Book Title: Chitrasen Padmavati Charitra Author(s): Rajvallabh Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir View full book textPage 5
________________ કથાઓ નીવડી છે. દરેક કથામાં દાન, શીલ, તપ અને ભાવ તેમાંથી કેઈ કઈ ગુણનું લક્ષય રાખેલ હોય છે, અને પ્રાંતે કર્તા તે ગુણની મહત્વતા સાબીત કરી દેખાડે છે. સંસારમાંથી તારનાર આ ચારે ગુણે દાન, શીલ, તપ અને ભાવ દરેક મનુષ્ય સમજવા લાયક અને આચારમાં ઉતારવાલાયક છે. આ કથા ખાસ કરીને શિયળ ગુણને અનુલક્ષીને લખવામાં આવી છે, અને કર્તાએ તે વિષય ઉપર બહુ લંબાણથી વિવેચન નહિ કરતાં વાંચનારના લક્ષ્યમાં શિયળ માહા" તરત જ સમજમા આવી જાય તેવી રીતે તે ગુણનું વર્ણન, તે ગુણની પરીક્ષા અને તે ગુણથી થતી ફળ પ્રાપ્તિ આ પુસ્તકમાં વર્ણવેલ છે. ગ્રંથકર્તાએ આખા ગ્રંથમાં ચિત્રસેન, પદ્માવતી અને રત્નસાર મંત્રીપુત્રની કથા વર્ણન વવા પ્રયત્ન કર્યો છે. મુખ્ય ઉદેશ, શિયળ માહાતમ્ય વર્ણન વવાને રાખેલ છે, પણ સાથે મિત્રનેહ, ધર્મ પ્રીતિ, શૌર્ય, ધીરજ, આપત્તિમાં કટી, પત્ની પ્રેમ, મિત્રપ્રેમ, પૂર્વભવનાં સંસ્કાર વિગેરે ગુણે બહુ સુંદર રીતે ચર્ચેલા છે, અને પ્રાંતે ધર્મ કરનાર, સંસાર ઉપર વૈરાગ્ય લાવનાર, સંસાર અસાર છે તે સત્ય રીતે સમજનારજ સુખી થાય છે, આત્મહિત સાધી શકે છે, અને સર્વ સ્થળે સુખ પ્રાપ્તિ કરે છે તે સચોટ રીતે આ નાના ગ્રંથમાં દેખાડેલ છે. ચિત્રસેન રાજકુમાર અને રત્નસાર મંત્રીપુત્ર છે, તે બંનેની મિત્રતા, મિત્રતાના પ્રસંગમાં અરસપરસનાં કાર્યો કરવાની તત્પરતા, અને ખાસ કરીને આપત્તિના પ્રસંગમાં બંનેએ ખાડેલી કાર્યદક્ષતા ખાસ અનુકરણ કરવા લાયક છે. રત્નPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 164