________________
૧૫૩
છ આંબીલ ને સાતમું ઉપવાસ, એ છઠ્ઠી ઓળી કહીએ, એમ આંબીલ ઉપર ઉપવાસ, વધતે પરિણામે લહીએ, હે ભવિ. પ. એમ વધતાં સે ઓળી કીજે, તે એ તપ પૂરણ થાય, સે ઉપવાસને આંબીલ સંખ્યા, પ્રાંચ સહસ્ત્ર પચ્ચાસ કહાય, હે ભવિ. ૬ ચૌદ વરસને ત્રણ માસ, વીશ દીવસે એ તપ પુરે, વચ્ચે એકે પારણુ ન કરે તે, એ તપ ન રહે અધુરે, હો ભવિય ૭ શ્રી જિન પુજા સદગુરૂ ભક્તિ, અહિંસક ધર્મને પાળે, શ્રી વર્ધમાન તપને તપતાં, નિતે શિવ સુખ ભાળે, હે ભવિ. ૮ ખાંડાની ધારે ચડતે પરિણામે, એ તપ કરે જે ઉમેગે, તિર્થંકર પદવીને પામે, એ તપ તણે પ્રસંગે, હે ભવિ. ૯ શ્રી સર્વજ્ઞ પ્રભુએ એમ પ્રકાશ્ય, સિદ્ધાંત થકી તે જાણો, ચંદ કેવળી કેવલ પાયે, વળી ભીમસેન મહા રાણો, હે ભવિ૦ ૧૦ એમ સંખ્યાતિત મેક્ષે પહેતા, ભવિષ્ય કાલે પણ જાસે, એમ જાણી એ તપ કરે પ્રાણી, જગત ગુરૂ એમ પ્રકાશે, હે ભવિજન વર્ધમાન તપ કરીએ, ૧૧ ઇતિ.
ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન દેવવંદનમાં તથા પ્રતિક્રમણમાં જ વર્ધમાન તપના બેલવા પણ દેરાસરમાં પ્રભુ આગળ ન ખોલવા આટલું ધ્યાનમાં રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org