Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/006000/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંતવાણી ગ્રંથાવલિ ૨૮) સ્વામી ચિદાનંદ સરસ્વતી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ચિદાનંદ સરસ્વતી (Swami Chidananda Saraswati) સંકલન ડૉ. શિવાનંદ અધ્વર્યુ વીરનગર (રાજકોટ) 1919 નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ-૩૮૦૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથાવલિનાં ૨૮ પુસ્તકોની કિંમત રૂ.૩૦૦ થાય છે. ગ્રંથાવલિનો સંપુટ ખરીદનારને તે રૂ. ૨૦૦ના રાહત દરે આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાન (૧) નવજીવન પ્રકાશન મંદિર ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, પો. નવજીવન, અમદાવાદ-૧૪ (૨) નવજીવન ટ્રસ્ટ (શાખા), ૧૩૦, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ (૩) દિવ્ય જીવન સંઘ શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરી, શિવાનંદ માર્ગ, અમદાવાદ -૧૫ (૪) દિવ્ય જીવન સંઘ શિવાનંદ ભવન, રામજી મંદિરની પાળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, વડોદરા-૩૯૦ ૦૦૧ (૫) દિવ્ય જીવન સંઘ, શિશુવિહાર, ભાવનગર-૩૬૪ ૦૦૧ (૬) દિવ્ય જીવન સંઘ, મોહન ઑપ્ટિશિયન, આઝાદ ચોક, વલસાડ-૩૯૬ ૦૦૧ બાર રૂપિયા © ગુજરાત દિવ્ય જીવન સંઘ ત્રીજી આવૃત્તિ, પ્રત ૩,૦૦૦, જૂન ૧૯૯૯ પુનર્મુદ્રણ, પ્રત ૩, ૦૦૦, ઑકટોબર ૨૦૦૬ કુલ પ્રત : ૬, ૦૦૦ ISBN 81-7229-237-6 (set) મુદ્રક અને પ્રકાશક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન નવજીવન અને દિવ્ય જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે ‘સંતવાણી ગ્રંથાવલિ'નો ૨૮ પુસ્તિકાઓનો આ સંપુટ વાચકોના હાથમાં મૂકતાં આનંદ થાય છે. સર્વધર્મસમભાવના ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ ‘સંતવાણી ગ્રંથાવલિ’ સંપુટ બ્રહ્મલીન શ્રી સ્વામી શિવાનંદજીની શતાબ્દી નિમિત્તે ગુજરાત દિવ્ય જીવન સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે તૈયાર કરવામાં અનેક મિત્રોનો સહકાર મળ્યો હતો. છતાં તેની પાછળની એકધારી મહેનત સ્વ. ઉચ્છરંગભાઈ સ્વાદિયાની હતી તે નોંધવું જોઈએ. આ ગ્રંથાવલિની પહેલી આવૃત્તિ ચપોચપ ઊપડી ગયા પછી ૧૯૮૫માં તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેય પહેલી આવૃત્તિની જેમ જ ઝડપથી વેચાઈ જતાં ગ્રંથાવલિ ઘણાં વરસથી ઉપલબ્ધ ન હતી. ગાંધીજી પ્રસ્થાપિત સંસ્થાની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચ શિક્ષણમાં હવે મૂલ્યશિક્ષણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ વધતું જાય છે. કેન્દ્ર સરકારના યોજના પંચે મૂલ્યોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યુ છે. આને અનુલક્ષીને આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થઈ પડશે. ગુજરાત દિવ્ય જીવન સંઘે આ ગ્રંથાવલિ આ યોજનામાં પુનર્મુદ્રણ માટે સુલભ કરી તે માટે અમે તેમના આભારી છીએ. ‘સંતવાણી ગ્રંથાવલિ'ના આ પુસ્તક સંપુટના પ્રકાશનથી ગાંધીજીના સર્વધર્મસમભાવનો સંદેશો સર્વત્ર વસતાં ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે. 2-411.84.24.-2 ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિ સારુ જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિન્દમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે ઐક્યનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. તે હેતુ માટે નવજીવને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોશમાંથી આ સંતવાણી ગ્રંથાવલિ'નું પુનર્મુદ્રણ જૂન ૧૯૯૯માં પ્રસિદ્ધ કરી રાહત દરે આપવામાં આવ્યું હતું. સંતવાણી ગ્રંથાવલિ'ની માંગ ચાલુ રહેતાં નવજીવન તરફથી તેનું આ ત્રીજું પુનર્મુદ્રણ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. અને તેની કિંમત સામાન્ય વાચકને પરવડે તેવી રાખવામાં આવી છે તે નોંધવા જેવું છે. અમને આશા છે કે સર્વધર્મસમભાવના પ્રચારાર્થે થતા આ પ્રકાશનને વાચકો તરફથી યોગ્ય આવકાર મળવાનું ચાલુ રહેશે. તા. ૨- ૧૦ - '૦૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. જન્મ અને બાળપણ ૨. સત્યની શોધમાં ૩. શિખ્યપદનાં વીસ વર્ષો ૪. ગુરુદેવ સાથેની યુગપ્રવર્તક યાત્રા ૫. નવી દુનિયામાં ૬. વિશ્વયાત્રા ૭. સત્સંગ ૮. પદદલિતોના સાથી ૯. મહાન જાગૃતિકાર ૧૦. વિરલ દિવ્ય વ્યક્તિ ૧૧. જ્ઞાનનો ભંડાર ૧૨. પળેપળ દિવ્ય જીવન ૧૩. ઉપદેશ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. જન્મ અને બાળપણ शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो अभिजायते । વિકાસ તો જીવનનો ક્રમ છે. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી – જન્મજન્માંતર સુધી - તે ચાલ્યા જ કરવાનો. અનુકૂળ વાતાવરણ અને સંયોગો પ્રાપ્ત કરી વ્યક્તિ વિકાસને પંથે આગળ પ્રગતિ કરે છે. આ છે વિશ્વનો એક અટલ નિયમ.. વિશ્વના અનેક મહાપુરુષો ગરીબ હોવા છતાં સંસ્કારી કુટુંબોમાં જમ્યા હતા. - મેંગલોરમાં શ્રીનિવાસરાવ અને સરોજિનીદેવીનું એક આદર્શ પૈસાપાત્ર જોડું હતું. તેઓ બન્ને ધર્મપ્રેમી અને સંસ્કારી હતાં.શ્રીનિવાસરાવ એક ધનાઢ્ય જમીનદાર હતા, છતાં એમનામાં સંપત્તિનું અભિમાન હતું નહીં એટલું જ નહીં, પરંતુ તેમનામાં દયા, કરુણા વગેરે સગુણો જન્મથી જ હતા. શ્રીમતી સરોજિનીદેવી એક આદર્શ ભારતીય ધર્મપત્ની હતાં. તેમનામાં દયા, કરુણા, દાનવૃત્તિ, ઉદારતા, પ્રભુભક્તિ અને સુંદર મળતાવડો સ્વભાવ હતો. આવા આદર્શ ધર્મપ્રિય કુટુંબમાં વિકસિત આત્મા જ જન્મ લે એમ ગીતાનું ઉપર મૂકેલ વાક્ય કહી જાય છે. આ પવિત્ર બ્રાહ્મણ કુટુંબને ત્યાં તા. ૨૪મી સપ્ટેમ્બર, ૧૯૧૬ના પવિત્ર દિવસે એક પુત્રનો જન્મ થયો. આ કુટુંબનું આ બીજું સંતાન અને પ્રથમ પુત્ર હતો. આ બાળકનું નામ શ્રીધરરાવ રાખવામાં આવ્યું. બાળપણમાં તેના સ્વભાવથી બાળક કુટુંબમાં સૌનો લાડીલો - બની ગયો. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ સરોજિનીદેવી એક આદર્શ ગૃહિણી હતાં. તેમની પવિત્રતા અને ભક્તિની ઊંડી છાપ નાના શ્રીધર પર પડી. મીરાંબાઈ, રૈદાસ, કબીર, નરસિંહ મહેતાનાં ભજનો ગાઈ મા શ્રીધરને સુવાડતાં. મહાભારત, ભાગવત, રામાયણની કથાઓ કહી માતા સરોજિની શ્રીધરમાં સંસ્કાર સિંચન કરતાં. મીરાંનરસૈયાની ભક્તિને મા જે રીતે વર્ણવતાં તે યાદ કરીને હજુયે સ્વામીજી ભાવવિભોર થઈ જાય છે. શ્રીધરના બાળજીવનઘડતરમાં બે વ્યક્તિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એક હતા શ્રી અનન્ત્યા અને બીજા કાકા કૃષ્ણરાવ. બાલુ નામે નોકર તો બાળ શ્રીધરને યોગી સમજી તેનું ચરણામૃત લેતો. એક વખત બધાં મોટેરાંઓ બહાર ગયેલાં ત્યારે શ્રીધરે બધાં તેના જેવડાં નાનાં બાળકોને એકઠાં કરી સમજાવ્યું કે તેઓ સૌ એક યા બીજી રીતે, એક યા બીજે વખતે, મોટેરાંને દુઃ ખ પહોચાડે તેવી ભૂલ કરતાં રહ્યાં છે. અને તેથી સૌ પાછાં આવ્યાં ત્યારે બાળકોએ શ્રીધરે શીખવ્યા મુજબ નાહીને, ભીને કપડે પગમાં પડી મોટેરાંની માફી માગેલી. આ નાટક માટે વડીલોએ નારાજગી બતાવેલી પણ શ્રીધરના વિચારો અને વર્તન વિશે આ પ્રસંગ ઘણુંબધું કહી જાય છે. શ્રીધર જીવનમાં પ્રેમરસથી ભર્યો, મશ્કરી-મજાક કરતો, નિર્દોષ તોફાની બાળ હતો. તેને ચાળા પાડવાનો શોખ હતો અને સારો નાટ્યકાર હતો. હરિકથા અને ધાર્મિક આખ્યાનો તથા વ્યાખ્યાનો સાંભળવામાં તેને રસ પડતો. બે કથાઓની તેના પર ઊંડી છાપ પડેલી. એકમાં સાપ Page #10 -------------------------------------------------------------------------- ________________ સત્યની શોધમાં દેડકાંને ગળતો હોય છે ત્યારે ઊડતી આવેલ માખીને દેડકો જીભ વહાવી પકડવા જાય છે! સંસારમાં બદ્ધ જીવના સ્વભાવનું આ તાદશ ઉદાહરણ પૂરું પાડે છે. બીજી વાતમાં એક ચાંદની પથરાયેલ રાત્રિએ એક માણસ કૂવામાં પડી જતો હોય છે. ત્યાં તેને તેના કાંઠે ઊગેલ ઝાડની ડાળ હાથમાં આવી જતાં તેના પર તે ટિંગાઈ રહે છે. આ ડાળ પર તે માણસની નજર જાય છે. ત્યાં એક સાપ તે ડાળ પર વીંટળાઈને તેના તરફ આગળ વધતો તે જુએ છે. ઉપર, બહાર, નજર કરતાં વાઘ તરાપ તાકી ઊભો હોય છે. નીચે પાણીમાં મગરમચ્છ મોં પહોળું કરી તૈયાર હોય છે. તેવે સમયે તે ડાળ પરના મધપૂડામાંથી મધ ઝરે છે અને આ માણસ તે તરફ શરીર ઝુકાવી મધને જીભ પર લેવા યત્ન કરે છે ! સંસારનું ભયંકર ચિત્ર રજૂ કરતી આ વાતોની શ્રીધર પર ઊંડી છાપ પડે છે. શ્રીધરમાં વસેલો સંત નાનપણના જીવનપ્રસંગોમાંથી બોધપાઠ લેતો રહ્યો. એક દિવસ આ બીજમાંથી વિશાળ વટવૃક્ષ ફાલશે, ફેલાશે અને તેની છાયામાં અનેક ક્ષુબ્ધ આત્માઓને, જ્ઞાનપિપાસુઓને જીવનરાહદર્શન આપશે. ૨. સત્યની શોધમાં સાતમે વર્ષે સેંટ એન્સ કૉન્વેન્ટમાં દાખલ થયા. માતાએ તેના અભ્યાસ પર ધ્યાન આપવાનું હાથમાં લીધું. પાશ્ચાત્ય ભણતર પદ્ધતિમાં જ તેમનું શિક્ષણ પાંગર્યું છતાં કોઈ અનિચ્છનીય અસર ન પડી, ઊલટાનો બાળકનો સ્વભાવ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ આધુનિક દૃષ્ટિવાળો અને સર્વધર્મસમભાવવાળો થયો. એક વર્ષ સેટ એન્સમાં ગાળ્યા બાદ તે રોઝારીઓ માધ્યમિક શાળામાં ત્રણ ધોરણ સુધી ભણ્યા. વિદ્યાર્થીકાળમાં તેઓને મહાત્મા ગાંધીની ખૂબ નજીક બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું. પોતાના દાદા એન. વેંકટરાવ ગાંધીજીની એક પ્રાર્થનાસભાના પ્રમુખ હતા ત્યારે શ્રીધર ગાંધીજી સાથે એક જ વ્યાસપીઠ પર બેઠેલા. સ્વામીજીની જિંદગીનો આ પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો છે. શ્રીધરના બાળપણનો આઘાતપૂર્ણ પણ ભુલાય નહીં તેવો પ્રસંગ હતો તેની માતાનું નાની વયે થયેલું મૃત્યુ. ૩જી જૂન, ૧૯૨૬ના રોજ ૨૮ વર્ષની નાની વયે તેમનું અવસાન થયું. શ્રીધર દશ વર્ષની કૂણી વયનો બાળ હતો. આવા કૂણા છોડ પરના આ કુઠારાઘાતે શ્રીધરને ફાની દુનિયા વિશે વિચાર કરતો કરી મૂક્યો. તેના પિતાશ્રી શ્રીનિવાસરાવ પણ વિરક્ત થઈ ગયા અને રામનામ સંકીર્તનમાં ડૂબેલ રહેવા લાગ્યા. બાળકના ભણતરનો પણ બાપને ખ્યાલ ન રહ્યો. દાદા-દાદીએ તેને મેગલોર લઈ જઈ ફરી રોઝારીઓ સ્કૂલમાં દાખલ કર્યો. ૧૨ વર્ષની વયે તેણે ‘ઈશ્વરની શોધમાં' નામનું સ્વામી રામદાસનું પુસ્તક મોઢે થઈ જાય તેટલી વખત વાંચ્યું. તેને તેમાંની યાત્રાનું વર્ણન ઘણું રોચક લાગતું. ઈશ્વર અને તેના ફિરસ્તાઓ માટેનો શ્રીધરનો પ્રેમ ખૂબ ગાઢ બન્યો. ૧૯૩૨માં શ્રીધર મેંગલોર છોડી, મદ્રાસમાં તેના પિતાશ્રી સાથે રહેવા આવ્યો અને હાઈસ્કૂલમાં બે વર્ષ ગાળી S.S.L.C. પૂરું કર્યું. શ્રીધર ભણતરમાં ખૂબ સહેલાઈથી આગળ રહેવા છતાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫ સત્યની શોધમાં તેનું ધ્યાન હંમેશાં અંતર્મુખી રહેતું. તેના શિક્ષકોએ તેના ચારિત્ર્યગઠનમાં કરેલ અસર હજુ પણ સ્વામીજી યાદ કરે છે ! શ્રીધરના સહાધ્યાયી ડૉ. રામદાસને યાદ છે કે, ‘‘સહાધ્યાયી તરીકે બધાની માફક જીવનનો આનંદ લૂંટવામાં શ્રીધર પણ બધાનો સમોવડિયો રહેતો. તેને ક્રિકેટનો શોખ હતો. તે કિમ્બર્લીના એક જૂના ભવ્ય બંગલામાં રહેતો અને તેના વિશાળ પટાંગણમાં અમે ક્રિકેટ રમતા. તેના અને અમારા વચ્ચે એ ફરક હતો કે તે મૃદુ અને મધુર બોલતો. ખોટું બોલવું-ઝઘડવું કે સામાન્ય વિદ્યાર્થીઓ માફક શિક્ષક જોડે અડપલાં કરવાનું તે કદી વિચારતો પણ નહીં. કોઈ કોઈ વખતે તે અમારી સાથે ફિલસૂફીની ચર્ચા કરતો. અમે તે સમજી શકતા નહીં તેથી તેનું ફરી ગયું હોય તેમ અમે માનતા.'' ઘણાં વર્ષો બાદ જ્યારે શ્રીધર આધ્યાત્મિક મહાત્મા થયા, દુનિયા જ્યારે તેમને મળવા પડાપડી કરવા લાગેલી ત્યારે પણ એક જૂના જિગરી દોસ્તને મળવાના ઉમળકાથી જ સ્વામી ચિદાનંદ ડૉ. રામદાસને મળ્યા. રામદાસને થયું કે તે કોઈ અતિમાનવને મળી રહ્યા છે. સ્વામી વેંકટેશાનંદ કહે છે તેમ “શ્રીધર શાળામાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થી અને ઘેર સાધુ હતો.'' સવાર કેવી પડે છે તે પરથી દિવસ કેવો જશે તે જેમ જાણી શકાય તેમ નાનપણથી જ શ્રીધરની ભલમનસાઈ અને ઉદારતા જણાઈ આવતાં. મુંધુમારી નામની એક ભિખારણને શ્રીધર હંમેશાં જમાડતો. પોતાની ખિસ્સાખરેચીમાંથી દવા ખરીદી ગરીબગુરબાને આપતો. રક્તપિત્તિયાંઓની સેવા શ્રીધરને મન કુદરતી બક્ષિસ હતી. તેના પિતરાઈ વેંકટરાવે પૂછ્યું કે તે આવા રક્તપિત્તિયાંઓની સેવામાં છાયિક-૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી ઋષીકેશ કેમ રસ લેતો હતો ત્યારે તેણે નવાઈ પામતાં કહેલું, ‘કેમ? તે પણ મારા અને તારા જેવા માણસો જ છે ને ?'' કિમ્બર્લીના બંગલે શ્રીધરે ભગવાન રામકૃષ્ણદેવની ભક્તિ માંડી. દર રવિવારે તે મદ્રાસમાં માઈલાપોર રામકૃષ્ણ મિશનમાં જતો. વિવેકાનંદનાં જોમભર્યાં ભાષણો તેનામાં આધ્યાત્મિક સ્રોત વહાવતાં. ૧૯૩૪માં S.S.L.C. પાસ કરી, લોયોલા કૉલેજમાં ઇતિહાસ અને તર્કશાસ્ત્રના વિષયો લઈ BA. કર્યું. કૉલેજમાં તેમણે બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો. વધસ્તંભ પરમ ત્યાગનો સૂચક છે. હલકટ મનને મારીને શાશ્વત માટે જીવવાની તેમાંથી તેણે પ્રેરણા મેળવી. સંત ફ્રાન્સિસની દરેક જીવ પ્રત્યેની અનુકંપાની શ્રીધર પર એવી સચોટ અસર થયેલી કે પવિત્ર સંતના આત્મા સાથે તે એકતા અનુભવતો. સંત ફ્રાન્સિસની પ્રાર્થનાનું શ્રીધરને મન ગુરુમંત્ર જેટલું મહત્ત્વ હતું. ‘હે પ્રભો ! મને તારો શાંતિનો દૂત બનાવ; ધિક્કારની જગાએ પ્રેમ પ્રસારું. ઈજા પહોચાડનારને માફી બહ્યું; બેસૂરું વાતાવરણ હોય ત્યાં સંઘબળ સ્થાપું, શંકાના વાતાવરણમાં વિશ્વાસ જગાડું; નિરાશા ઘેરે ત્યાં આશા પ્રેરું, અંધકારમાં દીવો બનું. ગમગીનીને આનંદમાં ફેરવું. હે દિવ્ય સ્વામી ! આશ્વાસન માગું નહીં પણ આપતો રહું; Page #14 -------------------------------------------------------------------------- ________________ સત્યની શોધમાં લોકો મને સમજે તેમ ન ઈચ્છતાં તેઓને હું સમજું; મને ચાહે તો ભલે પણ હું તો તેમને જરૂર ચાહું; આપવાથી જ મળે છે, માફ કરવાથી જ માફી મળે છે; અન્ય કાજે મૃત્યુને વહાલું કરવાથી જ અમરત્વ પમાય છે.'' આધ્યાત્મિક સ્તરે શ્રીધર માનતો કે સો ટકા હિંદુ, સો ટકા ખ્રિસ્તી હોવો જ જોઈએ. આ આધ્યાત્મિક સાધકે કિમ્બર્લી ક્રિકેટ કલબ સ્થાપેલી. આશ્રમવાસી થયા પછી પણ તે ક્રિકેટ રમવા ઉત્સુક રહેતા. તે ચુનંદો તરવૈયો પણ હતો. સાંજે ક્રિકેટ રમતો આ યુવાન સવારે યોગાસનો કરતો. ગરીબ, માંદા, તરછોડાયેલ, તિરસ્કૃત અને દીનહીન લોકોની સેવાના મોકા તે ખોળ્યા જ કરતો. સેવા અને દાન કરવા માટેનો આવો પ્રેમ પશુપંખીઓ માટે પણ તેટલા જ પ્રમાણમાં દેખાતો. સૌ જીવંત રૂપોને તે ઈશ્વરનું વિરાટ સ્વરૂપ માની સેવા કરતો. રકતપિત્તિયા અને રખડેલ કૂતરાઓની સેવા તેની રોજિંદી દિનચર્યા બની ગઈ. એક શીતળાના રોગીની લાંબો સમય સેવા કરવાથી તેને શીતળાના ભોગ બનવું પડેલું. જાત પર અસર થાય તેથી તેની સેવાનો જુસ્સો કદી ઓસરતો નહીં. હવે પછી થનાર તેના ગુરુ શિવાનંદની માફક ગરીબો, દીનદુઃખીઓની લાંબા ગાળાની સેવામાં જ તેને વ્યવહારુ વેદાન્તી બનાવ્યો, સાધુ તો તેઓ ઘણા સમય પછી બન્યા. તેને જ્ઞાન થયું કે મહાત્માઓના સંગથી દુનિયામાં વિરતિ આવે છે. તેણે તેની ગધ્યાપચીસીમાં જ સાધુઓનો સંગ સેવેલો. ઘરઆંગણે “રાણાજી વેંકટરાવ અને કાકા કૃષ્ણરાવ ઈશ્વરનુભૂતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષકેશ પામેલ મહાન ભક્તો હતા. વજેશ્વરીના સિદ્ધ સ્વામી નિત્યાનંદે તેના સાત્ત્વિક મન પર નાનપણમાં જ ઊંડી અસર પાડેલી. ૧૯૩૨થી ૪૦ના તેના શૈશવકાળમાં જ શ્રી સ્વામી વિરજાનંદ, (૯મોડાવાળા), દત્તાત્રેયસ્વરૂપ પરિવ્રાજક સ્વામી પુરોહિતજી, સ્વામી ગાયત્યાનંદ, શ્રી રમણ મહર્ષિ, મલાયલ સ્વામી, વ્યાસાશ્રમ(તિરુપતિ)ના સ્વામી અસંગાનંદ, સચ્ચિદાનંદ સંઘના સ્થાપક મદ્રાસના સંત સ્વામી રાજેશ્વરાનંદ, રામકૃષ્ણ મિશનના સ્વામી અશેષાનંદ, આનંદાશ્રમના સ્વામી રામદાસ વગેરે સંતોનું ખૂબ નિકટનું સાંનિધ્ય પ્રાપ્ત થયું તેની ઊડી આધ્યાત્મિક અસર રહી. સમૃદ્ધિમાં આળોટતો આ આત્મા ત્યાગ અને તપસ્યાનું જીવન વિતાવવામાં ખૂબ સફળ રહ્યો. તેમણે પદત્રાણ છોડ્યાં, રેશમી કપડાં વાપરવાં બંધ કર્યો અને ત્યાગ તથા નિવૃત્તિનું જીવન ગાળવા લાગ્યા. તે ઘેર રહી યોગી થયા. તેમની દૈનિક જીવનચર્યા સેવા, સત્સંગ અને સાધનામય બની રહી. તે સમયે તેમણે સંત જ્ઞાનેશ્વર અને તુકારામની ફિલ્મો જોયેલી, જેની તેમના જીવન પર ઊંડી અસર પડેલી. તેમના ૪૯મા જન્મદિને, ૨૫ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ તેમણે હરદ્વારથી બે કાર આશ્રમ પર મોકલી. સ્વામી કૃષ્ણાનંદજી, માધવાનંદજી વગેરેને હરદ્વાર સંતના દર્શને બોલાવી, સંત જ્ઞાનેશ્વરની ફિલ્મ બતાવેલી ! આ સૌની નવાઈનો સ્વામીજીએ જવાબ આપેલો કે તેમના જીવન પર ઊંડી છાપ પાડનાર આ ફિલ્મ તેમના જન્મદિવસે બતાવીને તેમણે ત્રણ ફેડવા પ્રયત્ન કરેલો ! Page #16 -------------------------------------------------------------------------- ________________ સત્યની શોધમાં ૧૯૪૦ના ગાળાની આ અસરના જમાનામાં જ શ્રીધર એક મૅગેઝીન લેવા લાગ્યા. જેમાં સ્વામી શિવાનંદજી સાધકોને વ્યાવહારિક માર્ગદર્શનના લેખો લખતા. ત્યાર બાદ શ્રીધરે સ્વામી શિવાનંદનું જપયોગનું પુસ્તક ખરીધું અને તેને આચરણમાં મૂકવા લાગ્યા. તે જ ગાળામાં સ્વામી શિવાનંદજીનાં બે પુસ્તકો આધ્યાત્મિક પાઠો’ અને ‘મનનું રહસ્ય અને નિયંત્રણ' તેમને ખૂબ જ પ્રેરણાદાયી બનેલાં. નવાઈની વાત તો એ છે કે આ પૈસાદાર, ભણેલ બ્રહ્મચારી યુવાનના લગ્નની વાત તેની યોગ્ય ઉંમર થવા છતાં પ્રભુકૃપાએ કદી થઈ જ નહીં. દરમિયાન તે જીવનના રસથી વિમુખ થતો જતો રહેલો. જોકે કોઈને એવી શંકા ગયેલી નહીં કે તેની વિરક્તતા તેને ઘર છોડી જવા પ્રેરશે ! ૧૯૩૬માં ઇન્ટરમીડિયેટની પરીક્ષા ટાણે શ્રીધરે ઘર છોડ્યું. ખૂબ શોધ છતાં શ્રીધરની ભાળ મળી નહીં. બધાએ તેના મળવાની આશા છોડી દીધેલી પણ વિશ્વનાથ નામનો શ્રીનિવાસ રાવનો નોકર વ્યાસાશ્રમ પહોંચી ગયો. અને ત્યાં શ્રીધર મળતાં જ ઘરનાં કુટુંબીજનોના કલ્પાંતની વાત કરી. દરમિયાન મલાયલ સ્વામીએ પણ તેને થોડી વધુ સાધના ઘેર રહી કરવા સમજાવેલ. તેથી ચુપચાપ શ્રીધર કુટુંબમાં પાછો ફર્યો. સૌ કુટુંબીજનોએ રાહતનો દમ ખેંચ્યો. તેના જીવનપંથદર્શક જેવા કૃષ્ણરાવ કાકાએ અભ્યાસ પૂરો કરી, જીવનમાં આગળ શું કરવું તેનો વિચાર કરવા સલાહ આપી. ૧૯૩૮માં આખી મદ્રાસ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પાંચમે નંબરે આવી તેમણે B.A.ની પરીક્ષા પાસ કરી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ તેની નાનીબા સુંદરશ્માએ સરોજિનીદેવી જતાં જે આઘાત અનુભવેલો તેને કારણે શ્રીધરે તેને વચન આપેલું કે તેઓના જીવતાં તે સંન્યાસી બનશે નહીં. ૧૯૪૦માં શ્રીધરને રૉયલ એર ફોર્સમાં પાઇલટ તરીકે જોડાવાનું આમંત્રણ મળ્યું. તે આમંત્રણને તેણે વિવેકપૂર્ણ રીતે નકાર્યું. તેણે પોતાની જાતની અગ્નિપરીક્ષા કરી સાધુનું જીવન જીવવાની ક્ષમતા તપાસી લીધી હતી. તેનો વૈરાગ્ય સમજણપૂર્વકનો, ધ્યાન અને અંતનિરીક્ષણ પછીનો હતો. છતાં તેના કુટુંબ પ્રત્યેની ફરજો છોડી તે નાસી જવા ઈચ્છતો ન હતો. તેની બે નાની બહેનો વસુધા અને વત્સલા તેમ જ કાકી માલતીબાઈને તેણે વિગતે વાત કરી તેનો સંસાર છોડવાનો આશય સમજાવ્યો. શ્રીધરની હૃદયપૂર્વકની અપીલના અંતે સમજણપૂર્વક બધાંએ તેના જીવનના ઊર્ધ્વગમનમાં આડે ન આવવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે જે ઈશ્વર શ્રીધરને તેનો જીવનરાહ બતાવી રહ્યો હતો તે જ જરૂરતના સમયે કુટુંબનું રક્ષણ કરશે. શ્રીધરનો રાહ હવે નિષ્કટક બન્યો. સ્વામી શિવાનંદજી સાથે તો તેણે પત્રવ્યવહાર કરેલો જ, તેની અનુમતિ પણ મળેલી. તેણે બીજા ચાર સંતો રમણ મહર્ષિ, સ્વામી રામદાસ, સ્વામી રાજેશ્વરાનંદ અને રામકૃષ્ણ મિશનના સ્વામી અશેષાનંદને કાગળો લખ્યા. આ સ્તુત્ય નિર્ણય માટે બધાંના આશીર્વાદ મળી ગયા. સાંઈબાબાના શીરડીના મૅનેજરને લખેલું, તેણે પણ પ્રસાદ મોકલ્યો. હવે સમય ગુમાવવો યોગ્ય ન હતો. નારાયણ ઉપનિષદના શબ્દોઃ ““કાર્યથી, જન્મથી, સંપત્તિથી નહીં, ત્યાગથી જ Page #18 -------------------------------------------------------------------------- ________________ સત્યની શોધમાં અમર થવાય છે'' શ્રીધરના કાનમાં ગુંજતા હતા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૪૭ના દિવસે અવર્ણનીય આનંદિત હૃદયે અને શાંત મનથી તેણે કોઈમ્બતૂરના ઘરમાંથી પગ બહાર મૂક્યા. સ્વામી વેંકટેશાનંદ કહે છે તેમ “શ્રીધરે ન મેળવ્યું હોય એવું કંઈ મેળવવાનું બાકી ન હતું. કોઈ ત્યાગ કરવા લાયક વસ્તુનો તેને મોહ ન હતો. સંન્યાસ લેવાની તેને જરૂરત જ ક્યાં હતી ? તે કદી ગૃહસ્થી થયો જ ન હતો ! સંસારત્યાગની જરૂરત પડે તેવો તે કદી સંસારી હતો જ નહીં! તે મોહ વગરનો યોગી, ઉત્કૃષ્ટ સંન્યાસી, મહાન સંત અને તે પણ જન્મથી જ હતો.'' આ એક જન્મસિદ્ધ પુરુષ લોકસંગ્રહ માટે ઘર છોડી ચાલી નીકળ્યો. કોઈમ્બતૂરથી તે તિરુપતિ આવ્યો. અને નામશેષ કરવા ત્યાં રોજદારીમાં કામ કર્યું. બ્રાહ્મણકુટુંબનો ગ્રેજ્યુએટ એક મજૂર બન્યો ! યાદ રહે કે સંન્યાસ દીક્ષા પહેલાં સ્વામી શિવાનંદજીએ પણ ધાલજના પોસ્ટમાસ્તરને ત્યાં રસોઈયા તરીકે કામ કરી અહંનાશની પ્રક્રિયા કરેલી. તિરુપતિથી શીરડી એક માસ રહ્યા. લાઈબ્રેરી હૉલની સફાઈ અને એવાં કામો કરવામાં કશી નાનપ ન અનુભવી ! ત્યાંથી વૃંદાવનમાં રામકૃષ્ણ મિશનમાં રહી શિવાનંદજીને ઘર અને ગૃહસ્થી જીવનના ત્યાગની વાત લખી. અગાઉ સંન્યસ્ત માટે પ્રોત્સાહિત કરનાર શિવાનંદજીએ ના કહેતાં લખ્યું કે તેણે હજુ સંસારત્યાગ કરવામાં સમય જવા દેવો. ખરેખર તો ગુરુદેવ શ્રીધરનો વૈરાગ્યભાવ ચકાસી રહ્યા હતા. શ્રીધરે ગુરુદેવના ચરણમાં સેવાનો તેનો અફર નિશ્ચય જણાવ્યો. ગુરુદેવે સ્વીકૃતિ આપી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ બુદ્ધ પૂર્ણિમા - ૧૯ મે, ૧૯૪૭ના દિવસે ખાદીનો પાયજામો અને શર્ટ પહેરીને શ્રીધર સાંજે પાંચ વાગ્યે આશ્રમ પહોંચ્યો. ગુરુદેવ ઉપર ગયેલા તેથી રાહ જોવી પડી. ચાંદનીએ ગંગાના જળને રૂપેરી રંગે રંગી દીધાં ત્યારે ગુરુદેવનાં ચરણોમાં શ્રીધરે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.... અંતે દિવ્યમાનવના ચરણોમાં તેને સેવા મળી. ૩. શિષ્યપદનાં વીસ વર્ષો આશ્રમમાં આવ્યા ત્યારે શ્રીધરે જાણ્યું કે ગુરુદેવના ખાસ વિશ્વાસના આઠ સ્વામીજીઓ હતા. શ્રીધરરાવ નવા આગંતુક રાવવામી તરીકે ઓળખાવા લાગ્યા. તેને કોઈ પણ કામ સોપે તે હલકું લાગતું જ નહીં. શરૂઆતમાં 'Divine Life' મૅગેઝીન ગ્રાહકોને પહોંચાડવાં, પૅકેટ કરવાં તથા ટિકિટ લગાવવાનું કામ તેમને સોંપાયું. પછી તે લાઈબ્રેરી ગોઠવી સાફ રાખતા. ચોપડીઓને પૂઠાં ચડાવતા. આ બધું જાણે યોગસાધના હોય તેટલા ખંતથી તેઓ કરતા. જમીન વાળવાનું, મહેમાનો અને દરદીઓનું ધ્યાન રાખવાનું, ગંગાજળથી ટાંકી ભરવાનું, રૂમમાં જાજમ પાથરવાનું, જંગલમાંથી લાકડાં વાઢી લાવવાનું, રસોડામાં મદદ કરવાનું તથા ઠામવાસણ ઘસવાનું, મંદિરમાં પૂજા કરવાનું, કાગળો લખવાનું, ટાઈપ કરવાનું, સાંજના સત્સંગમાંથી ઊર્ધ્વગામી પ્રવચનો આપવાનું અને અન્ય ધાર્મિક કામો તેઓને આપતા. આ બધાં કામ કરતા છતાં તે ધીરગંભીર અને આધ્યાત્મિક સ્પંદનોથી પૂજન કરતા રહેતા કારણ આ રીત Page #20 -------------------------------------------------------------------------- ________________ શિષ્યપઠનાં વીસ વર્ષો ૧૩ પણ તેમને તો ભગવાનનું પૂજન જ લાગતી. શ્રીધરની ઉચ્ચ સ્થિતિ જોઈને ગુરુદેવ તેને સમયે સમયે બધું કામ છોડી, બધો સમય સાધના માટે આપતા. અંતર્નિરીક્ષણ, જંગલમાં ઘૂમવાનું અને વૈશ્વિક લયમય જીવન તે સમયે તેઓ ગાળતા. હજુ તો આશ્રમમાં આવ્યે માંડ દસ દિવસ થયા હશે ત્યાં લોકો તેને ડૉ. રાવજી તરીકે ઓળખવા લાગ્યા ! એક ઉનાળાની અંધારી રાત્રે એક ડોશી તેની નાની બાળાને વીંછી કરડ્યો હોવાથી રાવજીસ્વામી પાસે લાવી. એક ટુવાલથી કરડવાની જગા પર ઘસ્યું અને ફક્ત પ્રભુનું નામ લીધા કર્યું. છોકરીને સારું થઈ ગયું. એક દિવસ આશ્રમની ઑફિસ પાસે એક જીવડાં ભર્યો, ભાઠાંવાળો કૂતરો પડેલો જોયો. રાવજીસ્વામીને તેની દયા આવી. પાટાપિંડી કર્યાં અને આખી રાત તેની પાસે સૂતા. ગુરુદેવે આ જાણ્યું ત્યારે કહ્યું કે રાવજીસ્વામી માનવ નથી. તે તો દયાર્દ્રતાની મૂર્તિ છે ! લાક્ષણિક ઢબે ગુરુદેવે ગુરુદેવે કહ્યું, ‘‘ડૉ. શિવાનંદને ડૉ. રાવ વટાવી ગયા !'' નાનપણથી જ શ્રીધર સત્ય, પ્રેમ અને પવિત્રતાના ત્રિગુણને વરેલા હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી હોઈ ઓજસ શક્તિથી પ્રકાશતા. તેમને દૈનિક સાધનાની જરૂરત ન હતી પણ લોટો ઊજળો રાખવા હંમેશાં એને ઉજાળતા રહેવાની તોતાપુરીની શીખ તેમણે આત્મસાત્ કરી હતી. ગુરુદેવની માફક તે પણ કહેતા કે, ‘‘શરીર ગધેડા જેવું છે, મન મરકટ છે. તિતિક્ષા અને તપસ્યાનો આધ્યાત્મિક ચાબુક હંમેશાં હાથવગો રાખો.'' ગુરુદેવ કહેતા, ‘‘જીવનમુક્ત હોય તેણે પણ સાવચેત રહેવું.'' ગુરુદેવ કહેતા કે, મ.સ.૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ રાવસ્વામીજી તો જન્મથી જ સિદ્ધ છે, છતાં તે હંમેશાં નવા નિશાળિયા જેવા ઉપવાસો કરે છે, આત્મત્યાગ કરે છે અને તિતિક્ષાના પ્રયોગો કરે છે. શ્રીધરે આશ્રમ આવવા પહેલાં પૂરતી સહનશક્તિ કેળવેલી. છતાં એક દિવસ એવો પસાર ન થતો જ્યારે કોઈ ને કોઈ આકરી પરીક્ષા તે પોતાની ન લે. તિતિક્ષાને તે સાધુની સાચી મૂડી સમજતા. ઘણી વખત ગંગા નદીને પેલે પાર સ્વર્ગાશ્રમથી સાત માઈલ મણિકોટ પહાડની પાર નીલકંઠ મહાદેવની યાત્રાએ જતા અને ત્યાં લાંબા વખત સુધી ધ્યાનમાં બેસી સમાધિસ્થ થતા. કોઈ વખતે સ્વામી રામતીર્થ રહેતા તે મહામુસીબતે પહોંચાતી બ્રહ્મપુરીમાં આકરું તપ કરવા ચાલ્યા જતા. ત્યાં સાપ અને રાની પશુઓનો વાસ હતો. ગુરુદેવની મંજૂરીથી ફૂલચટ્ટી કે ગરુડચટ્ટીમાં આંતરિક શાંતિ અને મૌન માટે જતા. લોકસંગ્રહ માટે ખૂબ પ્રવૃત્તિશીલ રહેવા છતાં ગુરુદેવ હૃદયથી કેવા વિરક્ત સંન્યાસી હતા અને વૈરાગ્યની જ્યોત તેમના હૃદયમાં કેવી પ્રજ્વલિત રહેતી તે ખૂબ નજીકથી તે જોતા. શ્રીધરે જોયું કે ગુરુદેવ કુટિર બહાર આવે ત્યારે આજ્ઞા કરતા, સૂચન કરતા, કામ કરતા, ગુરુ ગોવિંદસિંઘ હતા. કુટિરની અંદર તેઓ સહજ અવસ્થામાં સ્થિત ગુરુ નાનક હતા. રાવસ્વામીજી આ પાઠ ગુરુદેવને જોઈને શીખ્યા. હજુ રાવસ્વામીજીએ ભગવાં ધારણ કર્યા ન હતાં, પણ મહાત્માઓ તેને નમન કરતા. બીમારોની તેની નિઃસ્વાર્થ સેવાએ સૌનાં પ્રેમ, વખાણ અને કૃતજ્ઞતા મેળવી લીધેલાં. તેમના આધ્યાત્મિક ધર્મોત્સાહ અને જ્ઞાનને લીધે તેઓ સંતોનું Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શિષ્યપદનાં વીસ વર્ષો સન્માન પામવા લાગેલા. ૧૦ જુલાઈ, ૧૯૪ત્ની ગુરુપૂર્ણિમાએ સરસ્વતીઓના પંથના સંન્યાસી બની રાવસ્વામીજીમાંથી સ્વામી ચિદાનંદ સરસ્વતી થયા. સ્વામી ચિદાનંદજી તે પહેલેથી જ જીવનમુક્ત અવસ્થામાં જન્મજાત અવતરેલા છે. આશ્રમના ખૂબ જૂના અંતેવાસી, ગુરુદેવના ખૂબ જૂના શિષ્ય, સ્વામી પરમાનંદજી તેમને વિશે કહે છે, ‘‘બિલાડાં-કૂતરાં અને વાંદરાને ખવડાવતા અને તેની સેવા કરતા આ સ્વામીને જોવા જેવા છે. આશ્રમ પૈસાની ખેંચ અનુભવે તે સમયે પણ તે તો માંદા કૂતરાને કીમતી ઈંજેક્ષનો આપતા હોય ! કેટલાયે કાગળો જવાબ આપવાના પડ્યા હોય ત્યારે પડોશનાં ભૂલકાંઓને તે બિસ્કિટ, પિપરમીટ દઈ ઉપદેશ આપતા હોય ! પોતાની જાતનું કામ કરવા સમય હોય તો પણ માંદા દરદી કે કોઈ જીવજંતુ કે રૂપાળાં ફૂલની માવજતનો તેમને સમય મળે છે ! જો સ્વામી ચિદાનંદજીનાં જ્ઞાન, શક્તિ અને ગુરુદેવના ચરણકમળના તેમના પ્રેમનો એક સહસ્રાંશ પણ મારામાં હોત તો હું ત્રોટકાચાર્યની સ્થિતિએ પહોંચ્યો હોત !'' સ્વામી હરિશરણાનંદજી કહે: “સ્વામી ચિદાનંદજી બિલાડી અને વાંદરાના અંત્યેષ્ઠિ સંસ્કાર કરે છે અને તે વખતે મંત્રો તેમ જ કીર્તન ગાય છે. આ છે નિષ્કામ સેવા; સકળ વિશ્વ પ્રત્યેનો પરમ પ્રેમ. ચિદાનંદજીની ભાવના છે કે જે કોઈના સંસર્ગમાં તે આવે તે નારાયણ જ હોય છે !'' શ્રી નારાયણ સ્વામીએ કહ્યું, “તેણે ઘણી કળાઓ હસ્તગત કરી છે. તે આદર્શ સાધક, આદર્શ શિષ્ય, ગરીબ અને માંદાનો બેલી છે. તત્ત્વવેત્તા, રાજયોગી અને સંત છે.'' Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ એક પ્રાદેશિક દિવ્ય જીવન પરિષદમાં એક ભક્ત સદ્દયતાપૂર્વક અને ભક્તિભાવથી કહ્યું કે તેની ઈચ્છા સિદ્ધઆત્મા પાસેથી ગુરુમંત્ર લેવાની હતી. સ્વામીજી આપ એવા સિદ્ધપુરુષ છો? સ્વામીજીએ જવાબ આપ્યો, “તો ગુરુદેવનો એક અદનો સેવક છું અને ઈશ્વરનો અણઘડ નોકર છું. મને ખબર નથી કે હું ઈશ્વર સાક્ષાત્કાર કરી ચૂક્યો છું કે નહીં. ઈશ્વર જ આ વાત જાણતો હશે. કેનોપનિષદ(૨. ૩)માં કહ્યું છે કે સાક્ષાત્કાર પામેલ પુરુષ આવી જાહેરાત કરવા જેટલો પણ અહં ધરાવતો નથી હોતો.'' સ્વામીજીના શબ્દો બતાવે છે કે તે આધ્યાત્મિક સ્તરે ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચવા છતાં ભગવાન અને ગુરુના ચરણમાં સર્વ ન્યોછાવર કરતા રહેલા. ૧૯૪૩માં હજી માંડ શ્રીધર આશ્રમવાસી થયો અને ૧૯૪માં તો ગુરુદેવ વિશે જેટલું જાણી શકાય તે જાણી "Light Fountain' – “પ્રકાશનો ફુવારો'એ નામનું પુસ્તક 'પ્રિઝમ'ના તખલ્લુસથી લખ્યું. સ્વામી શિવાનંદજીએ કહેલું કે, ““શિવાનંદનું પાર્થિવ શરીર મરશે પણ પ્રકાશનો ફુવારો' હંમેશાં જીવંત રહેશે.' ડિસેમ્બર ૧૯૪૭માં રાવસ્વામીજી બીમાર પડ્યા. ગુરુદેવે હવાફેર માટે નાગપુર મોકલ્યા. ત્યાંથી પાછા ફરતાં સ્વામી નિજબોધાનંદજી – જે જનરલ સેક્રેટરી હતા તે આ બોજો ઉઠાવવા શક્તિમાન રહ્યા ન હતા તેથી ૧૯૪૭થી જ તેમણે જનરલ સેક્રેટરી પદ સંભાળ્યું અને પૂરાં પંદર વર્ષ ૧૯૬૩ સુધી તે બોજ વહન કર્યો. જોકે સ્વામી ચિદાનંદજીનો જન્મદિવસ ૨૪ સપ્ટેમ્બરે આવતો હતો પણ ગુરુદેવે ફેરવીને તે ર૪ જૂને ઊજવવાનું શરૂ કરેલું, જેથી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શિષ્યપદનાં વીસ વર્ષો ૮ સપ્ટેમ્બરના પોતાના જન્મદિવસની નજીક થઈ જવાથી તેનું મહત્ત્વ ગૌણ ન થાય. ૩૯મો જન્મદિન ખાસ આનંદમંગળથી ઊજવેલો અને તેને “અધ્યાત્મ જ્ઞાનજ્યોતિ'નો સિરપાવ આપેલો. તે વખતે સ્વામી ચિદાનંદજીએ કહેલુંઃ ““આ એક ગુરુકૃપા છે. હું તો પૂતળું માત્ર છું. તેમાં કશી સુંદરતા દેખતા હો તો તેના મૂર્તિકારને યશ જાય છે.'' તેમની ઈચ્છા હવે એકાંતવાસ કરી, ધ્યાનમાં સમય ગાળવાની હતી. ગુરુદેવે તેમને બદરીનારાયણ જવા કહ્યું. ઓકટોબર ૧૯૫૬માં દસ દિવસ નર-નારાયણ જ્યાં નિરંતર તપ કરી રહેલ છે ત્યાં તેમણે વિશ્વશાંતિ અર્થે તપશ્ચર્યા કરી. ફરી પાછી સ્વામીજીને તપ કરવાની લગની લાગી અને ૧૯૫૮ના ઉનાળામાં તેઓ બીજી વાર બદરીનાથ ગયા. આ વખતે તેમણે નિર્વિકલ્પ સમાધિમાં જઈ પાર્થિવ દેહ છોડી દેવા ઈચ્છા દર્શાવેલી. પણ પ્રભુની ઈચ્છાને માન આપી તે ડિસેમ્બર ૧૯૫૮માં પાછા ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવે તેમને પશ્ચિમના દેશો તરફ - યુરોપ, ઈંગ્લેંડ અને ઉત્તર-દક્ષિણ અમેરિકાપોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા. નવેમ્બર ૧૯૫૯થી ડિસેમ્બર '૬૧ સુધી અનેક જગ્યાઓએ હિંદનો આધ્યાત્મિક વારસો સમજાવતા તેઓ ફર્યા. જાન્યુઆરી ૧૯૬૨માં સ્વદેશ પાછા ફર્યા અને સીધા ગુરુદેવ પાસે પહોંચ્યા. નવી દુનિયામાં બે વર્ષ બાવીસ વર્ષની દોડાદોડી જેવાં હતાં. સ્વામીજી ગુરુદેવની આજ્ઞા માગી અજ્ઞાત સંચર માટે પરિવ્રાજક Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ જીવન વિતાવવા નીકળી પડ્યા, તે હજુ નીકળતા હતા ત્યાં ગુરુદેવને ડૉ. શિવાનંદ અધ્વર્યુએ હૃદયથી અપીલ કરી અને સ્વામીજી રાજકોટ વબ્રાન્ચમાં થોડો સમય ગયા અને મુંબઈમાં એક ભક્તને ત્યાં જઈ રોજ માધુકરી લઈ અજ્ઞાતવાસમાં જીવન વિતાવવા લાગ્યા. મહારાષ્ટ્ર થઈ તેઓ બેંગલોર આવ્યા. મૈસૂર અને મરકરાથી સ્વામી કૃષ્ણાનંદજીની જન્મભૂમિ પદુર ગયા. ત્યાંથી તેમની માતા અને પોતાની જન્મભૂમિ મેંગલોર ગયા. ત્યાંથી દ્વત મતના પ્રતિપાદક માધવાચાર્યની જન્મભૂમિ ઊડીપી ગયા. દાસ પરંપરાના સંસ્થાપક પુરંદરદાસ પણ ઊડીપીના જ છે. ત્યાંથી મુકામ્બિકા અને કહાનગઢ થઈ કાનાનોર થઈ મદ્રાસ અને તિરુપતિ ગયા. અરુણાચલમ - શ્રી રમણ મહર્ષિની તપોભૂમિમાં જઈ પાવન થયા. તે અમેરિકાના નવા જગતમાં હોય કે શિવાનંદાશ્રમમાં હોય કે પછી અજ્ઞાત સંચરમાં પરિવ્રાજક જેમ રહેતા હોય, માંદા અને ગરીબની સેવાનો કોઈ મોકો તે જતો કરતા નહીં. આમ અનેક જગાઓ ફર્યા. પટ્ટામડાઈ પણ જઈ આવ્યા. કન્યાકુમારી જઈ વિવેકાનંદની યાદ તાજી કરી આવ્યા. ખૂબ ફર્યા બાદ ઊંડી સાધના કરવા ગંનાગપુરમાં રહ્યા. ૧૯૬૨ના ઑક્ટોબરથી મે ૧૯૬૭ સુધી ફકત બાજરાના લોટ પર રહી સાધનામાં પ્રવૃત્ત રહ્યા. મે ૧૯૬રમાં માંદા પડ્યા. મુંબઈ આવ્યા. ત્યાંથી ઠીક થઈ મથુરા અને દેહરાદૂન થઈ, હૃષીકેશને બાજુએ છોડી, બદરીનાથ તરફ ગયા પણ અધવચ્ચે જ ગુરુદેવને મળવાની ખૂબ ઉત્કટ Page #26 -------------------------------------------------------------------------- ________________ શિષ્યપદનાં વીસ વર્ષો ૧૦ ભાવના થતાં તે આશ્રમ પ્રતિ ખેંચાયા. આમ તપ અને અજ્ઞાત સંચરનો સમય અણધાર્યો પૂરો થયો. ૨૧ જૂન, ૧૯૬૩ના સ્વામીજી આશ્રમ પાછા આવ્યા. સાધારણ રીતે સ્વામીજી ગુરુદેવની બાજુમાં કદી બેસતા નહીં. તેમણે કદી ગુરુદેવ સામે બેસી શ્રુતિ - બોધ લીધો ન હતો. જરૂર પૂરતી જ વાતચીત કરી, આમન્યા જાળવતા. આ વખતે ગુરુદેવે સ્વામીજીને પોતાની પાસે લીધા અને શક્તિસંચાર કર્યો. હવે શિવાનંદ ચિદાનંદમાં સમાઈ ગયા. ચિદાનંદ શિવાનંદ સ્વરૂપ બની ગયા. હવે ચિદાનંદજીએ પાછા બદરીનાથ જવા ગુરુદેવની અનુમતિ માગી. સ્વામીજી તે જ દિવસે જવાની તૈયારીમાં પડ્યા પણ એવો ભારે વરસાદ પડ્યો કે તેમને રોકાઈ જવું પડ્યું. તે દિવસે સત્સંગમાં બધાના આગ્રહને વશ થઈને તેઓ ગયા. પાછા આવતાં ડૉ. દેવકી કુટ્ટીએ ગંભીરતાથી કહ્યું કે સ્વામીજીથી જવાશે નહીં કારણ ગુરુદેવને પક્ષાઘાતનો હુમલો થયો હતો. બહુ જ સ્વસ્થતાથી તેમણે નક્કી કરી નાખ્યું. ગુરુદેવની સેવા જ તે સમયે તેમનો ધર્મ હતો. - સ્વામીજી સારવારમાં રોકાયા. ગુરુદેવને સારું થવા લાગ્યું. સ્વામીજીના શબ્દોમાં ““મેં ફરીથી બદરીનાથ જવાની તૈયારી કરી. પણ સારી હાલતમાંથી સ્થિતિ વણસી અને મારે બદલે ગુરુદેવ ગયા. ...'' ૧૪મી જુલાઈ, ૧૯૬૩ની મધરાતે સ્વામીજી ગુરુદેવની પથારી પાસે ઉપનિષદનાં મહાવાક્યો બોલી રહ્યા હતા. થોડા સમય બાદ બહાર આવી સ્વામીજી બોલ્યા, “ખૂબ સુંદર જીવન તેઓ જીવ્યા. ઘણાનું જીવન તેમણે સુંદર બનાવ્યું.'' Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ એક પણ આંસુ સાર્યા સિવાય પણ ખૂબ ગહન અને ગંભીર અંતર્નિરીક્ષિત દષ્ટિ સાથે સ્વામીજી આશ્રમવાસીઓને દિલાસો આપતા રહ્યા અને બધું જરૂરી કામકાજ કરતા રહ્યા. ૧૮મી ઑગસ્ટ, ૧૯૬૩ના દિવસે ટ્રસ્ટીઓ મળ્યા. ઇચ્છા વિરુદ્ધ સ્વામી ચિદાનંદજીને પ્રમુખપદે બેસાડ્યા. હંમેશ જેવી જ નમ્રતા અને અનાટ્યવૃત્તિથી તેમણે કહ્યું, ‘‘બોજો ઉપાડ્યો છે, હવે ઉઠાવવો જ રહ્યો.'' પ્રમુખપદ સંભાળતાં તેમણે ગુરુદેવને પ્રાર્થના કરી. ‘ગુરુદેવના આત્માને મારી પ્રાર્થના છે કે સહૃદયતાથી સેવા કરવાની, ફરજના ભાનપૂર્વક કામ કરવાની અને તેને યોગ્ય જીવન જીવવાની મને શક્તિ આપે. નમ્રતાનો તેમ જ નિઃસ્વાર્થપણાનો અને સમર્પણબુદ્ધિનો અનુગ્રહ આ સેવક પર હંમેશાં વરસાવતા રહે !'' ૨૦ આ ભારતવર્ષની પવિત્ર ભૂમિ પર સદ્ગુરુરૂપે દિવ્યતાએ અનેક વાર અવતરણ કરેલ છે. યોગ્ય સમર્પણભાવવાળા શિષ્યો ખૂબ ગણ્યાગાંઠ્યા પાડ્યા છે. સ્વામી ચિદાનંદ એક આવા જવલ્લે જ મળતા પુષ્પ સમા હતા. તેઓ પોતાની અંદર સુગંધી લઈને આવ્યા. ગુરુદેવનાં કિરણો પામતાં જ એ પુષ્પ ખીલી ઊઠ્યું ને જગતને મઘમઘતું કર્યું. સ્વામી ચિદાનંદજી શરણાગતિ અને ગુરુભક્તિની પ્રતિમા છે. પવિત્ર ગુરુદેવથી એમને અળગા પાડી શકાય જ નહીં. માનવતાને શીખવે છે કે, ‘‘ઈશ્વર સર્વોચ્ચ પરમ ગુરુ છે, વિશ્વ સદ્ગુરુ છે, દશ્યરૂપે આ જગત ઈશ્વર છે. જગત ગુરુ છે, જીવન શિષ્યપદ છે, જગતની સેવા માટે જીવી, જગત પાસેથી જ્ઞાન પામવાનું છે. મોક્ષ અપાવનાર ધર્મ આ જ છે.’’ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪. ગુરુદેવ સાથેની યુગપ્રવર્તક યાત્રા સ્વામી ચિદાનંદજીએ અનેક વખત ભારતવર્ષના જુદા જુદા ભાગોની યાત્રા કરી છે. પરંતુ ૧૯૫૦ની ગુરુદેવ સાથેની અખિલ ભારત યાત્રા યાદ રહી જાય તેવી થયેલી. ગુરુદેવનાં ભાષણો પછી તેની પૂર્તિ કરવા અને સાદી ભાષામાં વેદાન્તનાં તત્ત્વો સમજાવવા, હૃદય હલાવી નાખે તેવી ભાષામાં પ્રવચનો કરવાનું સ્વામીજી માટે આવતું. જાતે નિદર્શન કરી યોગાસનો શીખવતા. ખૂબ મોટી સંખ્યામાં આવનાર પ્રેક્ષકો અને શ્રોતાઓની સામે બોલવા તેમ જ પ્રયોગો કરવાનો આ તેમને પહેલો મોકો હતો. હિંદુસ્તાનના ખૂણે ખૂણે તેઓ ફર્યો. વળતાં ત્રિવેન્દ્રમમાં સ્વામીજીએ સવારનો સત્સંગ ગુરુદેવની હાજરીમાં લીધો. ધ્યાનમાં સફળતા માટે તેમણે કહ્યું: ‘‘જુઓ પણ નીરખો નહીં, સાંભળો પણ કાન લગાવીને નહીં, અડકો પણ સ્પર્શે નહીં, ચાખો પણ સ્વાદથી નહીં.' આમ જીવવાથી દુન્યવી વસ્તુઓની લગન નહીં લાગે અને સાક્ષીભાવ જાગશે. સ્વામીજી જળકમળવત્ રહ્યા. શિવાનંદજીએ પ્રભુનો પયગામ પ્રજાને પહોંચાડ્યો. શિષ્ય ચિદાનંદજીએ ગુરુદેવની ઇચ્છા પ્રમાણે વર્તન કર્યું. બન્નેએ હિંદની પ્રજાને વેદવાક્યોની હાકલ પાડી અને યાદ ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ આપ્યું કે ત્રાષિમુનિઓનાં સંતાનો તરીકે તેમની, સંસ્કૃતિ માટે મરી ફીટવાની ફરજ હતી. ૫. નવી દુનિયામાં ૧૯૫૦ની અખિલ હિંદ યાત્રાથી ગુરુદેવને ખાતરી થઈ ગઈ કે વિશ્વભરમાં તેમનો સંદેશો પહોંચાડી શકનાર સ્વામીજી જ છે. જોકે સ્વામીજી પોતે તો હિમાલયની ગિરિકંદરાઓમાં, ઉત્તેગ શિખરો પર પરમ ધ્યાનમાં જીવન વિતાવતા હતા. ૧૯૫૮ના ઉનાળામાં બદરીનાથની યાત્રા માટે ગુરુદેવના આશિષ પણ મેળવ્યા. ત્યાં જઈ ઘણા માસ રહી, મંદિર બંધ થવાની ઠંડીના દિવસોની જાહેરાત થતાં તેઓ નીચે આવ્યા પણ તેમનું મન તો ઉપર જ ચોંટી રહેલું. ગુરુદેવે આ જોઈને સ્વામીજી ઉત્તર કાશી જઈને રહે તેવો પ્રબંધ કરેલો પણ વાનકુંવરથી સ્વામી રાધા આવ્યા અને ત્રણચાર માસ કોઈને કેનેડા મોકલવા કહ્યું. ગુરુદેવે સ્વામીજીને જવા આજ્ઞા કરી. આમ ઈશ્વર અને ગુરુની ઇચ્છાને શરણે તેઓએ કેનેડા જવા તૈયારી કરી. દરમિયાન સ્વામી રાધા બીમાર થઈ જતાં રજી નવેમ્બર, ૧૯૫૯ના રોજ સ્વામીજી દિલ્હીથી વિમાનમાં અમેરિકા જવા ઊપડ્યા. રસ્તામાં કેરોમાં ત્યાંની શાખાના મહમદ અબ્દ અલ્લાહ એલ મેહદીને ત્યાં ઊતર્યા. ઇસ્તંબૂલમાં પ્રખ્યાત પત્રકાર અલ રીઝા અકીસાનને ત્યાં ઊતરી, તુકના પ્રેસને મળ્યા. ન્યૂ યૉર્ક જતાં રસ્તામાં રોમ, સુઝલડૉફ અને લંડન ઊતર્યા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નવી દુનિયામાં ન્યૂ યોર્કમાં સ્વામી વિષ્ણુ દેવાનંદજી તેમને લેવા આવેલા. રજી ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ સ્વામીજી અમેરિકાના ટી.