Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 9
________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ સરોજિનીદેવી એક આદર્શ ગૃહિણી હતાં. તેમની પવિત્રતા અને ભક્તિની ઊંડી છાપ નાના શ્રીધર પર પડી. મીરાંબાઈ, રૈદાસ, કબીર, નરસિંહ મહેતાનાં ભજનો ગાઈ મા શ્રીધરને સુવાડતાં. મહાભારત, ભાગવત, રામાયણની કથાઓ કહી માતા સરોજિની શ્રીધરમાં સંસ્કાર સિંચન કરતાં. મીરાંનરસૈયાની ભક્તિને મા જે રીતે વર્ણવતાં તે યાદ કરીને હજુયે સ્વામીજી ભાવવિભોર થઈ જાય છે. શ્રીધરના બાળજીવનઘડતરમાં બે વ્યક્તિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એક હતા શ્રી અનન્ત્યા અને બીજા કાકા કૃષ્ણરાવ. બાલુ નામે નોકર તો બાળ શ્રીધરને યોગી સમજી તેનું ચરણામૃત લેતો. એક વખત બધાં મોટેરાંઓ બહાર ગયેલાં ત્યારે શ્રીધરે બધાં તેના જેવડાં નાનાં બાળકોને એકઠાં કરી સમજાવ્યું કે તેઓ સૌ એક યા બીજી રીતે, એક યા બીજે વખતે, મોટેરાંને દુઃ ખ પહોચાડે તેવી ભૂલ કરતાં રહ્યાં છે. અને તેથી સૌ પાછાં આવ્યાં ત્યારે બાળકોએ શ્રીધરે શીખવ્યા મુજબ નાહીને, ભીને કપડે પગમાં પડી મોટેરાંની માફી માગેલી. આ નાટક માટે વડીલોએ નારાજગી બતાવેલી પણ શ્રીધરના વિચારો અને વર્તન વિશે આ પ્રસંગ ઘણુંબધું કહી જાય છે. શ્રીધર જીવનમાં પ્રેમરસથી ભર્યો, મશ્કરી-મજાક કરતો, નિર્દોષ તોફાની બાળ હતો. તેને ચાળા પાડવાનો શોખ હતો અને સારો નાટ્યકાર હતો. હરિકથા અને ધાર્મિક આખ્યાનો તથા વ્યાખ્યાનો સાંભળવામાં તેને રસ પડતો. બે કથાઓની તેના પર ઊંડી છાપ પડેલી. એકમાં સાપ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70