગ્રામીણ, શહેરી, પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરે આપણે સુખ-શાંતિનો અનુભવ કરીશું. ઓછા મૂલ્યની આવી નાની-નાની પુસ્તિકાઓ દૂર-સુદૂર ગામોમાં પહોંચે અને સંસ્કારસિંચનનું કામ કરે એ આ જમાનાની તાતી જરૂરિયાત છે; કારણ કે છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં આપણા સમાજમાં આવેલા અનિચ્છનીય પરિવર્તનોથી આપણી સંસ્કૃતિ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. I દિવાળીના મંગળમય દિવસો દરમિયાન સુવિચારોના સંપુટરૂપ, સાત્ત્વિક સાહિત્ય સમાજની સેવામાં સમર્પિત કરવાની પરંપરામાં નવા. વર્ષની આ નવલી છત્રીસમી લઘુ પુસ્તિકા રજૂ કરતાં અમો પ્રસન્નતા. અનુભવીએ છીએ. - આશા છે કે દિવાળી પુસ્તિકાના પ્રકાશનની સંસ્થાની પરંપરાનો આ મણકો, ગુજરાતી ભાષા બોલતી-જાણતી દેશની અને વિદેશની જનતા અપનાવશે અને તેનો સદુપયોગ કરી સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે. આ પુસ્તિકાનું સુંદર સંકલન કરવા, જેમના સત્સાહિત્યમાંથી પ્રેરણા લીધી છે તે સર્વ મહાનુભાવોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈબહેનોનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાઘના કેન્દ્ર, કોબા. (૪) તા.1 0: દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 43