વી. પર ઝળક્યા. તેમણે ત્યાંની પ્રજાજોગ સંદેશો આપ્યો કે નિઃસ્વાર્થ સેવા, સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ, ઉદારતા, પવિત્રતા, ભક્તિ અને ધ્યાન આપમેળે અપવાદ સિવાય આત્મસાક્ષાત્કાર તથા જ્ઞાન અપાવશે. ગુરુદેવ શિવાનંદનો સિદ્ધાંત આ રીતે તેમણે સમજાવ્યો. પોતાની ઊંડી સદયતાથી, પરમોચ્ચ પવિત્રતાથી અને ગાઢ નમ્રતાથી સ્વામીજીએ ત્યાંની પ્રજા પર ન ભૂંસાય તેવી છાપ પાડી. તેઓ મિલવોંકી, મિનિયાપોલિસ, લૉસ એંજિલિસ, સાન ફ્રાન્સિસ્કો, મૉન્દ્રિયલ, હોર્ટલેન્ડ, પશ્ચિમ કેનેડાનાં અનેક શહેરોમાં ગયા. થોડો સમય પશ્ચિમ જર્મની જઈ પાછા લૉસ એંજિલિસ આવ્યા અને તે વિસ્તારમાં ફરીને ગુરુદેવના સંદેશનો પ્રચાર અને પ્રસાર કર્યો. માર્ચ ૧૯૬૧ સુધી - લગભગ દોઢ વર્ષ તેમણે ઉત્તર અમેરિકામાં યોગ અને વેદાન્તનું શિક્ષણ આપ્યું. ત્યાંથી ન્યૂ યૉર્ક અને લંડનમાં એક અઠવાડિયું ગાળ્યું. ત્યાંથી એપ્રિલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ઝુરિચ, બાઝલ અને બર્ન ગયા. પાપોના દર્શનાર્થે ઈટાલી ગયા. પછી ઉરુગ્વમાં મૉન્ટિવિડિયોમાં દિવ્ય જીવન સંઘની શાખા ખોલી (૨૭ જુલાઈ, ૧૯૬૧). ઑકટોબર ૧૯૬રમાં પાછા અમેરિકા જઈ ટફક્સાસમાં હુસ્ટન ગયા. જુદાં જુદાં સ્થળોએ સત્સંગો, પ્રવચનો, યોગના વર્ગો, વેદાન્ત પર ભાષણોની એક ઝડી વરસી રહી. ૧ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે તેમણે હિન્દુસ્તાન પ્રતિ પ્રયાણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ કર્યું. રસ્તામાં પૅરિસ તેમ જ ૫૦૦ માઈલની મુસાફરી કરી લુઝના ઝરાના પાણીની ચમત્કારિક અસર નિહાળી. જેરુસલેમ આવી, ત્યાંથી કેરો થઈ હિંદ પાછા આવ્યા. ૨૩ જાન્યુઆરી, ૧૯૬૨ના આશ્રમ પાછા ફરી, સીધા ગુરુદેવની કુટિરમાં તેમની ચરણરજ લેવા પહોંચી ગયા. બે વર્ષ પહેલાં ગુરુઆજ્ઞાથી તે પરદેશ ગયા. આ ગાળામાં તેમણે જે કંઈ મેળવ્યું, જે કોઈ સેવા કરી, માનવજાત પર જે અસર કરી તે બધું તેમણે ગુરુચરણે ધરી દીધું. ૬. વિશ્વયાત્રા ગુરુદેવની મહાસમાધિ બાદ સ્વામીજીની ફરજ આશ્રમની વ્યવસ્થા પર દેખરેખ રાખવાની, જુદી જુદી, દેશપરદેશમાં આવેલી અસંખ્ય શાખાઓ સાથે સંબંધ રાખવાની, અનેક ભક્તો અને સાધકોને દોરવણી આપવાની અને વિશ્વમાં ગુરુદેવનો સંદેશો ફેલાવવાની હતી. ગુરુદેવ શિવાનંદજીનો તેમને આદેશ હતો કે તેમનું શેષ જીવન લોકસંગ્રહ અર્થે સમર્પિત કરવું. હિન્દ બહાર સિલોનના ભક્તો તેમને પહેલાં ખેંચી ગયા. ૧૯૫૦માં ગુરુદેવ સાથે તે ગયેલા ત્યાર બાદ ૧૩ જૂન, ૧૯૬૫ના રોજ રતનાલન ઍરપોર્ટ પર સ્વામી સચ્ચિદાનંદજીએ તેમને આવકાર્યા. એક અઠવાડિયામાં તે કોલંબો, જાફના, ચુન્નકમ, ત્રિકોમાલી, બત્તીકોલા, કુરુeગાલા, કંડી, પેરાદેમિયામાં સિલોન યુનિવર્સિટી, નવલપિતિયા અને કતારગામમાં ફર્યા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિશ્વયાત્રા તેમણે એ વાત પર ભાર મૂક્યો કે જીવનનું ખૂબ જરૂરી કામ ઈશ્વરપ્રાપ્તિ હોવું જોઈએ. ઈશ્વરને પહોંચવાનો રસ્તો સત્ય, પવિત્રતા, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને અનુકંપા કેળવવાનો છે. બધી જ પ્રવૃત્તિ વચ્ચે ઈશ્વરનું સતત અનુસંધાન રાખવા તેમણે અનુરોધ કર્યો. દિવસમાં અવારનવાર જપ કરતા રહી, દરેક કામને ઈશ્વરાર્પણ લાયક બનાવતા જઈ તે ભાવથી કરતા રહેવા સ્વામીજી કૅન્ડી ગયા ત્યારે તેમનું બહુમાન કરવામાં આવ્યું. તેમણે કહ્યું, ‘‘એક સાધુ ઈશ્વરનાં ગુણગાન ગાવા જ જીવે છે. તે કદી માનઅકરામ ચાહે જ નહીં.'' માણસો તેના પ્રત્યે અહોભાવથી જોઈ રહેતા કારણ તેઓ જોતા કે આ ઈશ્વરનો ઓલિયો બોલે છે તેનાથી વધુ પાળે છે. લંકાના પ્રવાસને એક વર્ષ થયું અને સ્વામીજી મલેશિયા જવા ઊપડ્યા. સ્વામી પ્રણવાનંદજીના આગ્રહને વશ થઈ હિમાલયથી મલાયા વીસ દિવસ માટે ગયા. શિવાનંદાશ્રમ, બાહુ ગુફાઓમાં ૯મી એપ્રિલે શિવાનંદજીનું બાવલું ખુલ્લું મૂક્યું. ત્યાંથી તેઓ હોંગ કોંગ ગયા અને ૧૯૬૬ના ઉનાળામાં પાછા આશ્રમ આવ્યા. બે વર્ષ આશ્રમના વહીવટ પર દેખરેખ રાખીને ડરબનના સ્વામી સહજાનંદના આગ્રહને માન આપી ૨૩ મે, ૧૯૬૦ના રોજ આદિ શંકરાચાર્યના જન્મદિવસે દરિયામાર્ગે દક્ષિણ આફ્રિકા તરફ ઊપડ્યા. ૧૩મી મેએ ડરબન આવ્યા. ત્યાં શહેર તરફથી તેમનું બહુમાન કર્યું. શહેરીજીવનની ગડમથલની વચ્ચે રહીને દિવ્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ જીવન કેમ જીવવું તે તેમણે સમજાવ્યું અને કહ્યું કે સામાન્ય લોકોની રોજ-બ-રોજની જીવનવ્યવહારની રીત સાથે સાચી પવિત્ર જિંદગીનો સુમેળ બેસી શકે છે. કારણ માનવજીવનમાં દિવ્ય ચેતનાની અનુભૂતિ રહે તે જ દિવ્ય જીવન છે. ૧૯૬૮ના શિયાળાની શરૂઆત સુધી દક્ષિણ આફ્રિકા રહી, સ્વામી વેકટેશાનંદના આમંત્રણથી તેઓ મોરિશિયસ ગયા. ત્યાંથી પાછા રોડેશિયા આવ્યા. માલાવી (જૂનું ન્યાસાલેન્ડ)નું મુખ્ય શહેર બ્લાનટાયર પણ ગયા. ત્યાંથી ઝાંબિયા ગયા. ત્યાંથી નડોલા થઈ મૉમ્બાસા જવાના હતા કારણ ત્યાં એક મીટિંગને તે ઉદ્દબોધન કરવાના હતા પણ પ્લેન સીધું દારેસલામ જતું હતું. ઊઠ્યા તો ખરા પણ દારેસલામ જતાં ઝાંબિયન એરલાઇનને મૉબાસા ઊતરવા ફરજ પડી અને પ્લેન મોમ્બાસા ઊતરતાં ત્યાંનો કાર્યક્રમ સચવાઈ ગયો ! સ્વામીજીએ ભક્તોને જણાવ્યું કે ગુરુદેવ અકથ્ય મદદ કર્યા જ કરે છે ! દક્ષિણ આફ્રિકાથી પૂર્વ આફ્રિકા થઈ, પશ્ચિમ જર્મની અને રોમ ગયા. પશ્ચિમ જર્મનીમાં ડોર્સહોર્સનની સ્વામી શિવપ્રેમાનંદ સંચાલિત શિવાનંદ યોગ સ્કૂલ પર તેઓ ગયા. જર્મનીથી સ્વામીજી એસ્ટમ ગયા. ક્રિસ્ટમસ પછી લંડન અને પેરિસ થઈ, ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬૯ના રોજ પોપ પૉલ ‘૬'ને મળ્યા. શાંતિ, પ્રેમ અને આધ્યાત્મિકતાના દિવ્ય જીવન સંઘના આદર્શોના પ્રસાર માટે પોપ પૉલે સ્વામીજીને આશીર્વાદ આવ્યા. રોમથી ગ્રીસમાં ઍથેન્સ ગયા. એક હજાર વર્ષ જૂની સાધુશાળાઓમાં તેઓ રહ્યા. Page #34 -------------------------------------------------------------------------- ________________ વિશ્વયાત્રા ત્યાંથી એપ્રિલ ૧૯૬૯ બાદ અમેરિકા અને કેનેડામાં ઑકટોબર સુધી રહ્યા. ત્યાંથી દક્ષિણ અમેરિકાની ઘણી જગાઓએ ફર્યા જ્યાં યોગવર્ગોમાં તેમણે સમજાવ્યું કે યોગનાં આસનો કરનાર માણસ આધ્યાત્મિક ન હોય તેવું પણ બને. યોગ કંઈ ફકત માનસિક-શારીરિક વિજ્ઞાન નથી. આધ્યાત્મિકતા કેળવ્યા સિવાય યોગ ન થાય. સ્વામીજી ત્યાંથી વેસ્ટ ઇન્ડીઝ ગયા અને સ્વામી સચ્ચિદાનંદજીને મળ્યા. તેમના ચોપનમા જન્મદિન સુધી સ્વામીજી નવી દુનિયામાં વસ્યા. ત્યાંથી ફીજી થઈ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા ગયા. પર્થ, એડલેઈડ, સિડની, બ્રિસબેઈન અને અન્ય સ્થળોમાં આધ્યાત્મિક સ્પંદનો પ્રસારી ત્રણ અઠવાડિયાં રહ્યા. એડલેઈડ નજીકના સ્વામી કરુણાનંદજીના અરણ્ય નિવાસમાંનો તેમનો વસવાટ ખૂબ પ્રેરણાદાયી રહ્યો. જ્યારે ઈશ્વરાનુભૂતિવાળા મહાન આત્માઓ મળે છે ત્યારે તેમના શબ્દો અને હાવભાવ પણ ઘણું ઘણું કહી જાય છે. નવેમ્બર માસ ફિલિપિન્સ અને હોંગ કોંગમાં ગાળી, ૨૪ નવેમ્બરે મલેશિયા આવ્યા અને ત્યાંથી ૨૨ ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ પાછા હેડ કવાર્ટર્સ હૃષીકેશ આવી ગયા. આટલા લાંબા ગાળે પાછા આવતાં બાળક જેમ માને મળવા દોડે તેમ સમાધિમંદિરમાં જઈ ગુરુદેવ પાસે શાંતિમાં થોડો સમય ગાળી પાછા જાણે એક કે બે દિવસ જ બહાર ગયા હોય તેમ કામે લાગી ગયા. લોકો તેમને સ્થિતપ્રજ્ઞ કહે તેમાં શું નવાઈ ! વિશ્વની આ બીજી યાત્રા તેમની છેલ્લી નથી રહી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ અવારનવાર તે આવતાજતા જ રહે છે. ૧૯૭૨માં લેબેનોન, પશ્ચિમ જર્મની અને બર્લિન ગયેલા. ૧૯૭૩માં બીરત ગયા હતા અને ત્યાં યોગસૂત્ર પર યોગવિદ્યાર્થીઓને ભાષણ આપેલાં. ૧૯૭૫માં યોગશિક્ષક શિબિરમાં બહામા ગયા. ધર્મ અને શાંતિ માટેની એશિયન કૉન્ફરન્સ માટે ૧૯૭૬માં સિંગાપોર ગયેલા. અને પાછા સાત માસના લાંબા ગાળા માટે નવેમ્બર ૭થી જૂન '૭૮ સુધી દક્ષિણ આફ્રિકા અને યુરોપ ગયેલા. આખા વિશ્વમાં તે દિવ્ય જીવનની મૂર્તિ સમા પ્રેરણા આપતા ફરે છે; બીજા લોકો ભલે તેમને ભગવાનનો મહાન ફિરસ્તો કહે; તે તો પોતાની જાતને ગુરુદેવનું સોપેલ કાર્ય કરનાર પ્રેમનો સંદેશવાહક ઈશ્વર પિતા છે અને આપણે સૌ ભાઈ ભાઈ છીએ તેવી સમજણ પ્રસરાવતો સેવક જ ગણાવે છે. એક ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે પશ્ચિમવાસીઓ તેમને કોઈ દિવસ ચમત્કારો કે વરદાનોના માપદંડથી માપતા નહીં. તેમને સ્વામીજીની ભૌતિક હાજરીથી જે દિવ્ય આનંદ અને શકિત મળતાં તેની જ જરૂરત હતી. પશ્ચિમમાં સ્વામીજીએ એ વાત ખૂબ સ્પષ્ટ કરી કે આત્મજ્ઞાન માટેના સાધકોએ અન્ય વિશેનું જ્ઞાન મેળવવું જ પડે - જગત તેમ જ સમાજનું જ્ઞાન પણ જરૂરી બની રહે છે. યોગ આમ સર્વગ્રાહી પ્રક્રિયા છે. આધ્યાત્મિકતા વિશ્વસંસ્કૃતિ છે. માનવજાતનું આ અંતિમ ધ્યેય હોવું જોઈએ. સાદી ભાષામાં તેઓ સમજાવતા કે આ સર્વગ્રાહી દષ્ટિનું જ નામ યોગ છે. જે જાતની વિશ્વવ્યાપી દષ્ટિથી અને સાર્વભૌમ પ્રેમ તથા Page #36 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ સમજણપૂર્વક સ્વામીજી પુરાતન શાસ્ત્રોની વ્યાખ્યા આપતા તેનાથી ગમે તે જાત કે સંપ્રદાયના લોકોને ખૂબ સંતોષ થતો. એકીઅવાજે બધા જ જે તેમને મળતા અને જોતા તે કહેતા કે જે તે ઉપદેશે છે તે જ જીવે છે. આવા મનુષ્યો દુનિયાને ડોલાવી શકે. તેમણે જગતને બતાવ્યું છે કે બધા ધમનો આશય માનવતાને પ્રભુતા પ્રત્યે ઊંચે ઉઠાવવાનો જ છે. ધૂંધળી દષ્ટિવાળા, અશાંત, પશ્ચિમને ધીરગંભીર શાંતિની તેમણે ખાતરી કરાવી આપી. આધુનિક વ્યસ્ત કાર્યક્રમવાળા જીવનમાં પણ આધ્યાત્મિક ઉન્નતિ સુમેળથી સાધી શકાય તે તેમણે બતાવ્યું. હિમાલયની ઊંચાઈએ જેટલી આધ્યાત્મિકતા કેળવી શકાય તેટલી જ મહાનગરોના કૉન્ક્રીટના રાજમાર્ગો પર પણ કેળવાય તેની રીત તેમણે સમજાવી. હલકી, હિંસક દોડ કરતા સમાજને તેમણે આત્મવિલોપન અને આત્મત્યાગની મહત્તા સમજાવી, તેનામાં નવી શ્રદ્ધા પ્રેરી અને ઉચ્ચ દિવ્યજીવનનો અનેરો આનંદ દયમાં ઉતાર્યો. ૭. સત્સંગ બે દાયકા થયા સ્વામી ચિદાનંદજીએ વિશ્વમાં પરિભ્રમણ કર્યું છે અને ધૂમકેતુ માફક પોતાની પાછળ તેજોમય આધ્યાત્મિક જ્ઞાનનો વારસો જ્યાં ગયા ત્યાં મૂકતા આવ્યા છે. સંતો માટે સ્વામીજીને નાનપણથી જ ઊંડું આકર્ષણ રહેલ છે. તે માટે તેઓએ કદી ભગવો પહેરવેશ જ જરૂરી માન્યો ન હતો. ગાંધીજીએ તેમને જીવનભર પ્રેરણા પાઈ છે. નાનપણથી જ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ ગાંધીજીનાં સત્ય, અહિંસા અને પવિત્રતા શ્રીધરનાં રાહદર્શક તત્ત્વો રહેલાં. રક્તપિત્તિયાંઓની સેવા અને હરિજનોની ભક્તિ ખાસ ધ્યાન ખેંચે તેવાં તત્ત્વો છે. ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દી નિમિત્તે તેમણે કહેલું: “આ પૃથ્વી પર ખરા સંતના આગમનની શતાબ્દીનું આ ભાગ્યવાન વર્ષ છે. ગાંધી વર્ષ રામનામ વર્ષ છે, સત્યને આચરણમાં ચરિતાર્થ કરવાનું વર્ષ છે, જેમાં વચનો પાળવાં, આત્મનિરીક્ષણ કરવું, ઉપવાસ કરવા, પ્રાર્થના કરવી અને નિઃસ્વાર્થ સેવા કરવી - તેનો સમાવેશ થાય છે. ગાંધીજી મારે મન આ બધાંના પ્રતીક છે.'' જ્યારે આશ્રમમાં કૈલાસ આશ્રમવાળા મહામંડલેશ્વર સ્વામી વિષ્ણુદેવાનંદજી, ઉત્તર કાશીના સ્વામી તપોવન મહારાજ, દક્ષિણ હિન્દના કવિ યોગી મહર્ષિ શુદ્ધાનંદ ભારતી વગેરે સંતો આવતા ત્યારે ચિદાનંદજી જાતે જ તેમની સેવા કરતા. શરૂઆતનાં વર્ષોમાં સ્વામીજી બીમાર પડ્યા ત્યારે તેમને ગુરુદેવે હરદ્વાર મોકલેલા. ત્યાં બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય આત્માનંદજીનો સત્સંગ કરતા. સત્સંગનું મહત્ત્વ સ્વામીજીને ત્યારથી જ મનમાં ઠસી ગયેલું. એક વખત આંખ બળતી હતી તેથી ગુરુદેવે સ્વામીજીને સ્વર્ગાશ્રમ મોકલ્યા. ત્યાં પૂર્વાશ્રમના રિટાયર્ડ જજ પરમહંસ નારાયણ સ્વામીને મળી સત્સંગ કરી સત્ય અને પ્રિયભાષી બનવાનું, તેમ શુદ્ધ આહાર પર ભાર મૂકવાનું ત્યાંથી શીખ્યા. તાજેતરમાં મા આનંદમયીના સાન્નિધ્યમાં તેઓ ખૂબ પ્રેરણા મેળવતા. એકમેકને મળવાથી જે ભાવના થતી તે જુઓ તો જ જાણો ! Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સત્સંગ ગમે તેવી વિશ્વયાત્રામાં ગૂંથાયેલા હોય છતાં સ્વામીજી સંતસમાગમ શોધી લેવાનું ચૂકતા નથી. ઉત્તર હિન્દમાં નૈનિતાલના હનુમાનસિદ્ધ, નિમકરોલી બાબા માટે સ્વામીજીને ખૂબ ઊંડી લાગણી છે. કોચી કામકોટી પીઠના જગદગુરુ ચંદ્રશેખર સરસ્વતી માટે સ્વામીજીને ખૂબ માન છે. કલકત્તામાં ઍમહસ્ટ સ્ટ્રીટમાં મહામિલન મઠના ઠાકુર શ્રી સીતારામ દાસ ઓમકારનાથ મહારાજ જે મહામંત્ર કીર્તનના હિમાયતી છે તેની સ્વામીજી નમ્રતાથી સેવા કરે છે. બાબા ઓમકારનાથનાં દર્શન માટે સ્વામીજી ઉત્તર કાશી સુધી જાય છે. પવિત્ર માતા ક્રિષ્ણાબાઈ – રામદાસ આશ્રમ, કનનગઢનાં પ્રત્યે – તેમને પૂજ્યભાવ છે. સ્વામી શારદાનંદજી મહારાજ પણ એક સિદ્ધ મહાત્મા છે જે ગીતા ભવન દર વરસે આવે ત્યારે ચિદાનંદજીને મળવા બેએક દિવસ શિવાનંદાશ્રમ આવતા રહે છે. પરમાર્થ નિકેતનવાળા શ્રી સ્વામી શુકદેવાનંદજી અને ભજનાનંદજી મહારાજ અને શાંતિ આશ્રમવાળા સ્વામી ઓમકારજી મહારાજ સાથે આધ્યાત્મિક પ્રેમનાં બંધનો સ્વામીજીને હતાં. નૈમિષારણ્યવાળા જગદ્ગુરુ સ્વામી નારદાનંદજી તો સ્વામીજીને ગંગાની ધારા અને પ્રેમની ધારા કહે છે. એક સંત, પછી તે મઠમાં હોય કે જંગલમાં, પ્રજાજીવનમાં રહેતા હોય કે સંન્યસ્ત જીવન ગાળતા હોય, સ્વામીજી તેના પ્રત્યે હંમેશાં આકર્ષાય છે. પવનારમાં આચાર્ય વિનોબા ભાવેને પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ કોઈ ઉચ્ચ સંન્યાસીને છાજે તેવા જ ભક્તિભાવથી સ્વામીજી મળ્યા હતા. બાર વર્ષ મૌનસાધના કરનાર, ભુવનેશ્વરમાં કલ્પતરુ આશ્રમના સ્થાપક બાબાજી રામદાસ મહારાજના શિષ્ય, શ્રી ભાયાબાબાને, સ્વામીજી રામદાસ મહારાજની શતાબ્દી નિમિત્તે કોઈ અગાઉની ગોઠવણ સિવાય મળ્યા તે વખતનું, બને સંતો એકબીજાને દંડવત્ કરતા રહ્યા તેનું દશ્ય અદ્દભુત હતું. સંતસમાગમ અને સત્સંગની સ્વામીજીની ન છિપાય તેવી તૃષા જાણીતી છે. ૮, પદદલિતોના સાથી ચિદાનંદ સેવા અર્થે જ જીવે છે. પહેલાને ઊંચે ઉઠાવનાર અને માંદાના માયાળુ મિત્ર છે. આ જન્મજાત સંતના દિવ્ય હૃદયમાંથી બધા જ જીવંત પ્રાણીઓ માટે અખૂટ પ્રમાણમાં અનુકંપા કરે છે. હૃષીકેશ અને પાડોશના વિસ્તારોનાં રક્તપિત્તિયાઓના તે સાચા રક્ષક છે. ઘણા આધ્યાત્મિક મહાત્માઓ અને સંતો પોતે તાણ ભોગવી અન્યનો રસ્તો અજવાળવાનો ધંધો કરતા રહ્યા છે. પણ અપંગ અને માંદાની સંવેદનશીલ શારીરિક માવજત કરવા આખી જિંદગી તત્પર રહેનાર તો સ્વામી ચિદાનંદજી જ જોયા. ૧૯૪૩થી જ ચિદાનંદજી શિવાનંદ ઇસ્પિતાલમાં સેવા આપતા અને રક્તપિત્તિયાંની સેવાની તક ત્યાં આપમેળે જ આવી મળી. એક પંજાબી સાધુ રાતના દસ વાગ્યે રક્તપિત્તથી પીડાતો Page #40 -------------------------------------------------------------------------- ________________ પદદલિતોના સાથી ૩૩ આશ્રમ પહોંચ્યો. મા સિવાય કોઈ ન બતાવી શકે તેટલાં પ્રેમ અને લાગણીથી સ્વામીજીએ દરદીની માવજત શરૂ કરી દીધી. પંદર દિવસની સતત માવજતથી દરદીના ઘામાં પડેલ કીડા દૂર થયા. આ દરદી માટે તે મિત્ર, ડૉકટર, નર્સ રસોઈયો અને ઝાડુવાળો – બધું એકસાથે હતા. આ કમનસીબ સાધુનો ઝાડોપેશાબ પણ સ્વામીજી સાફ કરતા. આ બધું કરવામાં કોઈને આજુબાજુ ખબર પણ ન પડે તેની તકેદારી હતી; પોતાની જાતને આ માટે કોઈ અભિનંદનને પાત્ર તેઓ ગણતા ન હતા. તે કશી સેવાથી કંટાળતા ન હતા. અન્ય સાધુઓ હાંસી ઉડાવશે તેની પરવા કર્યા સિવાય આ દરદીને છેવટે સારું થયું ત્યારે જ તે જંપ્યા. ગુરુદેવ બધાને દાખલો આપતા કે સ્વામીજી કામને કેવી રીતે સેવા બનાવી દે છે તે જુઓ. ૧૯૫૦ની અખિલ હિંદ યાત્રાથી પાછા ફરી, મહેનત કરીને રક્તપિત્તિયાં માટે બ્રહ્મપુરીમાં કૉલોની માટે જમીન મેળવી. ૧૯પરમાં ચંદ્રભાગાના પૂરથી જ્યારે મુની-કી-રેતીની લેપર કૉલોનીને ખૂબ નુકસાન થયું ત્યારે એક કુષ્ઠનિવારક સમિતિ સ્થાપી અને ટીહરી-ગઢવાલનું પહેલું લેપ્રસી રિલીફ ઍસોસિયેશન સ્થાપ્યું અને બ્રહ્મપુરીના શ્રીગણેશ મંડાયા. સ્વામીજીની મહેનતથી સરકારી તંત્ર સાબદું થયું અને લેપરની સેવામાં, ગાંધી મેમોરિયલ લેપ્રસી રિલીફ ફાઉન્ડેશન, વર્ધાથી રવીન્દ્રકુમાર મિત્તલ નામે એક શિક્ષિત સેવક તેઓ મેળવી શક્યા. આમ એક નિઃસ્વાર્થ સેવાને જીવન સમર્પિત કરેલ સેવક કુષ્ઠ રોગીઓને મળ્યો. ૧૯૫૯માં બ્રહ્મપુરીમાં નવી લેપર કૉલોની બંધાઈ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ સ્વામીજીને ગુરુદેવે નવી દુનિયામાં યોગ, વેદાન્ત અને સનાતન ધર્મના પ્રસાર અર્થે મોકલ્યા તેથી આ સેવાની પ્રવૃત્તિને પણ જોમ મળ્યું. પેરિસની ફેશન નિર્માતા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મધર સીમોનેટ્ટા અઢળક પૈસા કમાતી હતી. તેણે આ સમાજથી તરછોડાયેલા બીમારોની વાત સ્વામીજીને મોઢે પૅરિસમાં સાંભળી અને તેણે પોતાની બાકીની જિંદગી આ સેવાકામમાં જ વિતાવવા નિશ્ચય કર્યો. શિવાનંદાશ્રમ આવી તે અનાથ અને સમાજથી હડધૂત થયેલ કુષ્ઠ રોગીઓની સેવામાં લાગી ગઈ. સ્વામીજી આવ્યા ત્યારથી આશ્રમમાં તો દવાખાનામાં કામ કરતા પણ પાડોશના પ્રદેશમાં આવી દવાની સગવડ ન હોઈ ઘેર ઘેર ફરી દવા પહોંચાડતા. સ્વામીજી આ આદિવાસી લોકોને ઘેરી જઈ તેમને જમાડતા, દવા આપતા અને તેમના ઘા પર મલમપટ્ટા બાંધતા. ૧૯૭૩ના વર્ષના પાછલા ભાગમાં સીમોનેટ્ટા, પીએર રેથનીએસ, હાન્સ અને સીતા ફ્રેન્કલે ઢાળવાળા લેપર કૉલોનીમાં પણ મદદ કરવાનું માથે લીધું. બેલ્જિયમનાં મિ. અને મિસિસ બૅલ નિઃસ્વાર્થ સેવાની વેદી પર બલિદાન દેવા આવ્યાં. સીમોનેટ્ટાએ ગરમ સ્વેટર, મફલર, જાજમ વગેરે વણવાનાં મશીનો ત્યાં વસાવ્યાં. ૧૯૭૫માં લક્ષ્મણલા કૉલોનીમાં દવાખાનું શરૂ થયું. ગિરધારી ઢાળવાળા કૉલોનીનો એક ગરીબ કુષ્ઠ રોગી હતો. તેને આંગળાં, નાક કે પગ ન હતાં. તેની પત્ની પણ કુષ્ઠ રોગી Page #42 -------------------------------------------------------------------------- ________________ પદદલિતોના સાથી ૩૫ હતી. તેને બધાં જ લોકોએ ધુત્કારી કાઢી અળગો કરી દીધેલો. અકારણ કરુણાથી પ્રેરાઈ સ્વામીજી ગિરધારીની વિશિષ્ટ સેવા કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી સ્વામીજી તેને ખાવાનું મોકલતા અને તેની બધી રીતે દેખભાળ કરતા. જ્યારે પરદેશ ગયા ત્યારે પણ સ્વામીજી ગિરધારીને યાદ કરી નવીન દવાઓ અને નાની ભેટો મોકલતા. ગિરધારી વધુ માંદો થયો. મરણપથારીએ પડેલ આ આત્મા મરવા પહેલાં સ્વામીજીનાં દર્શન નહીં થાય તેવી નિરાશાથી ખાવુંપીવું છોડી, ધાબળો ઓઢી પડ્યો રહેવા લાગ્યો. મધર ઇવૉન લબને આ ખબર પડી. તેણે તેને સમજાવ્યો પણ કંઈ ખાવા માન્યો નહીં. ત્યારે તેને કહ્યું કે સ્વામીજી તુરત પાછા આવવાના છે અને તેને મળવાની ઇચ્છા હોય તો પ્રવાહી લે. તરત જ તે પીગળી ગયો. સ્વામીજી પાછા આવે ત્યાં સુધી ગિરધારીના જીવવાની આશા ન હતી. પણ ઈશ્વરેચ્છાથી સ્વામીજી અઢી મહિના પહેલા પાછા ફર્યા. ગિરધારીની સ્થિતિથી વાકેફ થતાં તે સીધા તેની પાસે ગયા. નવું બ્લેકટ લઈ ગયેલા તે ઓઢાડી સ્વામીજીએ કહ્યું: ‘‘ગિરધારી, તું હવે શાંતિથી તારું શરીર છોડી દે.'' થોડો સમય ગિરધારી ગંભીર છતાં આનંદમાં રહ્યો અને તેણે તેનો માનવદેહ છોડી દીધો. આવાં તો નિઃસહાયને સહાય કરવાનાં અનેક ઉદાહરણો છે. તલસ્પર્શી હૃદયોર્મિથી પ્રેમપૂર્વક સેવા કરતા સ્વામીજી દરદીઓના દાક્તર જ નહીં, પ્રેમાળ માતાની ગરજ સારતા રહ્યા છે. તે કડક બાપ, મદદનીશ મિત્ર અને સૌથી વધુ તો પુનર્જન્મમાંથી છોડાવનાર સંત બની રહ્યા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૯. મહાન જાગૃતિકાર દુનિયાભરના અસંખ્ય ભક્તોને ચિદાનંદજી ખાતરી આપે છે: “આનંદમાં રહો. જિગરવાળા બનો. હું તમારી સાથે જ છું. શાશ્વત અંતર્યામી, મહાન અંતર્વાસી જેની સાથે આધ્યાત્મિક રીતે હું એક છું તે હું તારી અંદર પણ બિરાજેલો છું.'' આ ખાતરી સાથે અસતુમાંથી સમાં, અંધકારમાંથી પ્રકાશમાં, મૃતમાંથી અમૃતમાં ભક્તોને તે દોરી જાય છે. પોતાની અગાધ અનુકંપાથી, પ્રભાવી પવિત્રતાથી, હૃદયંગમ ભજનોથી દિવ્ય ઉપદેશથી તે આધુનિક જમાનાના ભૌતિકવાદીઓને વીજળીના આંચકા આપી જગાડે છે. ૧૯૪૯માં સ્વામીજીએ સંન્યાસ લીધો ત્યારથી આળસુ અને બેધ્યાને પ્રજાને જગાડવાના મહાન કાર્યમાં તે લાગી ગયા છે. સાચો નિર્ણય કરીને, સાચા પંથે પડીને, આત્મસાક્ષાત્કાર પ્રતિ તેઓ સૌને દોરી રહ્યા છે. શરૂઆત થઈ પટણાની દિવ્ય જીવન સંઘ, બિહાર શાખાઓની પરિષદના ઉદ્ઘાટનમાંથી. લગભગ આખું બિહાર તેઓ ફર્યા અને પ્રજાને જગાડી આધ્યાત્મિક રસ્તે વાળી.. ૧૯૫૩માં હૃષીકેશમાં સર્વધર્મ પરિષદ યોજાઈ તેમાં બધી બેઠકોનું સંચાલન તેમણે સંભાળેલું. સ્વામીજી પોતાના વતી દિવ્ય જીવન પરિષદોનું પ્રમુખસ્થાન લેવા બધી જગાઓએ સ્વામી ચિદાનંદજીને જ મોકલતા. ૮મી અખિલ હિન્દુ દિવ્ય જીવન પરિષદ કલકત્તામાં ભરાઈ તેમાં જવા સ્વામીજીને બદરીનારાયણ ગયેલા ત્યાંથી પાછા ફરવું Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાન જાગૃતિકાર પડેલું. પહેલી જ સભાને સંબોધતાં તેઓએ કહ્યું: ““નિત્ય પરિપૂર્ણ, નિત્ય શુદ્ધ, પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા, સર્વશક્તિમાન આત્માનાં દશ્ય સ્વરૂપો !' આ સંબોધનોએ જેમ શિકાગોમાં સ્વામી વિવેકાનંદનાં સંબોધનોએ સર્વને અવાક બનાવી દીધા હતા તેવી જ અસર કરી. શબ્દો વપરાયા તેના કરતાં તેની પાછળનું આધ્યાત્મિક દબાણ અને દિવ્ય અનુગ્રહ જ આવી ભવ્ય સચોટ અસર પાડી શક્યાં હશે. સ્વામીજીએ કહ્યું કે દિવ્ય જીવન પરિષદનું પ્રયોજન પ્રજાના હૃદય અને મનમાં દિવ્યભાવ, આત્મિક એકતા, વૈશ્વિક ઐક્ય, ભક્તિ, ભાઈચારો અને પ્રેમ વિકસાવવાનો છે. તેમણે કહ્યું: ‘‘ઈશ્વરનાં સર્જનના શિરતાજ જેવો માનવ મહાન બુદ્ધિશકિત ધરાવે છે છતાં તેના સ્વાભાવને તે વફાદાર રહેતો નથી. સ્વાર્થ માટે તેની બુદ્ધિની વેશ્યાવૃત્તિ તે કરે છે. તેની વિષયોપભોગની માગણીઓને તે તાબે થાય છે અને આ દુનિયાને દુઃખ અને દર્દની ખાણ બનાવી નાખે છે.'' દિવ્ય જીવન કોઈ ગૂઢ બાબત નથી. નિઃસ્વાર્થપણું અને આત્મજ્ઞાન, લોકોની સેવા અને પ્રભુભજન દિવ્ય જીવન છે. સ્વામીજીની હૃદયથી કરેલ અપીલની ઊંડી અસર થઈ અને લાંબો વખત ટકી. ૧૯૭૪માં જ્યારે સ્વામીજી રજતજયંતી વખતે પાછા આવ્યા ત્યારે કલકત્તામાં લાખો લોકો તેમનાં દર્શને ટોળે મળેલા. સીતારામદાસ, ઓમકારનાથ, વેદવ્યાસાનંદ, શુદ્ધાનંદ ભારતી અને ચિન્મયાનંદજી જેવા સંતોએ આ પ્રસંગે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ ચિદાનંદજીના વૈયક્તિક પ્રેમને કારણે હાજરી આપેલી. ઓમકારબાબાએ સ્વામી ચિદાનંદજીને દશ્યમાન શિવાનંદજી કહેલા અને વેદવ્યાસાનંદે તેમને આધુનિક વિવેકાનંદ તરીકે સંબોધ્યા. સ્વામીજીએ તે વખતે સમજાવ્યું કે માણસનું એકેએક કર્તવ્ય તેને ઈશ્વર પ્રત્યે લઈ જનાર બનવું જોઈએ. આ જીવનને ફેકી દેવાનું નથી, તેને સુધારવાનું છે. ૧૯૬૪માં, ૧૭મી દિવ્ય જીવન પરિષદમાં, તેઓ પહેલી વાર પંજાબ ગયા. તે વખતે માનવમહેરામણ પર તેમના કારના નાદની જાદુઈ અસર થયેલી. અમૃતસરના સ્વામી નિર્મળમહારાજે જાતે આ અવર્ણનીય અસર વિશે ઉલ્લેખ કરેલો. ૧૯૬૫માં ૧૮મી અખિલ હિન્દ દિવ્ય જીવન પરિષદ મૈસૂરમાં ભરાઈ. તેમાં પુરી અને દ્વારકાના શંકરાચાર્યોએ દિવ્ય જીવનના પ્રસારમાં મદદરૂપ થવા ખાતરી આપી હતી. ત્રણ વર્ષની વિશ્વયાત્રા બાદ, ૧૯૭૧માં આંધ્ર પ્રદેશમાં ૨૧મી અખિલ હિંદ દિવ્ય જીવન પરિષદમાં તેઓએ હાજરી આપેલ. તેમણે લોકોને હાકલ કરી: “આત્માને ભૂલીને નિદ્રામાં પડેલા ઓ જીવ ! જાગો. તમારો ઈશ્વર સાથેનો નાતો ભૂલશો નહીં.' જનરલ કરિયપ્પા તથા ગવર્નર ખંડુભાઈ દેસાઈ અને મહાન સંતો તથા ભક્તો અહીંની પરિષદમાં હાજર રહેલા. સ્વામીજીએ શ્રોતાઓને અનુરોધ કર્યો: ‘‘ઈશ્વર સાક્ષાત્કાર માટે મળેલો માનવદેહ એળે ન જાય તેની કાળજી લેજો. દરેક સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે સમય દોડતો જાય છે. દરેક ક્ષણ વીતતી જાય છે. બધો જ આનંદ-ઉત્સવ અયોગ્ય છે. એક વર્ષ વીતી ગયું. જાતને પૂછો: મેં શું કર્યું? અમૂલ્ય માનવ દેહ મેળવી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મહાન જાગૃતિકાર હું શું કરી રહ્યો છું ! નદીનો સ્વધર્મ છે સમુદ્ર પ્રતિ પ્રયાણ, જીવનો સ્વધર્મ છે