Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૧૭ શિષ્યપદનાં વીસ વર્ષો ૮ સપ્ટેમ્બરના પોતાના જન્મદિવસની નજીક થઈ જવાથી તેનું મહત્ત્વ ગૌણ ન થાય. ૩૯મો જન્મદિન ખાસ આનંદમંગળથી ઊજવેલો અને તેને “અધ્યાત્મ જ્ઞાનજ્યોતિ'નો સિરપાવ આપેલો. તે વખતે સ્વામી ચિદાનંદજીએ કહેલુંઃ ““આ એક ગુરુકૃપા છે. હું તો પૂતળું માત્ર છું. તેમાં કશી સુંદરતા દેખતા હો તો તેના મૂર્તિકારને યશ જાય છે.'' તેમની ઈચ્છા હવે એકાંતવાસ કરી, ધ્યાનમાં સમય ગાળવાની હતી. ગુરુદેવે તેમને બદરીનારાયણ જવા કહ્યું. ઓકટોબર ૧૯૫૬માં દસ દિવસ નર-નારાયણ જ્યાં નિરંતર તપ કરી રહેલ છે ત્યાં તેમણે વિશ્વશાંતિ અર્થે તપશ્ચર્યા કરી. ફરી પાછી સ્વામીજીને તપ કરવાની લગની લાગી અને ૧૯૫૮ના ઉનાળામાં તેઓ બીજી વાર બદરીનાથ ગયા. આ વખતે તેમણે નિર્વિકલ્પ સમાધિમાં જઈ પાર્થિવ દેહ છોડી દેવા ઈચ્છા દર્શાવેલી. પણ પ્રભુની ઈચ્છાને માન આપી તે ડિસેમ્બર ૧૯૫૮માં પાછા ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવે તેમને પશ્ચિમના દેશો તરફ - યુરોપ, ઈંગ્લેંડ અને ઉત્તર-દક્ષિણ અમેરિકાપોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા. નવેમ્બર ૧૯૫૯થી ડિસેમ્બર '૬૧ સુધી અનેક જગ્યાઓએ હિંદનો આધ્યાત્મિક વારસો સમજાવતા તેઓ ફર્યા. જાન્યુઆરી ૧૯૬૨માં સ્વદેશ પાછા ફર્યા અને સીધા ગુરુદેવ પાસે પહોંચ્યા. નવી દુનિયામાં બે વર્ષ બાવીસ વર્ષની દોડાદોડી જેવાં હતાં. સ્વામીજી ગુરુદેવની આજ્ઞા માગી અજ્ઞાત સંચર માટે પરિવ્રાજક

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70