________________
૪૨
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કષીકેશ દાખલારૂપ જીવનથી સ્વામીજી શીખવે છે કે ગુરુભક્તિની ઢાલથી શિષ્યોએ પોતાનું રક્ષણ મેળવવું જોઈએ. એક વખત તેમનાં વખાણ થતાં સાંભળી તેમણે કહ્યું, ‘‘તમે સૌ પૂતળાને વખાણો છો. મહિમા તો ઘડવૈયાનો છે. પૂતળામાં દેખાતું જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય તો મૂર્તિકારનું છે. સ્વામી શિવાનંદજી મહારાજ મૂર્તિકાર છે.''
સ્વામીજીનો પ્રયત્ન હંમેશાં પોતાની જાતને ભૂંસી નાખવાનો, શૂન્યવત્ બની જવાને, ગુરુદેવની મહત્તા આગળ ધરવાનો રહ્યો
પોતાને માટે બ્રહ્મચર્ય, તપ, આત્મત્યાગ અને કડક વ્રત પાલન રાખતા. અન્યને મિત્રતાભરી સલાહ, ભાઈ જેવો ભક્તિભાવ અને માતાની સંભાળ આપતા.
સહૃદયી, નિઃસ્વાર્થ સેવાથી ઉદંડ, જિદ્દી માણસોનું હૃદયપરિવર્તન થાય છે. કર્મયોગ વિશે સૂચનો' નામના ચોપાનિયામાં ગુરુદેવ લખે છેઃ ““આવાં બધાં કમોંથી તમારું હૃદય શુદ્ધ થશે, તમારું હૃદય વિશાળ થશે. ઈચ્છાશકિત મજબૂત થશે. આત્મજ્ઞાન મેળવવા તમારું મન તૈયાર થશે.''
સ્વામીજીની એ મહેચ્છા છે કે દારૂની બદી આપણા દેશમાંથી તદ્દન નીકળી જાય. ૧ નવેમ્બર, ૧૯૭૧ના રોજ કીર્તન કરતા દારૂબંધીની પદયાત્રા પર તેઓ ગયા. તેમણે જણાવ્યું: ““સંપૂર્ણ દારૂબંધી માટેનાં પગલાં ઈશ્વરભક્તિ છે. નિમ્ન ઈચ્છાઓવાળા માણસો માટે મોક્ષ તો દૂર દૂરનું સોણલું છે. તાતી જરૂરિયાત તો ચોરી, દારૂ, દંભ અને જૂઠાણાંથી તેમને મુક્તિ અપાવવાની છે.'' સ્વામીજીની વડીલોની મર્યાદા, બહેનો પ્રત્યેની