પરમાત્મા સાથેનું મિલન. જીવાત્માએ પાછું ઘેર પહોચવાનું છે.’' બેંગલોરની ૧૯૭૫ની પરિષદમાં સ્વામી વિશ્વેશ્વરતીર્થ, શિવ બાલયોગી, શુદ્ધાનંદ ભારતી વગેરે વચ્ચે સ્વામીજી અદ્ભુત પ્રકાશતા હતા. સદ્ગુરુ શિવાનંદજીના જીવંત કોટાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું: ‘‘માનવહૃદયમાં રહેલ સદાચાર અને ભારતવર્ષની યોગપરંપરાનું આમ ઉદ્ઘાટન થઈ રહ્યું છે.'' તેમણે કહ્યું: એક સર્વોત્તમ આત્માને માનવજાત પૂજી રહેલ છે. કોઈ તે અલ્લાહ, કોઈ ખુદા, કોઈ અહુરમઝ્હ, કોઈ તાઓ કહે છે. તે જ છે જેને નિરીશ્વરવાદીઓ નકારે છે. બાઇબલ, કુરાન, ગ્રંથસાહેબ અને વેદોમાં તેનાં વખાણ ગાયાં છે. સ્યાનાગોગ્સ, ચર્ચો, મસ્જિદો અને મંદિરોમાં તે પૂજાય છે. પરંતુ તેનું સૌથી મહાન મંદિર તો માનવ-હૃદય છે. દરેક જીવ માટે અનુકંપા હોવી જોઈએ. પ્રાણીમાત્ર પ્રત્યે અને આપણી આસપાસ ઊગતા ઘાસ પ્રત્યે પણ હમદર્દી હોવી જોઈએ. આપણું જીવન પ્રેમ અને સેવા માટે જ ગાળવું જોઈએ. તેનામાં આધ્યાત્મિક ભૂખ જાગવી જોઈએ જેથી તે જપ કરવા, ધ્યાન ધરવા, શાસ્ત્રાભ્યાસ કરવા બેસે. ઈશ્વર અને સંતોની કૃપાથી જ આ ભૂખ જાગે. તે ખરીદી શકાતી નથી. ૧૯૫૬માં કટકની ઊડતી મુલાકાતે ગયા ત્યાર બાદ ૧૯૬૬માં ઓરિસા જવાનું બન્યું. જગન્નાથજીના મંદિરમાં તેમણે ચૈતન્ય મહાપ્રભુની યાદ તાજી કરાવતું હૃદયંગમ કીર્તન કર્યું. પછી તો ૧૯૬૭-૬૮ અને ૧૯૭૧માં પણ સ્વામીજી ઓરિસા ગયા. તેમણે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ ઇચ્છા પ્રદર્શિત કરેલી કે ગુરુદેવનો દરેક શિષ્ય નિત્ય નિરંતર પૂજારી હોવો જોઈએ. સતત નામસ્મરણ તેની આદત હોવી જોઈએ. રૂડકેલાની ઔદ્યોગિક વસાહતમાં તેમણે કહ્યું: ‘‘માણસની મહાન ફરજ છે - પોતાના દિવ્ય સ્વભાવને ઓળખવો, રોજ – બ-રોજનાં જીવનમાં પોતાના દિવ્ય સ્વભાવને પ્રદર્શિત કરો. આચરણ શુદ્ધ રાખો. સત્યવાદી બનો, સતત ઈશ્વરનું સ્મરણ રાખો. તમારાં દરેક કૃત્યને આધ્યાત્મિક ઓપ આપો. 99 મલયેશિયાથી ઊડીને સ્વામીજી ઓરિસાની રરમી અખિલ હિંદુ દિવ્ય જીવન પરિષદમાં હાજરી આપવા સાંબલપુર આવેલા. પાછા ૨૩મી પરિષદમાં પછીના વર્ષે ભુવનેશ્વર આવ્યા. તેમના સાધકોને વિચાર કરી મૂકતા સંદેશામાં તેઓ કહે છેઃ ‘‘હા ! મારા વહાલા મિત્રો ! કેટલી પ્રાર્થના કરી કે મંત્રો જપ્યા તેનાથી નહીં, કેટલા દીવા પ્રગટાવ્યા કે આરતી કરી તેનાથી નહીં, કેટલો ઘંટારવ કર્યો કે પુસ્તકો વાંચ્યાં તેનાથી પણ નહીં, પરંતુ હૃદયમાં કેવી ઊર્મિઓ વિકસાવી, કેવા શબ્દો તમે બોલ્યા, અને જેની સાથે જીવનમાં સંસર્ગમાં આવો તેની સાથે કેવો વર્તાવ કર્યો તેના દિવ્ય માપથી ઈશ્વર તમને માપે છે.’ "" આમ હિંદભરના સુષુપ્ત આત્માઓને જગાડીને તેમને ફરજના પંથે વાળવામાં સ્વામીજીએ અથાગ મહેનત લીધી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વિરલ દિવ્ય વ્યક્તિ ગુરુદેવ કહેતા : ““સ્વામી ચિદાનંદને તમારે સૌએ ગુરુ માનવા જોઈએ. હું પણ તેમને ગુરુ જેવા ગણું છું. તેમની પાસેથી હું અસંખ્ય બાબતો શીખ્યો છું. હું તેમને ચાહું છું, તેમને પૂજું. છું.' આ કંઈ છરકતાં કરેલ હદથી વધુ ઉદાર વખાણ નથી. કહેવાય છે કે પૃથ્વી પર નિત્ય સિદ્ધ સંતો જગતને માર્ગદર્શન આપવા અવારનવાર આવતા રહે છે. ઈશ્વરના ફિરસ્તાઓની રીતો અનોખી હોય છે. પશ્ચિમના દેશોમાં સ્વામી ચિદાનંદને હિંદના સંત ફ્રાન્સિસ તરીકે લોકો પૂજે છે. આસીસીના સંત ફ્રાન્સિસની પ્રાર્થના પ્રમાણે સ્વામીજીએ જીવન ઘડ્યું છે. તેમનાં હૃદયસ્પર્શી સંકીર્તનો અને પ્રાણીમાત્ર પ્રત્યેના પ્રેમને કારણે કેટલાક તેમને આધુનિક ચૈતન્ય મહાપ્રભુ તરીકે ઓળખાવે છે. તેમનું હૃદય બુદ્ધ જેવું નિર્મળ, પ્રકાશિત અને પોચું છે. દુઃખી પ્રાણીને દેખતાં જ તે દ્રવી ઉઠે છે. ઊંડી સહાનુભૂતિ અને લાગણીથી તે સભર છે. બિલ્વપત્ર તોડવા જતા ભાઈઓને ઝાડ પરથી પાન તોડવામાં પણ કોમળતા દાખવવાનો તેમનો આગ્રહ હોય છે. સ્વામી વેંકટેશાનંદ કહે છે: “તેનું વર્ણન કરવા મથશો નહીં, તમે નિષ્ફળ જશો. મૌન બ્રહ્મવાચક છે.'' ચિદાનંદજી ગુરુભક્તિનો ઉત્કટ નમૂનો છે. કોઈ સદ્ગુરુના ચરણે બેસીને સ્વામીજી ઉપનિષદ વિગતે શીખ્યા નથી. મોટા સ્વામીજી કહેતાઃ ““ઉપનિષદો તેનાં હૃગત છે. ચિદાનંદજી તો બ્રહ્મસૂત્ર અને ગીતાની જીવતી જાગતી પ્રતિમા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કષીકેશ દાખલારૂપ જીવનથી સ્વામીજી શીખવે છે કે ગુરુભક્તિની ઢાલથી શિષ્યોએ પોતાનું રક્ષણ મેળવવું જોઈએ. એક વખત તેમનાં વખાણ થતાં સાંભળી તેમણે કહ્યું, ‘‘તમે સૌ પૂતળાને વખાણો છો. મહિમા તો ઘડવૈયાનો છે. પૂતળામાં દેખાતું જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય તો મૂર્તિકારનું છે. સ્વામી શિવાનંદજી મહારાજ મૂર્તિકાર છે.'' સ્વામીજીનો પ્રયત્ન હંમેશાં પોતાની જાતને ભૂંસી નાખવાનો, શૂન્યવત્ બની જવાને, ગુરુદેવની મહત્તા આગળ ધરવાનો રહ્યો પોતાને માટે બ્રહ્મચર્ય, તપ, આત્મત્યાગ અને કડક વ્રત પાલન રાખતા. અન્યને મિત્રતાભરી સલાહ, ભાઈ જેવો ભક્તિભાવ અને માતાની સંભાળ આપતા. સહૃદયી, નિઃસ્વાર્થ સેવાથી ઉદંડ, જિદ્દી માણસોનું હૃદયપરિવર્તન થાય છે. કર્મયોગ વિશે સૂચનો' નામના ચોપાનિયામાં ગુરુદેવ લખે છેઃ ““આવાં બધાં કમોંથી તમારું હૃદય શુદ્ધ થશે, તમારું હૃદય વિશાળ થશે. ઈચ્છાશકિત મજબૂત થશે. આત્મજ્ઞાન મેળવવા તમારું મન તૈયાર થશે.'' સ્વામીજીની એ મહેચ્છા છે કે દારૂની બદી આપણા દેશમાંથી તદ્દન નીકળી જાય. ૧ નવેમ્બર, ૧૯૭૧ના રોજ કીર્તન કરતા દારૂબંધીની પદયાત્રા પર તેઓ ગયા. તેમણે જણાવ્યું: ““સંપૂર્ણ દારૂબંધી માટેનાં પગલાં ઈશ્વરભક્તિ છે. નિમ્ન ઈચ્છાઓવાળા માણસો માટે મોક્ષ તો દૂર દૂરનું સોણલું છે. તાતી જરૂરિયાત તો ચોરી, દારૂ, દંભ અને જૂઠાણાંથી તેમને મુક્તિ અપાવવાની છે.'' સ્વામીજીની વડીલોની મર્યાદા, બહેનો પ્રત્યેની Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વિરલ દિવ્ય વ્યક્તિ ( ૪૩ વિનયશીલતા, બાળકો માટેનો પ્રેમ હૃદયદ્રાવક અને ઉદાહરણીય બની જાય છે. એક વખત ગુરુદેવના માનમાં દિલ્હીમાં જસ્ટિસ પતંજલિ શાસ્ત્રીના અધ્યક્ષપણા નીચે મેળાવડો યોજાયેલો. જનરલ સેક્રેટરી, સ્વામીજી ત્યાં પહોંચ્યા ત્યારે હૉલ ખીચોખીચ ભરેલો. પ્રવેશદ્વાર પાસે પણ બહેનો બેઠેલી. સ્વામીજીને વ્યવસ્થાપકોએ આગળ જવા કહ્યું. તેમણે ના પાડતાં કહ્યું કે બહેનોને તકલીફમાં મૂકવી યોગ્ય નથી. પ્રસંગ નાનો છે પણ સ્વામીજીની અન્યને તકલીફ ન પહોંચાડવાની વૃત્તિ આમાં તરી આવે છે સ્ટેશન પર એક બાઈ ભારે બોજ ઉઠાવી મહામહેનતે જતી હતી. ભક્તોને આઘા કરી, સ્વામીજીએ તે બાઈ પાસેથી બૅગ ઉપાડી લીધી. નાનો એવો આ દાખલો પણ જેણે બનતો જોયો તેને સેવા માટેની સ્વામીજીની તત્પરતા, શિષ્ટાચારનું કુદરતીપણું, કાર્યની સહજતા અને નમ્રભાવ ધ્યાન ખેંચે તેવાં લાગ્યાં. તેમનો મત છે કે આધ્યાત્મિક પથ પર માણસ કેટલો આગળ વધ્યો છે તે તેના તાબેદારો, નીચલી કક્ષાના માણસો, અગણ્ય પ્રાણીઓ પ્રત્યેના વલણમાં દેખાઈ આવે છે. અનેક નાનામોટા પ્રસંગો સ્વામીજીના જીવનમાં નોંધાયા છે જે પહેલી દષ્ટિએ ચમત્કાર જ લાગે. સ્વામીજીને અન્ય માટેની જે દરકાર, પ્રેમ અને સેવાની લાગણી તથા અનુકંપા છે તેને લઈને ઈશ્વર સંજોગો જ એવા કરી દેતો લાગે છે જ્યારે સામાની ઈચ્છા અણધાર્યા, ન બની શકે એવા સંજોગોમાં પણ પૂરી થાય છે. સ્વામીજીએ આ ચમત્કાર સર્યો એમ કહીએ તો તે એટલું જ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ કહે કે તમારી ભક્તિ એટલી ઊંડી અને ઉત્કટ છે કે ઈશ્વરને આ વ્યવસ્થા કરી, તમારી ઈચ્છા ન બને તેવા સંજોગોમાં પણ પૂરી કરવી પડી ! ૧૯૭૭માં લખનૌમાં સ્વામી ચિન્મયાનંદજીનો ગીતાજ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. તેમણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવ્યાં. પ્રો. વમ કરીને એક શ્રોતાએ પ્રવચન બાદ સ્વામી ચિન્મયાનંદજીને પૂછ્યું કે તમે વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ ચોપડીના આદર્શ જ છે કે દુનિયામાં તમારા ધ્યાનમાં કોઈ આવી વ્યક્તિઓ છે? આ વિદ્વાન સાધુ સહેલાઈથી ખુશામતના રસ્તે જોતા પણ નથી. ગંભીરતાથી વિચારપૂર્વક તેમણે કહ્યું: “હા, આવી વ્યક્તિઓ છે. એક છે મા આનંદમયી, બીજા છે સ્વામી ચિદાનંદજી. આવી વ્યક્તિઓનાં દર્શન કરી પાવન થવું જોઈએ.'' જીવનના અનેક પ્રસંગો વર્ણવી શકાય, જેમાં સ્વામીજીની માનસિક સમતુલા - સુખદુ:ખમાં, શરદી-ગરમીમાં, લાભહાનિમાં, હાર-જીતમાં, માન-અપમાનમાં કદી ડગી ન હોય ! સ્વામી વિષ્ણુદેવાનંદ સાથે વાલમોરીનમાં હતા ત્યાં તેમની કોટડીને આગ લાગી. તેમની બધી જ જરૂરી, મોઘી, કામની વસ્તુઓ બળી ગઈ. તેમણે એટલી સ્વસ્થતાથી સ્વામી વિષ્ણુને આ વાત વર્ણવી કે થોડો સમય સ્વામી વિષ્ણુ અને એક રમૂજ જ માનતા રહ્યા. સ્વામીજી કહે તે કોટડીમાં બેત્રણ કરોળિયા હતા તે પણ બળી ગયા હશે તેનું તેમને દુઃખ હતું ! કેટલી અદ્વિતીય સંવેદનશીલતા ! કેટલું મનનું સંતુલિતપણું! પ્લેનો અને ટ્રેનો મોડાં થવાનાં, પ્લેનોના રૂટ ફરી જવાના, અને Page #52 -------------------------------------------------------------------------- ________________ વિરલ દિવ્ય વ્યકિત - ૪૫ એવા અનેક દાખલા બન્યા છે તેથી સ્વામીજી ભકતો માટેના પ્રેમને કારણે તેઓ ઇચ્છે તે માગણી સંતોષી શકતા ઈશ્વર આવા સંજોગો તેના પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવનાને કારણે જ બનવા દેતા હશે ને ? ગીતામાં વર્ણવેલા યોગી, સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાની કેવા હોય તે તાદશ જોવા સ્વામીજીના જીવનના અનેક પ્રસંગો અને સંજોગો બનતા જોવા પડે. મહામૃત્યુંજય મંત્રની શક્તિનાં દર્શન સ્વામીજીએ લાખો માણસની મેદનીમાં કલકત્તામાં કરાવ્યાં, બધા જ શ્રોતાઓને સ્વામીજીએ એક ભાઈની બીમારીમાં મદદ કરવા પ્રેમપૂર્વક, શ્રદ્ધાથી પરોપકારાર્થે હૃદયપૂર્વક મહામૃત્યુંજય જપ ૧૦ વખત સભામાં બોલવા કહ્યું. બધાએ આમ કર્યું અને ઘણા અંતરે રહેલા આ બીમાર સજ્જનને તરત ફાયદો થયો. આમ મૃત્યુંજયનો હૃદયપૂર્વકનો પાઠ શું કરી શકે તે સ્વામીજીએ ચરિતાર્થ કરી બતાવ્યું. તેમના જીવન દ્વારા તેઓ એ સત્ય દર્શાવે છે કે પ્રભુ સર્વત્ર છે. તે જે કંઈ કરે તેના દ્વારા તે માનવતાને શીખવે છે કે આ વિશ્વ ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ છે, દિવ્ય તત્ત્વ તેમાં ઓતપ્રોત છે. તેમણે એક બાળકને અન્નપ્રાશન કરાવેલું તે પ્રસંગે એમ હૂબહૂ દેખાયેલું કે બાળકને તેમણે બાલકૃષ્ણ રૂપે જ ખવડાવેલું! ખવડાવવાનો પાર્થિવ પ્રયોગ ઈશ્વર માની કરવાનો જ અહીં સવાલ ન હતો. ખવડાવવાનો વિચાર પોતે જ ઈશ્વરને ખવડાવતા હોવાને થઈ જાય તો નાનાં ભૂલકાંઓમાં ઈશ્વરનાં દર્શન થાય ! પોતાના નિજી ઉદાહરણથી તે બોધ આપે છે કે સાધકે માનવમાં માધવ જોવાનો છે અને માનવતામાંથી દેવત્વ પ્રતિ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી ઋષીકેશ જવાનું છે. સ્વામીજી દુનિયાના લોકો વચ્ચે ફરિસ્તા તરીકે આવ્યા છે તે એમ સમજાવવા કે માનવે દાનવ બનવાનું નથી, માનવતામાંથી દેવત્વ તરફ જવાનું છે. જીવનનો આ જ મુખ્ય હેતુ છે. ૧૧. જ્ઞાનનો ભંડાર ચિદાનંદજીએ તેમના હિમાલયના સાધના કાળના અને અજ્ઞાત સંચરના સમય સિવાય બધો જ સમય અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાઈ, જુદા જુદા ભાગના લોકોને દિશાસૂચન મળે તેવું વિવિધ લખાણ કર્યું છે. તેઓ આશ્રમમાં આવ્યા તે જ વરસમાં, ‘લાઈટ ફાઉન્ટન' - “પ્રકાશનો કુવારો' નામથી, ગુરુદેવની જીવની લખી. તેમાં તેમણે બતાવ્યું છે કે આધ્યાત્મિક સત્યો શાસ્ત્રોનાં પાનાં પર લખાયેલાં વાક્યો નથી પણ ગુરુદેવ જેવા સંતોના જીવનની હોવાની અને કરવાની બાબતો છે. ૧૯૫૩માં નવરાત્રીના નવ દિવસમાં દેવી માહાભ્યની ઊંડી સમજ આપતું, જીવનમાં તેને કેમ ચરિતાર્થ કરવું તેની સમજણ આપતું, “ઈશ્વર માતૃસ્વરૂપે' God as Mother નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં તેઓનાં નવ સંભાષણોનો સંગ્રહ છે. ગુરુદેવની દિવ્ય પ્રતિભાને સમજાવતું પુસ્તક ‘જગદ્ગુરુ શિવાનંદ' ૧૯૫૭માં પ્રગટ થયું જે તેના ૧૯૪૬ના “કૌશિક' તખલ્લુસથી લખેલા લેખોનો સંગ્રહ છે. સંગ્રહાલયની રીતનો ઉપયોગ કરી સ્વામીજીએ ‘યોગ Page #54 -------------------------------------------------------------------------- ________________ '' જ્ઞાનનો ભંડાર તેના માર્ગદર્શક તરીકે ‘શિવાનંદ ૪૭ મ્યુઝિયમ' ગોઠવ્યું. રીગાલીઆ' પુસ્તક ૧૯૫૮માં લખ્યું. ૧૯૫૯માં વિદ્યાર્થીઓને એક ભાષણ આપેલું તે ‘વિદ્યાર્થીઓ, આધ્યાત્મિક સાહિત્ય, અને શિવાનંદ' એ નામથી પ્રસિદ્ધ થયું છે. તેમનો અનુરોધ છે કે જીવનવેલને સ્વાધ્યાયનું