Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 58
________________ ઉપદેશ ૫૧ કાર્યથી સમર્થન આપવામાં આવે, તો તેથી તમે તે વસ્તુને માટે લાયક બનો છો. આ કારણ-કાર્યનો નિયમ એ મનુષ્યને પરમાત્મા પાસેથી મળેલો મહાન વારસો છે. તમારા કાર્ય પ્રમાણે અચૂક તેની પ્રતિક્રિયા કે પરિણામ આવવાનું જ, આથી તમે પોતે જ તમારા પ્રારબ્ધના ઘડવૈયા બનો છો, ભવિષ્યની ઉન્નતિની ચાવી તમારા પોતાના જ હાથમાં રહેલી છે, બીજા કોઈના હાથમાં નહીં. પણ આ મહાન નિયમની સમજણમાં લોકોનાં અજ્ઞાન કે ખોટી સમજ પ્રવર્તે છે, કેમ કે તેઓ તેને ભયંકર વસ્તુ હોય તેમ માને છે અને તેથી ઈશ્વર પર પણ અન્યાયી, હૃદયહીન ને દૂર હોવાનો આક્ષેપ કરે છે. કારણ કે તેમની સામાન્ય સમજણ અનુસાર જીવોને કર્મના નિયમથી જ દુઃખ, પીડા, ઉપાધિઓ આદિ સહન કરવો પડે છે. ખરેખરી રીતે તો આવું કાંઈ છે જ નહીં. કર્મના નિયમથી જ મનુષ્યને દુઃખ સહન કરવો પડે છે. એવું કોઈ શાસ્ત્રમાં નથી. આ નિયમ માત્ર આટલું જ કહે છે કે ‘જેને માટે તમે લાયક બનો તે તમને અવશ્ય મળે છે.'' કર્મનો નિયમ એ પરમાત્માની તેની સૃષ્ટિ પરની કૃપાની સાબિતી છે, કેમ કે તે જીવને માટે દિવ્ય પૂર્ણતા ને મુક્તિનો માર્ગ ખુલ્લો કરે છે. પૃથ્વી પરનો માનવ એ પરમાત્માનો પુત્ર હોવાથી દુઃખનો નહીં પણ સુખ ને આનંદનો અધિકારી છે. છતાં જો તેને દુઃખ, શોક, વિલાપ આદિ વારસામાં મળે તો તે તેને માટે નિર્ણાયો નથી. માટે તેનું અને સાથે બીજા બધા જીવોનું જીવન એવું હોવું જોઈએ કે જેથી તેને અવર્ણનીય આનંદ, પ્રબુદ્ધ જ્ઞાન, સર્વાગી સંપૂર્ણતા મળે અને આવા જીવનમાં તો મૃત્યુનું

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70