________________
૧૭૫
ઘણાં પાનની થેકડીમાં કઈ મહા પરાક્રમી પુરૂષ જોરથી સેય ઘેચે તે સોયને એક પાનને વીંધી બીજા પાન લગી પહોંચતાં અસંખ્યાતા સમય જેટલે કાળ વીતી જાય. (૨) સમય કરતાં આકાશ ક્ષેત્રને પ્રદેશ અસંખ્યાતમે ભાગ સુક્ષ્મ છે. કારણ કે એક આંગુલ જેટલા ભાગમાં અસંખ્યાતા આકાશ પ્રદેશે અને તેની અસંખ્યાતી શ્રેણિઓ છે. એ શ્રેણિઓમાંથી એક શ્રેણિ એક આંગુલ જેટલી લાંબી અને એક આકાશ જેટલી માત્ર પહોળી લેવી. એક એક શ્રેણીમાંથી એક એક સમયે એક એક આકાશ પ્રદેશ કાઢીયે તે અસંખ્યાતા કાલચક્રના સમય વીતી જાય તે પણ એ એક શ્રેણિના આકાશ પ્રદેશ ખૂટે નહિ. (૩) આકાશ પ્રદેશથી પુદગળ પરમાણું દ્રવ્ય અને તમે ભાગે સુક્ષ્મ છે. તે એમ કે એક આકાશ દેશ ઉપર અનંત પરમાણું દ્રવ્ય છે. તે પરમાણું - માંથી એક એક પરમાણુને એક એક સમયે કાઢીયે તે અનંતા કાળચક્રના સમયે વીતી જાય છતાં એક આકાશ પ્રદેશમાંનાં પરમાણુ દ્રવ્ય ખૂટે નહિ; એટલા પરમાણુઓ એક આકાશ પ્રદેશ પર છે. એ પ્રમાણે સર્વે આકાશ પ્રદેશ પર છે એમ જાણવું. (૪) દ્રવ્યથી ભાવ અનંતમે ભાગે સુક્ષ્મ છે, કારણ કે એક આકાશ પ્રદેશ પર અનંતા પરમાણુઓ છે અને તે અનંતા પરમાણુઓના અનંતા પર્યાય છે. જેમકે એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ છે, વળી વર્ણ વર્ણમાં ફેર છે. કેઈ એક ગુણ કાળો, કેઈ બે ગુણ કાળ એમ લેતાંકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org