________________
આવશ્યકસૂત્રના કર્તા કાણુ ?
[ ૧૫ ]
*
છ વર્ષ પહેલાં આત્માનંદ જૈન પુસ્તક મંડલ, આગ્રા તરફથી · હિન્દી પંચપ્રતિક્રમણ ’પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રા કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાપુ ડાલચંદજી સિંઘી તરફથી ભેટરૂપે વહેંચવામાં આવેલી. તે નકલા જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારા માગણીએ આવી, અને કેાઈ ઉદાર ગૃહસ્થે તે પાતાના ખર્ચે કરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક માટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઇચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણા પણ થયાં : (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણ રૂપે, અને (ર) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકોની અધિક માગણી અને થયેલાં અનુકરણે એ સામાન્ય રીતે કાઈ પણ સંસ્કરણની લાકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરંતુ એ અન્ને ખાખતા હેાવા છતાં હું એ ષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયા નથી. સફળતાની મારી કસોટી તે મારા આત્મસષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણ પણ થયાં, છતાં એ આવૃત્તિથી મને પૂર્ણ સતાષ થયા જ છે એમ નથી; તેથી મારી કસોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે. તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડાણા આશ્વાસ મળે છે તે એટલા સારુ કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શકય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મે કેટલીક નવીનતાએ દાખલ કરી છે. તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મનાતા વિષય તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્રભાષામાં કે લાક ભાષામાં નવીન દષ્ટિએ કશુંયે લખાયું નહોતું તેના શ્રીગણેરા થયા, અને પ્રસ્તાવના દ્વારા એ દશામાં વિચાર કરવાની પહેલ કરી.
પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વા સમજાવવાં અને ઐતિહાસિક દૃષ્ટિએ આવશ્યકસૂત્રેાના સમયના તેમ જ કર્તાના વિચાર કરવા, તેમ જ વળી હમણાં હમણાં વિદ્ન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચાર। અને તેનાં પ્રતિપાદક સૂત્રનુ જૈનેતર સંપ્રદાયાના નિત્યકર્મ સાથે તાલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org