________________
૪૩
વિરલ દિવ્ય વ્યક્તિ
( ૪૩ વિનયશીલતા, બાળકો માટેનો પ્રેમ હૃદયદ્રાવક અને ઉદાહરણીય બની જાય છે.
એક વખત ગુરુદેવના માનમાં દિલ્હીમાં જસ્ટિસ પતંજલિ શાસ્ત્રીના અધ્યક્ષપણા નીચે મેળાવડો યોજાયેલો. જનરલ સેક્રેટરી, સ્વામીજી ત્યાં પહોંચ્યા ત્યારે હૉલ ખીચોખીચ ભરેલો. પ્રવેશદ્વાર પાસે પણ બહેનો બેઠેલી. સ્વામીજીને વ્યવસ્થાપકોએ આગળ જવા કહ્યું. તેમણે ના પાડતાં કહ્યું કે બહેનોને તકલીફમાં મૂકવી યોગ્ય નથી. પ્રસંગ નાનો છે પણ સ્વામીજીની અન્યને તકલીફ ન પહોંચાડવાની વૃત્તિ આમાં તરી આવે છે
સ્ટેશન પર એક બાઈ ભારે બોજ ઉઠાવી મહામહેનતે જતી હતી. ભક્તોને આઘા કરી, સ્વામીજીએ તે બાઈ પાસેથી બૅગ ઉપાડી લીધી. નાનો એવો આ દાખલો પણ જેણે બનતો જોયો તેને સેવા માટેની સ્વામીજીની તત્પરતા, શિષ્ટાચારનું કુદરતીપણું, કાર્યની સહજતા અને નમ્રભાવ ધ્યાન ખેંચે તેવાં લાગ્યાં.
તેમનો મત છે કે આધ્યાત્મિક પથ પર માણસ કેટલો આગળ વધ્યો છે તે તેના તાબેદારો, નીચલી કક્ષાના માણસો, અગણ્ય પ્રાણીઓ પ્રત્યેના વલણમાં દેખાઈ આવે છે.
અનેક નાનામોટા પ્રસંગો સ્વામીજીના જીવનમાં નોંધાયા છે જે પહેલી દષ્ટિએ ચમત્કાર જ લાગે. સ્વામીજીને અન્ય માટેની જે દરકાર, પ્રેમ અને સેવાની લાગણી તથા અનુકંપા છે તેને લઈને ઈશ્વર સંજોગો જ એવા કરી દેતો લાગે છે જ્યારે સામાની ઈચ્છા અણધાર્યા, ન બની શકે એવા સંજોગોમાં પણ પૂરી થાય છે. સ્વામીજીએ આ ચમત્કાર સર્યો એમ કહીએ તો તે એટલું જ