પાણી દરરોજ પાવું જોઈએ. વિદ્યાર્થીઓને સાધના માટેનો સ્વદેશીય કાર્યક્રમ આપે છે: (૧) ખોરાક, (૨) વિચાર, (૩) વર્તનની વિવેકપૂર્ણ આદતો. ભૌતિક તેમ જ આધ્યાત્મિક સંપત્તિ આથી મળશે. ૧૯૬૦માં ‘યોગ' નામે પુસ્તકમાં સ્વામીજીનાં યોગ વેદાન્ત આરણ્યક અકાદમીમાં આપેલાં ભાષણો પ્રસિદ્ધ થયાં છે. સ્વામીજી ખાતરી આપે છે કે સત્સંગ અને સ્વાધ્યાય માણસનો આંતરિક સ્વભાવ અને આંતરિક સ્થિતિ ખરેખર શુદ્ધ કરે છે. ત્યાર બાદ ધ્યાનની એક જ બેઠકે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી જવાય છે. સ્વામીજીના ૫૧મા જન્મદિને ૧૯૬૮માં સ્વામી પ્રેમાનંદજીએ સ્વામીજીનાં લખાણોમાંથી ૧૬ વિષયો પરનાં લખાણો એકઠાં કરી ‘ચિદાનંદના અત્યંગ’(Chidananda's Chrsim)ના નામથી પ્રસિદ્ધ કરેલું. સ્વામીજીના ૫૬મા જન્મદિને ‘માનવજાતને સંદેશ' નામની પુસ્તિકા બહાર પડેલી જેમાં સાધકોને તેઓ અનુરોધ કરે છે કે જીવન અને સાધના પર્યાયવાચી હોવાં જોઈએ. જીવન પોતે જ આધ્યાત્મિક પ્રક્રિયા બનવી જોઈએ. આપણું અસ્તિત્વ જ યજ્ઞની ભાવનાથી ભર્યું હોવું જોઈએ. કૃષ્ણાનંદજી અને માધવાનંદજીની જ્યુબિલીઓની ઉજવણી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અપીકેશ વખતે આ બન્નેના ગુણોનું દર્શન સ્વામીજીએ આપીને આપણને શીખવ્યું છે કે આપણી આસપાસના સારા લોકો સાથે નમ્રતા અને ગુણગ્રાહકતાથી વર્તવું જોઈએ. ૧૯૭૩માં સ્વામીજીની “ધન્યતાનો માર્ગ (Path to Blessedness) પુસ્તક બહાર પડ્યું. તેમાં પતંજલિ મહર્ષિના અષ્ટાંગયોગનું નિરૂપણ છે. યોગના એક પ્રખર આચાર્ય તરીકે તેમણે આધુનિક માનવની મૂળભૂત ત્રુટીઓ પર ભાર મૂકી, સુધારણાના રસ્તા બતાવ્યા છે. તેમના ‘ઉમદા જીવન પથદર્શક' (Guide to Noble Living)માં તેઓ કહે છે: ‘‘સગુણોથી શરૂ કરો, પવિત્રતામાંથી પસાર થાઓ અને ઈશ્વરપરાયણતાની પરાકાષ્ઠાએ પહોંચો.' ‘દિવ્ય જીવન' માસિકમાં નિયમિત તેઓ ધર્મપત્રો લખે છે. આને એકઠા કરી ‘આધ્યાત્મિક જીવન વિશે સલાહ'ના નામે એક સંસ્કરણ ૧૯૭૪માં પ્રકાશિત થયેલ છે. ૧૯૭૫માં પ્રકાશનો પથદર્શક' નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. ૧૯૭૬માં લૉસ એંજિલીસમાં સ્વામીજીએ આપેલ વ્યાખ્યાન “તોફાનનું કેન્દ્રના નામે બહાર પડેલ છે. રાજ્ય પરનાં ભાષણો'ની ચોપડી ૧૯૭૬માં પ્રકાશિત થઈ. પશ્ચિમના દેશોમાં આપેલ અણમોલ માર્ગદર્શનને “શોકની પેલે પારનો માર્ગ' નામે પ્રસિદ્ધ કરેલ છે. ચિદાનંદજીનાં બધાં લખાણોમાં સેવા અને પરોપકારથી શરૂ કરી, પ્રભુના નામસ્મરણનો મહિમા ગાઈ, સાધકોને યોગ દ્વારા વિચારશક્તિને આધ્યાત્મિક બનાવવા ઉપર અને વેદાન્તના તત્ત્વ - સત્યને પામવા વિશે - માર્ગદર્શન હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પળેપળ દિવ્ય જીવન પોતાના જાતઅનુભવ પરથી, અને હૈયાસૂઝથી ચિદાનંદજી કહે છે, “યોગ એટલે નિર્વિકલ્પ સમાધિ જ નથી. તે તો જીવનની ક્ષણેક્ષણમાં છે.'' ચિદાનંદજીનું જીવન નિષ્કલંક ઈશ્વરત્વથી પ્રકાશે છે. કુલીનતા, નમ્રતા, પવિત્રતા અને અનુકંપાની તેમને કુદરતી બક્ષિસ મળેલ તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. તેમની પ્રકૃતિ તો અજ્ઞાત વાસમાં રહી. હિમાલયની ગિરિકંદરાઓમાં ઊંડા ધ્યાનમાં ઊતરી પાર્થિવ દેહ છોડી દેવાની હતી પણ કુદરતે કંઈ જુદું જ નિર્માણ કરવા ધાર્યું હશે તેથી લોકસંગ્રહ અર્થે તેઓએ પરમોચ્ચ આધ્યાત્મિક સેવામાં જિંદગી અર્પણ કરી. બધો જ સમય, બધી જ વસ્તુઓમાં, ચિદાનંદજી અથાક મહેનત કરે છે. સમસ્ત જગત દિવ્યતાનો આવિષ્કાર કરાવે છે. જગત ગુરુ છે. જીવન શિષ્યપદ છે. વિશ્વની સેવામાં પ્રાણ ન્યોછાવર કરવાના છે. જગત પાસેથી જ્ઞાન મેળવવાનું છે. આ ધર્મ જ મોક્ષ અપાવશે. અખૂટ અનુકંપાથી સર્વ જીવંત સૃષ્ટિની તે સેવા કરે છે, તેને પ્રેમ કરે છે. તે જાણે છે કે અજ્ઞાનવશ લોકો ભૂલ કરે છે. તેથી તે તેના પર નારાજ ન થતાં તેને ઉપર ઉઠાવવા નીચે નમે છે. અકલ્પ્ય ઊંચાઈએ ચડનારા મહામાનવો માનવજાતના મન પર ન ભૂંસાય તેવી છાપ મારી ગયા છે. ચાર ઉદાત્ત સત્યો અને આઠ પાંખડિયો પથ બુદ્ધ ભગવાનની દેણગી છે. અંતિમ સત્યનો ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ પાઠ શંકરાચાર્ય શીખવી ગયા. ચૈતન્ય નામ સંકીર્તનની લગની લગાડી. શિવાનંદે સેવા, ભકિત, ધ્યાન અને દિવ્ય જ્યોતિનો ચાર પાંખિયો સાધનાક્રમ આપ્યો ચિદાનંદે પોતાના જીવન અને કવનથી બતાવ્યું કે બીજે કશે જ નહીં, સૃષ્ટિના અણુએ અણુમાં જ ઈશ્વરને નિહાળો. ૧૩. ઉપદેશ જેવું વાવો તેવું લણો! કર્મનો કાયદો કહે છે કે તમે ઈચ્છા પ્રમાણે ગમે તે પાક લણી શકો છો, પણ તે માટે તમારે જરૂરી યોગ્ય બીજ વાવવાં જોઈએ. આ અદ્ભુત નિયમ જ પ્રેમ ને નીતિ, કૃપા ને ન્યાયનું સાચું રહસ્ય છે. તે કહે છે કે, ““જે વસ્તુને માટે તમે લાયક હો તે વસ્તુથી તમે કદી વંચિત રહી શકશો નહીં. પણ તે માટે યોગ્ય કાર્ય તમે કરો એટલે વસ્તુની પાછળ જેમ તેનો પડછાયો આવે તેવી જ રીતે કાર્યની પાછળ પરિણામ આવ્યા વિના રહેવાનું જ નથી. જે વસ્તુ તમારી છે, અને જેને માટે તમે પ્રયાસ કર્યો છે, તે વસ્તુ તમને મળતાં અટકાવી શકે એવી એકે શક્તિ આખી સૃષ્ટિમાં કોઈ નથી. આખી દુનિયા તમારી વિરુદ્ધ પડે તોપણ તમને પ્રાપ્ત થનારી સિદ્ધિ છીનવી શકવા માટે તે અસમર્થ છે.'' યોગનો પાયો પણ આ મનિયમ જ છે બધું દિવ્ય વિજ્ઞાન, પરમ પૂર્ણતા, આંતરપ્રકાશ અને મોક્ષનો આધાર પણ તે જ છે. તમારું આખું જીવન તમે જે જે વિચાર કરો, ઈચ્છા કરો અને તે માટે પ્રયાસ કરો તેનું પરિણામ જ છે. ઇચ્છાને જો તેને યોગ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૫૧ કાર્યથી સમર્થન આપવામાં આવે, તો તેથી તમે તે વસ્તુને માટે લાયક બનો છો. આ કારણ-કાર્યનો નિયમ એ મનુષ્યને પરમાત્મા પાસેથી મળેલો મહાન વારસો છે. તમારા કાર્ય પ્રમાણે અચૂક તેની પ્રતિક્રિયા કે પરિણામ આવવાનું જ, આથી તમે પોતે જ તમારા પ્રારબ્ધના ઘડવૈયા બનો છો, ભવિષ્યની ઉન્નતિની ચાવી તમારા પોતાના જ હાથમાં રહેલી છે, બીજા કોઈના હાથમાં નહીં. પણ આ મહાન નિયમની સમજણમાં લોકોનાં અજ્ઞાન કે ખોટી સમજ પ્રવર્તે છે, કેમ કે તેઓ તેને ભયંકર વસ્તુ હોય તેમ માને છે અને તેથી ઈશ્વર પર પણ અન્યાયી, હૃદયહીન ને દૂર હોવાનો આક્ષેપ કરે છે. કારણ કે તેમની સામાન્ય સમજણ અનુસાર જીવોને કર્મના નિયમથી જ દુઃખ, પીડા, ઉપાધિઓ આદિ સહન કરવો પડે છે. ખરેખરી રીતે તો આવું કાંઈ છે જ નહીં. કર્મના નિયમથી જ મનુષ્યને દુઃખ સહન કરવો પડે છે. એવું કોઈ શાસ્ત્રમાં નથી. આ નિયમ માત્ર આટલું જ કહે છે કે ‘જેને માટે તમે લાયક બનો તે તમને અવશ્ય મળે છે.'' કર્મનો નિયમ એ પરમાત્માની તેની સૃષ્ટિ પરની કૃપાની સાબિતી છે, કેમ કે તે જીવને માટે દિવ્ય પૂર્ણતા ને મુક્તિનો માર્ગ ખુલ્લો કરે છે. પૃથ્વી પરનો માનવ એ પરમાત્માનો પુત્ર હોવાથી દુઃખનો નહીં પણ સુખ ને આનંદનો અધિકારી છે. છતાં જો તેને દુઃખ, શોક, વિલાપ આદિ વારસામાં મળે તો તે તેને માટે નિર્ણાયો નથી. માટે તેનું અને સાથે બીજા બધા જીવોનું જીવન એવું હોવું જોઈએ કે જેથી તેને અવર્ણનીય આનંદ, પ્રબુદ્ધ જ્ઞાન, સર્વાગી સંપૂર્ણતા મળે અને આવા જીવનમાં તો મૃત્યુનું Page #59 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ, પણ મૃત્યુ થઈ જાય છે, તેથી તેનો પણ કંઈ અર્થ રહેતો નથી. આ તમારા બધા માટે ઈશ્વરી યોજના છે. પણ તે માટે તમારે એવું સતત ભાન રાખવું જોઈએ કે તમે ઈશ્વરમાંથી ઉત્પન્ન થયા છો અને તેનું દિવ્યપદ પ્રાપ્ત કરવું એ અહીંના માનવજીવનનું ધ્યેય છે. તેને બદલે આપણે બધા માટીમાંથી ઉત્પન્ન થયા છીએ ને માટીમાં મળી જવાના છીએ એવી માન્યતા સાથે જીવન જીવીએ છીએ. સાધક ને ગુંડાનું દષ્ટાંત કોઈ ભક્તિભાવયુકત મુમુક્ષુ સાધકે એક પવિત્ર મહાત્માને ગુરુ કર્યા હતા. આ ગુરુ ફરતા સાધુ હતા ને તેમને કેટલાક આશ્રમો હતા. આથી તેમને જુદે જુદે સ્થળે છવાયેલા શિષ્યો પ્રતિ ધ્યાન આપવું પડતું હતું. જ્યાં આ ભાવિક શિષ્ય રહેતો હતો તે નાના ગામમાં ગુરુ દર વરસે આવતા. આ શિષ્ય ખરેખર હતો ને ગુરુ પ્રત્યે તેને ખૂબ ભાવ હતો. જ્યારે જ્યારે ગુરુ તેને ત્યાં આવતા ત્યારે ત્યારે તે ખૂબ પૂજ્યભાવ સહિત તેમની સેવા કરતો, તેમની તહેનાતમાં રહેતો અને તેમની જ્ઞાનચર્ચા સાંભળતો. એક વાર ગુરુ જ્યારે તેને ત્યાં આવ્યા ત્યારે તેમણે સ્વાભાવિક રીતે શિષ્યને પૂછ્યું, “અહીં બધું કેમ ચાલે છે ? તમારી સાધનાની સ્થિતિ કેવી છે?'' શિષ્ય જવાબ દીધો, “ “બીજું બધું તો બરાબર છે, પણ આ ગામમાં થોડુંક દુઃખ છે. અહીં બીજા પાડોશમાં એક ગુંડા જેવો બદમાશ રહે છે. તે અત્યંત ક્રૂર અને અનાડી હોવાથી બધાને દુઃખ આપે છે.'' આમ કહી તેણે તે માણસે બીજાઓ પર જે જુલમ ને રંજાડ કરી હતી તે બધા પ્રસંગોનું બયાન કર્યું. આ સાંભળી ગુરુએ કહ્યું, ‘‘સમય આવતાં તે માણસ સુધરશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ઉપદેશ તેની ચિંતા કરવાને બદલે તેને માટે પ્રાર્થના કરવી એ સારું છે.'' આમ કહીને તેમણે રજા લીધી. બે વર્ષ બાદ ગુરુ ફરીથી તે ગામમાં આવ્યા. અને અગાઉની માફક શિષ્યના કુશળ સમાચાર પૂક્યા. ત્યારે શિષ્ય કહ્યું, “પેલો બદમાશ તો સુધરવાને બદલે વધારે બગડ્યો છે !'' આમ કહીને તેનાં શિરજોરીનાં કૃત્યોનું વર્ણન કરવા માંડ્યું. ગુરુએ બધી વાત શાંતિથી સાંભળીને કહ્યું, ‘‘ભાઈ, ગયે વખતે જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને તારા સંબંધી બહુ ચિંતા ન હતી, કેમ કે તે ગામના આ ભાગમાં રહે છે અને પેલો ગુંડો બીજા ભાગમાં રહેતો હતો. આથી તમારા બન્નેની વચ્ચે આટલું અંતર હતું. એટલે તમારા આધ્યાત્મિક જીવન પર તેની અસર થાય તેમ ન હતું, પણ હવે તો વસ્તુસ્થિતિ ગંભીર બની ગઈ છે.' શિષ્ય કહ્યું, “ના ગુરુજી, હજી તે તો ત્યાં જ રહે છે.'' ગુરુએ કહ્યું, ‘“ના, ના, અત્યારે તો તે તમારી અંદર જ રહે છે. પહેલાં તે બહાર અને દૂર હતો, પણ હવે તો તમે તમારી અંદર જ તેને સ્થાન આપ્યું છે,'' કેમ કે શિષ્ય પોતાના અંતરમાં ગુરુનો બોધ, ઈશ્વરનું સ્મરણ, મંત્રજપ, પ્રાર્થના કે ધ્યાનને બદલે તે બીજો માણસ ને તેનાં કૃત્યોને જ સ્થાન આપ્યું હતું. આ દષ્ટાન્ત ખૂબ વિચારવા લાયક છે. તે બતાવે છે કે જીવાત્મા પોતાના આંતરિક કેન્દ્રમાં સ્થિર રહેવાને બદલે બહારના વિષયોમાં રસ લેતો થાય તો તેની ભવ્ય સિદ્ધિ - મોક્ષ માટેનો આંતરિક વિકાસ અટકી જાય છે. માટે તમારે સત્યકેન્દ્રિત થવું જોઈએ. જો મન તમને અંદરના કેન્દ્રમાંથી દૂર ખેંચી જઈ પાર્થિવ પદાથોના ચિંતનમાં ઘસડી જાય, તો તમે તમારા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ માટે નવાં કર્મો ઉત્પન્ન કરો છો, અને તમારા બંધનની મજબૂત જાળ ગ્રંથો છો, જેમાં તમારાં અજ્ઞાનજનિત ખોટાં કર્મો ને ખોટા વિચારોથી તમે ગૂંચવાઈ મરો છો. માનસ સ્વભાવનું પરિવર્તન કેવી રીતે કરવું ? જો તમારે અંદરની આધ્યાત્મિક નીરોગી અવસ્થા એટલે કે આંતરપ્રકાશ, આનંદ, શાંતિ આદિ મેળવવાં હોય તો મનના સ્વભાવનું રૂપાંતર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. તેનું બધું વર્તન એવું કરવું જોઈએ કે જેથી તે અંદરના આત્મવિસ્મૃતિરૂપી રોગના સચોટ ઇલાજ તરીકે કામ કરે. આપણા પૂર્વજોએ મનના આવા સંપૂર્ણ રૂપાંતર માટે જે અદ્ભુત વિજ્ઞાન શોધી કાઢ્યું છે તેનું નામ જ યોગ. તેના વિના મનુષ્ય કદી આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે તેમ નથી. તેમાં અદ્ભુત બુદ્ધિથી શોધી કાઢેલાં ઉત્તરોત્તર ચડતાં ક્રમિક પગથિયાં દ્વારા મનુષ્ય ધીમે ધીમે મનના બહિર્મુખ સ્વભાવને અંતર્મુખ બનાવી શકે છે. તેમાં તત્ત્વજ્ઞાન, સાચી જિજ્ઞાસા, સંસારના માયાવી પદાર્થોની પોકળતા અને તે પ્રત્યેની આસક્તિની મૂર્ખતા આદિનો વિચાર કરતાં કરતાં મન કહેવા માંડે છે, ‘“ના, હવે હું લાંબો સમય મૂર્ખ રહીશ નહીં. સંસારના આ બધા પદાર્થો વચ્ચે હું અનાસક્તભાવે તેમના સ્વામી તરીકે શાંતિથી વિચારીશ. મે તેમનું ખરું સ્વરૂપ સમજી લીધું છે ! તેથી હવે હું છેતરાઈશ નહીં. આમ વિવેક, વિચાર, નિરીક્ષણશક્તિ, બીજાના ને કોઈ વાર પોતાના પણ તીવ્ર કડવા અનુભવો બાદ મન પોતાની મૂર્ખતા છોડી દે છે ને અંતર્મુખ બનવાને સંમત થાય છે. છતાં તેની ચંચળતા જતી નથી, તેનું શું કરવું ? ,, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉપદેશ તે માટે મનુષ્યનું સ્થૂળ શરીર, તેના શ્વાસોશ્વાસ, અંદરના પ્રાણ ને મન વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે તે ધ્યાનમાં રાખીને ત્રાષિઓએ અદ્દભુત યોગનું નિર્માણ કરેલું છે. આ યોગના શરૂઆતના તબક્કામાં મુમુક્ષુએ યમનિયમરૂપી સદાચાર પાળી કે સંયમમાં રહી ક્રમે ક્રમે શરીર, ઈન્દ્રિયો, મન આદિનું વર્તન ફેરવી નાખી નિષેધાત્મક