Book Title: Chitrasen Padmavati Charitra Author(s): Rajvallabh Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir View full book textPage 4
________________ પ્રસ્તાવના. उपकारपरा धन्या, धन्या दानपरा नराः। परोपकारकरा धन्या, धन्याः शीलधरास्तथा ॥ “ઉપકાર પરાયણ પુરૂષોને, દાનમાં સર્વદા તત્પર રહેનારને, પારકાનાં કાર્યો કરી આપનારને, તેમજ ઉત્તમ શિયળ ધારણ કરનારાઓને હંમેશા ધન્ય છે–તેમનું જીવન જ સફળ છે.” - ધર્મશાસ્ત્રોનાં સિદ્ધાંતો બાળજીને હૃદયમાં ઉતારવા માટે પૂર્વ પુરૂષોએ ચારે અનુગમાં કથાનુગને પ્રથમ સ્થાન આપેલ છે. બીજા ત્રણે વેગ (૧) દ્રવ્યાનગ, (૨) ચરણકરણનુયોગ તથા (૩) ગણિતાનુયોગ કરતાં (૪) કથાનુગ સામાન્ય બુદ્ધિવાળાને પણ તરતજ અસર કરનાર નીવડે છે. નિતિનાં જે કંઈ નિયમે વાંચકનાં હૃદયમાં ઠસાવવા હોય તે ફક્ત ઉપદેશ આપવા કરતાં તે તે નિયમો આચરવાથી અને તેની આચરણ વખતે કસોટીમાંથી પસાર થનારાઓ આ ભવ અને પરભવમાં કેવી રીતે સુખસમૃદ્ધિ અને શાશ્વત સુખ પામે છે તે દષ્ટાંત દ્વારા બતાવવાથી તરત જ વાંચકના મન ઉપર અસર કરે છે, તદનુસાર વર્તવા તેની ઈચ્છા થાય છે, અને તે ઉત્તમ ગુણેને આચરીને ઉત્તમ સુખ અને મનની અપૂર્વ શાંતિ તે મેળવી શકે છે. આવા ઉચ્ચ ઈરાદાથી અનેક આચાર્યોએ અમુક ઉદ્દેશ ધ્યાનમાં રાખીને કથાઓ લખી છે, અને વાંચનારને સારી રીતે અસર કરનાર અને તે ગુણેનું આચરણ કરાવનાર તેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164