________________
૭૩૮ ]
દર્શન અને ચિંતન ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુષ્કળ કરે. તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણું વિગતે મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ, માથું ઊંચું ન કરી શકાય એવા, કાર્યભાર નીચે દબાયે.
દરમિયાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકને તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ જણાવા લાગે. જોકે મદભેદ નહિ ધરાવનાર અવિરોધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તે પણ મતભેદ ધરાવનાર ટીકાકારેની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે, એવો દાવો તે હું ત્યારે જ કરી શકું કે જો મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હેય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારે હતા તેમાં આજે ડું પરિવર્તન પણ થયું છે અને તે જ બાબતો જે અત્યારે મારે લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે; તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિશેને ભારે વિચાર હજી બદલાયે નથી, એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ.
પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાના સમર્થન સામે તે કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે ગૃહસ્થને લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લેકે માટે તે મતભેદ કે વિરોધના વિષય માત્ર બે છે? (૧) આવશ્યકસૂત્રના કર્તા વિશેનો મારે મત, અને (૨) જૈન આવશ્યક ક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ.
બીજા મુદ્દાના બચાવ ખાતર ભારે ટીકાકારેને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને લગભગ સાર્વત્રિક થતું જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણું વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તે તે કાર્ય કોઈ બીજે કરે, પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પિતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણને અવકાશ ક્યાં છે છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણ્યે-અજાણ્યે પણ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org