Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 15
________________ 14] કરવાથી મને હેતુ બને, તથા પ્રત્યેક ધર્મનાં અંગે પિત પિતાના સ્થાને કેટલાં મહત્વવાળાં છે, વગેરે સઘળું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રન્થમાં મળે છે. એકાન્તરુચિ જીવને આમાં વર્ણવેલી વિસ્તૃત વિગતે કદાચ રૂચિકર ન બને, તે બનવા જોગ છે, છતાં અનેકાન્તરુચિ ઇવેને તે અહીં કહેલ એક એક વિષય અત્યંત ઉપયોગી, પુનઃ પુનઃ વાંચવા ગ્ય, વિચારવા એગ્ય અને જીવનમાં આચરવા ગ્ય છે, એવી ખાત્રી થાય છે. ગ્રન્થકારે ગ્રન્થમાં નવું કાંઈ જ કહ્યું નથી, પૂર્વ મહર્ષિઓની વાતે વિવિધ ગ્રન્થામાંથી લઈને તેની સંકલના એવી સુંદર કરી છે કે આ એક જ ગ્રન્થને વાંચવા ભણવાથી ચારે અનુગાને સાર સમજાઈ જાય. ધર્મનાં ચારે અંગ દાન-શીલ-તપ અને ભાવ, અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ સંબંધી આવશ્યક સઘળી માહિતિ મળી રહે છે. વધારે મહત્વ તે એ છે કે આગમશેલી અને ગિરૌલીનું એલાન કેવી રીતે થાય છે? તેને સમજવા આ ગ્રન્થ એક ભેમિયાની ગરજ સારે છે. યંગસંબંધી પૂજયપાદ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિના ગ્રન્થ અને આગમ સંબંધી પૂર્વાચાર્યાદિ મહર્ષિઓના ગ્રન્થનું દોહન કરીને ગ્રન્થકાર મહર્ષિએ આપણને ઊભયની ઉપયોગિતા અને એક્તાનું સચોટ જ્ઞાન કરાવ્યું છે. એમ આ ગ્રન્થ અતિ ઉપયોગી અનેક શાના દેહનરૂપ અને પૂર્ણ પ્રમાણિક તરીકે સંઘમાન્ય હોવાથી તેના ભાષાન્તરની પણ માગણી ચાલુ જ રહી છે, એ કારણે તથા ગ્રન્થને સંક્ષેપમાં છપાવવાથી “સૌ કોઈ સરળતાથી અધ્યયન કરી શકે તે હેતુથી આ આવૃત્તિમાં ગ્રન્થના એક પણ વિષયને છોડ્યા વિના લખાણમાં સંક્ષેપ કર્યો છે. સાક્ષીપાઠોના ગ્રન્થનું નામ અને ગાથાને નંબર આપી અતિદેશ કર્યો છે. ભાંગાઓનાં કષ્ટો ન આપતાં શ્રાવક વ્રતના ભાંગાના ગણિતની સમજ આપી છે અને ટીપણીઓને ઘટાડે કર્યો છે. એ રીતે મૂળમેટા ભાષાન્તરના સારભૂત સર્વ વિષયે આમાં લીધા છે તેથી તેનું નામ “ધમસંગ્રહ ભાષાનર સારેવાર ભા. ૧ લો રાખ્યું છે. આશા છે કે પૂર્વ આવૃત્તિઓની જેમ આ આવૃત્તિ પણ એટલી જ ઉપયોગી બનશે. સમગ્ર રાજ્યનાં પ્રણે શેધવા વગેરેમાં મુનિરાજ શ્રી વસેનવિજયજીએ પૂર્ણ ઉત્સાહથી સહકાર આપ્યું છે તે અનુમોદનીય છે. ગ્રન્થમાં આપેલા શુદ્ધિ પત્રકને પ્રથમ ઉપયોગ કરવા ખાસ ભલામણ છે. જો કે ગ્રંથ છપાવવામાં પ્રેસની મુશ્કેલીઓ રહે જ છે, તે પ્રમાણે છાપવાનું કામ wટણ શ્રી સત્યસાઈ પ્રિન્ટરી, બમચાવાડ-ભદ્રમાં સેપ્યું. તેના માલિક સજજન છે તેમની પૂર્ણ કાળજી છતાં પ્રેસ અંગેની કેટલીક શૂટિએ રહી ગઈ છે, શાહી પણ કેટલાક ફાર્મમાં ખૂબ ઝાંખી ઉઠી છે તેનું તેમને પણ દુઃખ થયું છે. તેમના સૌજન્યથી તે બધું અમે પણ ચલાવી લીધું છે. પ્રિન્ટિગ, કાગળ, વગેરેની મોંઘવારીને અનુભવ તે સૌ કોઈને છે જ એટલે એ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 330