કે પ્રત્યાઘાતી વલણને બદલે વિધેયાત્મક કે ઉન્નત માર્ગે જવામાં સહાયક બને તેવું કરવાનું હોય છે. ત્યાર બાદ શરીરને ખડકની જેમ તદ્દન સ્થિર બનાવવા માટે આસનનો વિષય છે, પછી આંતરયોગ શરૂ થાય છે. મનુષ્યને સ્થૂળ શરીર કે અન્નમય કોશથી પર પ્રાણમય કોશ મળેલો છે. પ્રાણાયામ દ્વારા આ કોશને શુદ્ધ ને બળવાન બનાવવાથી તેના દ્વારા મન પર સંયમ સાધી શકાય છે. આમ, શરીર ને પ્રાણ બંનેને સ્થિર કર્યા બાદ ધીમે ધીમે મનની ચંચળતાને વશમાં લાવી શકાય છે અને છેવટે મન પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય છે. આમ વશ કરેલું મન અંતર્મુખ બનતાં પછી તેને બાહ્ય વસ્તુરૂપ વિષયની જરૂર પડતી નથી, ત્યારે ધ્યાન માટે તેની પાસે શાશ્વત મહાન લક્ષ્ય કેન્દ્ર તરીકે રજૂ કરવામાં આવે છે. અત્યંત સૂક્ષ્મ કે તીવ્ર બુદ્ધિશાળી ભારતીય ત્રષિમુનિઓ સામાન્ય માનવની તેમ જ આ માર્ગે જવા ઈચ્છતા મુમુક્ષુઓની પણ મર્યાદાઓ જાણતા હતા. આથી તેમણે કહ્યું કે “શરૂઆતમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યાપક શાશ્વત તત્ત્વને બદલે તેનું સાકાર સ્વરૂપ પસંદ કરી શકો છો. આથી ધ્યાન કરવા માટે પરમાત્માના નિરાકાર સ્વરૂપને બદલે પ્રેમ, કરુણા, દયા, ક્ષમા, સૌંદર્ય આદિ ગુણોથી અલંકૃત પુરુષ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ સ્વરૂપને કે સાકાર સગુણ બ્રહ્મને લક્ષ્ય બનાવવામાં આવ્યું. હૃદયમાં બિરાજતા આ દિવ્ય આતર પુરુષ પર મનને કેન્દ્રિત કરવાથી તે બાહ્ય વિષયપદાર્થોમાં ભટકતું અટકે છે ને સંપૂર્ણપણે દિવ્ય બને છે, કેમ કે જેના પર મનને કેન્દ્રિત કરવામાં આવે છે તે પરમાત્મા પોતે જ દિવ્ય છે. આવી રીતે મન બહારના વિષયપદાર્થો પરથી અંતરના કેન્દ્રમાં, ચંચળતામાંથી સ્થિરતામાં, સર્વત્ર વીખરાયેલી સ્થિતિમાંથી એક પદાર્થ પર કેન્દ્રિત સ્થિતિમાં કે પાર્થિવ જડ પદાર્થો પરથી સનાતન દિવ્ય પરમાત્મા, પોતાના આદર્શ કે હૃદયના પ્રિયતમ પર એકાગ્ર થતાં તેનું સંપૂર્ણ પરિવર્તન થાય છે. આ સાધના આગળ વધતાં ધીમે ધીમે તે એટલી તીવ્ર કે એકાગ્ર બને છે કે મન તેના ધ્યેયમાં લીન થઈ જતાં અદશ્ય બને છે. પછી તે મન રહેતું નથી. વિજ્ઞાનીઓ જે અગ્નિમાંથી તેની દાહકશક્તિ લઈ લે તો પછી તેને અગ્નિ કહી શકાય ? પછી તો તે અગ્નિ હોવા છતાં અગ્નિ રહેતો નથી. આવું મન શુદ્ધ આત્મચેતનામાં પહોંચવા માટે ધોરી માર્ગ સમાન બને છે, અને અંતરાત્મા પોતાની વિસ્મૃતિ, અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રા કે માયારૂપી રોગમાંથી મુક્ત બને છે. સત્યરૂપી સૂર્યનો ઉદય થતાં દિવ્ય જ્ઞાનરૂપી ભવ્ય પ્રકાશ ઝળહળી ઊઠે છે ને માનવ આ પૃથ્વી પર તે ક્ષણે જ મુક્ત બને છે. આ સર્વથી મહાન સિદ્ધિ છે, અને તે પ્રાપ્ત કરવાની શક્તિ આપણા સૌમાં રહેલી છે. સાચી આધ્યાત્મિક દૃષ્ટિ સદા વિદ્યમાન ઈશ્વરની સર્વવ્યાપકતાનું સચોટ ભાન આપણને હોવું જોઈએ. પરમેશ્વરે આપેલાં સર્વ કાર્યોને આધ્યાત્મિક સુગંધ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ પ૭. વડે ભરી દેવાં જોઈએ. આપણાં કાર્યો સામાન્ય કોટિનાં કે સંસાર પરત્વેનાં હોય, પરંતુ આપણને તો એવો જ અનુભવ થવો જોઈએ કે સર્વત્ર વ્યાપ્ત એવા સચ્ચિદાનંદના મહાસાગરમાં સહેલ કરી રહ્યા છીએ. આપણે જ્યાં જઈએ ત્યાં ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ, કારણ કે તે સર્વવ્યાપક છે. જગત પરનાં કાર્યોના આપણા રોજિંદા જીવનક્રમ દરમિયાન આપણે જે કાયો કરીએ છીએ તે દરેકમાં ઈશ્વરનું દર્શન કરીએ. જ્યારે આપણે ઈશ્વરની શાંત અને પરમ સુખમયે હાજરીની સભાનતા સાથે આપણાં કાર્યો કરીએ છીએ ત્યારે આપણાં કાર્યોનું આધ્યાત્મીકરણ થઈ જાય છે, અને તે ખૂબ જ આવશ્યક છે. આપણને એવો ભાવ થવો જોઈએ કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ તે બધું સર્વ નામરૂપો દ્વારા જે એકમાત્ર તત્ત્વનું દર્શન આપણને થઈ રહ્યું છે તેવા સર્વવ્યાપક પરમેશ્વરની જ પૂજાઅર્ચના અને ભક્તિ છે. જડ અને ચેતન બધું એક જ સ્વરૂપ છે. આ ભાવ સાથે દરેક વ્યક્તિએ પોતાનાં બધાં કાર્યો કરવાં જોઈએ. આ ભાવ ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત થયેલો જોવા મળે છે. જે કોઈ તેમની પાસે આવતાં તે સર્વમાં તેઓશ્રી દિવ્ય આત્મતત્વનું દર્શન કરતા. આ જ ભાવ સાથે તેઓશ્રી ગરીબો તથા માંદાની સેવા કરતા. તેઓ સર્વમાં જીવતાજાગતા નારાયણનું જ દર્શન કરતા, કારણ કે તેમને માટે તો દરેક વ્યક્તિ ઈશ્વરનું જોઈ શકાય તેવું સાક્ષાત્ સ્વરૂપ હતી. તેઓને માટે દરેક વ્યકિત ઈશ્વરની જ સાક્ષાત્ અભિવ્યકિત હતી. તેઓશ્રીના સમગ્ર જીવન દરમિયાન, જીવનની અંતિમ ઘડી સુધી આ ભાવ સ્પષ્ટ રીતે અભિવ્યકત Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ થતો જોવા મળ્યો છે. આપણામાં આ ભાવ હોય છે, છતાં પણ ક્રિયાઓ સામાન્ય રીતે મનને બહાર તરફ ફેકે છે, અને મનને બાહ્ય સ્વરૂપમય બનાવી દે છે. મન જો આત્મનિરીક્ષણ કરતું હોય તો તેટલો સમય આ ભાવ પકડાઈ રહે છે, પરંતુ જેવું મન બહિર્મુખ બન્યું કે તરત જ તે ઈન્દ્રિયજન્ય પદાથો સાથે સંબંધ બાંધે છે અને તે દરેક પદાર્થ મન પર ન ભૂંસી શકાય તેવી છાપ ઊભી કરતો જાય છે. આમ ખરો ભાવ ક્ષીણ બનતો જાય છે, તેના ચીલા પર નવી ઊર્મિઓ ઉદ્દભવતી જાય છે. આનો ઉપાય શો ? આનો ઉપાય એક જ કે આપણામાં ઊંડી ધગશ, પ્રબળ ઉત્સાહ, પ્રામાણિકતા, ધીરજ અને સતત અભ્યાસ હોવાં જોઈએ. જેમ સ્ટીમર ગમે તે દિશા તરફ ગતિ કરતી હોવા છતાં પણ નાવિકના દિશાસૂચક યંત્રની સોય તો હંમેશાં ઉત્તર દિશા જ બતાવે છે, તેવી જ રીતે મન હરપળે બહિરંગ બની જતું હોવા છતાં પણ મનનો થોડોક ભાગ મુખ્ય કેન્દ્રમાં સ્થિર થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી મનનો આંતરપ્રવાહ અતિ આવશ્યક એવા મૂળભૂત ભાવને પકડી રાખશે. આ ભાવને ધીમે ધીમે સતત અભ્યાસ વડે કેળવવાનો છે. ગમે તેમ હોય પણ તે પછી તો અસંખ્ય ઉપાધિઓ આવે અને મનની સાથે અફળાય અને મનને ડગાવી નાખવાના પ્રયત્નો કરે છતાં પણ તે તો તેના કેન્દ્રભાવમાં જ સ્થિત રહેશે. આ સ્થિતિએ પહોંચ્યા પછી આ ભાવ ક્યારેય સંપૂર્ણપણે ડગી જતો નથી કે તેનો વિચ્છેદ પણ થતો નથી. દિવ્યભાવ હંમેશ ટકી રહેશે. ત્યાર પછી આપણું સમગ્ર જીવન સામાન્ય જીવનમાંથી ભકિતસાધના, તપશ્ચર્યા અને Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ યોગમાં ફેરવાઈ જાય છે. આ જ જીવનનું ધ્યેય છે. સર્વ જીવો સાથેની એકતાનો ભાવ દિવસે દિવસે વધુ તીવ્ર બનતો જાય અને અવિરત રહે તે અર્થે કેટલાંક વ્યવહારુ સૂચનો અહીં આપવામાં આવ્યાં છે. જાગીને આપણા દિવસની શરૂઆત કરીએ છીએ, અને નિદ્રામાં પ્રવેશીને તેની સમાપ્તિ કરીએ છીએ. આમ જ્યારે આપણે નિદ્રામાંથી જાગીને સ્ફૂર્તિમાં આવીએ છીએ ત્યારે આપણા મન પર આરંભના એક વિચારની છાપ ઊભી કરવા આપણે પ્રાર્થના કરવી જોઈએ કે, ‘‘હે પ્રભુ, બધાં જ નામ-રૂપોમાં રહેલી તારી સેવા, ભક્તિ કરવા હું જાગ્યો છું.'' પ્રભુના આ વિરાટ વિશ્વરૂપના તમે પૂજારી છો તેવો ભાવ ઊંઘમાંથી ઊઠ્યા પછી તાજા જ મન પર દઢ કરવો જોઈએ, તમે તમારી પોતાની જ પ્રાર્થના ઘડી કાઢો. “હે પ્રભુ ! આખાયે દિવસ દરમ્યાન જાગ્રતાવસ્થામાં હું મન, વચન, કર્મથી જે કંઈ કરું તે સર્વ ક્રિયાઓ આપની આરાધના બની રહો !'' મનમાં આ ભાવને ધારણ કરી આપણા દૈનિક કાર્યનો આરંભ કરીએ. જો આપણે આપણાં દૈનિક કાર્યોને આ ભાવ સાથે કરીશું તો કર્મ આપણને બંધનમાં નાખશે નહીં. તેનાથી ઊલટું આપણી દૈનિક ક્રિયાઓ ઈશ્વર સાથે આપણને સાંકળનારી કડી બની જશે. ૫૯ " પ્રવૃત્તિઓ દરમિયાન નવરાશની પળો મળે ત્યારે થોડા સમય માટે આપણી સમગ્ર જાતને કેન્દ્રિત કરી કહીએ કે, “આ બધી પૂજા છે. જે કંઈ હું કરું છું તે બધું ઈશ્વરની ભક્તિ જ છે.'' સર્વમાં પ્રભુનું દર્શન કરવાનો યત્ન કરો. તમારી જાતને અવારનવાર યાદ આપો કે આ તારો ભાવ છે ‘સર્વમ્ બ્રહ્મમવમ્'’. દિવસને અંતે નિદ્રાદેવીને શરણે જાઓ ત્યારે દિવસનાં - Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઝષકેશ તમામ કાર્યો પ્રભુનાં ચરણકમળોમાં સમર્પિત કરી દેવાં. પ્રભુને કહો કે, ““હે પ્રભુ, હું તારો છું, બધું જ તારી ઈચ્છા મુજબ થાઓ.'' એવું અનુભવો કે તમે પ્રભુના હાથમાંનું એક સાધન છો. અને પ્રભુ જ તમારાં મન, તન અને ઈન્દ્રિયો દ્વારા કાર્ય કરી રહ્યા છે. સર્વ કમોં તથા તેનું ફળ પ્રભુચરણે અર્પણ કરો. આત્મશરણાગતિનો આ માર્ગ છે. નિમિત્ત માત્ર બની કર્મ કરો. હું રહું છું તે પ્રભુનું મંદિર છે, સર્વ ક્રિયાઓ પ્રભુની જ સેવા છે એવું અનુભવો. તમે જે શબ્દો ઉચ્ચારો છો તે પ્રભુના નામનો જપ છે તેવું અનુભવો. જ્યાં જાઓ ત્યાં પ્રભુની હાજરીનો અનુભવ કરો. તે તમારામાં જ છે. પ્રભુ તમારા હૃદયસિંહાસન પર જ બિરાજે છે. તમારાં સગાંસંબંધી કે મિત્રો કરતાં પણ તે તમારી વધુ નજીક છે. દરેક ચહેરામાં તેનાં દર્શન કરો. સૂતાં પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરવાની ટેવ પાડીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે, “હે પ્રભુ! મારા હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ કે મન વડે જે કંઈ કર્મ મારા વડે થયાં છે તે સર્વ મારી પૂજા-અર્ચના રૂપે તને અર્પણ કરું છું.'' અજાગ્રત મન પર આ જાતનો ભાવ મૂકીને સૂઈ જાઓ. આ વસ્તુ આધ્યાત્મિક સિદ્ધિઓની પ્રાપ્તિમાં તમને સહાયરૂપ બનશે. આ જ જીવનનું વાસ્તવિક આધ્યાત્મીકરણ છે. આગળ જતાં અમુક વિશેષ પ્રકારનાં કાર્યો દિવસ દરમિયાન તમે કરતા હો ત્યારે ભિન્ન ભિન્ન દરેક ક્રિયાના આરંભે તથા અંતે તપાસશો તો જણાશે કે ભાવની સમગ્ર પ્રક્રિયામાંથી તમે પસાર થઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે તમે ભોજન લેવા બેસો છો ત્યારે તે પ્રક્રિયા થતી જોવા Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૬૧ મળે છે. તમે ભોજનની દરેક સામગ્રી પ્રભુને અર્પણ કરીને જ જમો. ભોજનને અંતે ઊઠતાં પહેલાં પણ તમે “ “બ્રહ્માર્પણ'' કહો. જ્યારે તમે પત્ર લખવા બેસો ત્યારે તમે માનસિક પ્રાર્થના કરો કે, “પ્રભુ ! આ કાર્ય તારી પૂજા બનો,'' અને જ્યારે પત્ર સમાપ્ત થાય ત્યારે પણ કહો, ‘‘બ્રહ્માર્પણ.'' આપણે સર્વ કાર્યનો આરંભ પ્રાર્થનાથી અને સમાપ્તિ સમર્પણભાવથી કરવાં જોઈએ. પ્રભુપૂજાનું આ સાદામાં સાદું રહસ્ય છે અને દિવસનાં તમામ કાયોને પૂજા, ભક્તિ અને ત્યાગમાં રૂપાંતરિત કરવાનો સૌથી અસરકારક અને શકિતશાળી માર્ગ છે. આપણા પ્રાચીન ત્રષિમુનિઓ તથા સંતોએ શોધી કાઢેલો આ માર્ગ છે અને તેઓ અમૂલ્ય વારસા તરીકે આપણને તે સોંપતા ગયા છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ એક સુંદર શ્લોક છે જે દરેક સાધકે સતત યાદ રાખવો જોઈએ. : (અર્પણ બ્રહ્મ છે. હવિ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમ કર્યો તે પણ બ્રહ્મ છે.) જે બ્રહ્મભાવે સ્થિર રહે છે, તે બ્રહ્મ જ પામે છે. આમ આ બ્રહ્મવેત્તા વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન અને વિચારોમાં મનનું સાચું વલણ શુદ્ધ અને સાચો ભાવ ધારણ કરે છે. તે સગુણ વડે ઉપર બતાવેલા સર્વોત્તમ ફળને પ્રાપ્ત કરે છે. Page #69 --------------------------------------------------------------------------  Page #70 -------------------------------------------------------------------------- ________________ કિંમત 12-00 | છ o | છ o 0 | છ o 0 12 - 00 16- 00 16- 0 18- 00 9-0 | b o 9- 00 0 | o 0 | 0 o 0 10 - 00 સંતવાણી ગ્રંથાવલી - 2006 1. જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્ય 2. શ્રી રામકૃષ્ણ પરમહંસ 3. સ્વામી વિવેકાનંદ 4. શ્રી શ્રીમા આનંદમયી મા 5. ભગવાન મહાવીર 6. મહાત્મા ગાંધીજી 7. ઈશુ ખ્રિસ્ત 8. મહર્ષિ વિનોબા ભાવે 9. હજરત મહંમદ પયગંબર 10. ભગવાન ગૌતમ બુદ્ધ 11. સ્વામી સહજાનંદ 12. અશો જરથુષ્ટ્ર 13. ગુરુ નાનકદેવ 14. સંત કબીર 15. મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય 16. શ્રી સ્વામી રામદાસ (કનનગઢ-કેરાલા) 17. મહર્ષિ દયાનંદ 18. શ્રીમદ્ રાજચંદ્ર 19, સાધુ વાસવાણી 20. પૂજ્ય શ્રીમોટા 21. શ્રી રમણ મહર્ષિ 22. મહર્ષિ અરવિંદ 23. શ્રી રણછોડદાસજી મહારાજ 24. શ્રી રંગ અવધૂત 25. શ્રી પુનિત મહારાજ 26. સ્વામી મુક્તાનંદ 27. સ્વામી શિવાનંદ સરસ્વતી (ષીકેશ) 28. સ્વામી ચિદાનંદ સરસ્વતી 10-00 10 - 00 10 - 00 9-00 10-00 10-00 | 0 9-00 | 0 0 o 12-0 0 o 0 | 0 o | 0 0 o | છ 0 o | છ 9- 00 12-00 12-00 300 - 00 આ ગ્રંથાવલિનાં 28 પુસ્તકોની કિંમત રૂ.૩૦૦ થાય છે. ગ્રંથાવલિનો સંપુટ ખરીદનારને તે રૂ.૨૦૦ના રાહત દરે આપવામાં આવશે. રૂ.૨૦૦ (સેટની) ISBN 81-7229-237-6 (set)