Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 39
________________ ૩૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ કોઈ ઉચ્ચ સંન્યાસીને છાજે તેવા જ ભક્તિભાવથી સ્વામીજી મળ્યા હતા. બાર વર્ષ મૌનસાધના કરનાર, ભુવનેશ્વરમાં કલ્પતરુ આશ્રમના સ્થાપક બાબાજી રામદાસ મહારાજના શિષ્ય, શ્રી ભાયાબાબાને, સ્વામીજી રામદાસ મહારાજની શતાબ્દી નિમિત્તે કોઈ અગાઉની ગોઠવણ સિવાય મળ્યા તે વખતનું, બને સંતો એકબીજાને દંડવત્ કરતા રહ્યા તેનું દશ્ય અદ્દભુત હતું. સંતસમાગમ અને સત્સંગની સ્વામીજીની ન છિપાય તેવી તૃષા જાણીતી છે. ૮, પદદલિતોના સાથી ચિદાનંદ સેવા અર્થે જ જીવે છે. પહેલાને ઊંચે ઉઠાવનાર અને માંદાના માયાળુ મિત્ર છે. આ જન્મજાત સંતના દિવ્ય હૃદયમાંથી બધા જ જીવંત પ્રાણીઓ માટે અખૂટ પ્રમાણમાં અનુકંપા કરે છે. હૃષીકેશ અને પાડોશના વિસ્તારોનાં રક્તપિત્તિયાઓના તે સાચા રક્ષક છે. ઘણા આધ્યાત્મિક મહાત્માઓ અને સંતો પોતે તાણ ભોગવી અન્યનો રસ્તો અજવાળવાનો ધંધો કરતા રહ્યા છે. પણ અપંગ અને માંદાની સંવેદનશીલ શારીરિક માવજત કરવા આખી જિંદગી તત્પર રહેનાર તો સ્વામી ચિદાનંદજી જ જોયા. ૧૯૪૩થી જ ચિદાનંદજી શિવાનંદ ઇસ્પિતાલમાં સેવા આપતા અને રક્તપિત્તિયાંની સેવાની તક ત્યાં આપમેળે જ આવી મળી. એક પંજાબી સાધુ રાતના દસ વાગ્યે રક્તપિત્તથી પીડાતો

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70