________________
૨૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ કર્યું. રસ્તામાં પૅરિસ તેમ જ ૫૦૦ માઈલની મુસાફરી કરી લુઝના ઝરાના પાણીની ચમત્કારિક અસર નિહાળી. જેરુસલેમ આવી, ત્યાંથી કેરો થઈ હિંદ પાછા આવ્યા. ૨૩ જાન્યુઆરી, ૧૯૬૨ના આશ્રમ પાછા ફરી, સીધા ગુરુદેવની કુટિરમાં તેમની ચરણરજ લેવા પહોંચી ગયા.
બે વર્ષ પહેલાં ગુરુઆજ્ઞાથી તે પરદેશ ગયા. આ ગાળામાં તેમણે જે કંઈ મેળવ્યું, જે કોઈ સેવા કરી, માનવજાત પર જે અસર કરી તે બધું તેમણે ગુરુચરણે ધરી દીધું.
૬. વિશ્વયાત્રા
ગુરુદેવની મહાસમાધિ બાદ સ્વામીજીની ફરજ આશ્રમની વ્યવસ્થા પર દેખરેખ રાખવાની, જુદી જુદી, દેશપરદેશમાં આવેલી અસંખ્ય શાખાઓ સાથે સંબંધ રાખવાની, અનેક ભક્તો અને સાધકોને દોરવણી આપવાની અને વિશ્વમાં ગુરુદેવનો સંદેશો ફેલાવવાની હતી.
ગુરુદેવ શિવાનંદજીનો તેમને આદેશ હતો કે તેમનું શેષ જીવન લોકસંગ્રહ અર્થે સમર્પિત કરવું.
હિન્દ બહાર સિલોનના ભક્તો તેમને પહેલાં ખેંચી ગયા. ૧૯૫૦માં ગુરુદેવ સાથે તે ગયેલા ત્યાર બાદ ૧૩ જૂન, ૧૯૬૫ના રોજ રતનાલન ઍરપોર્ટ પર સ્વામી સચ્ચિદાનંદજીએ તેમને આવકાર્યા. એક અઠવાડિયામાં તે કોલંબો, જાફના, ચુન્નકમ, ત્રિકોમાલી, બત્તીકોલા, કુરુeગાલા, કંડી, પેરાદેમિયામાં સિલોન યુનિવર્સિટી, નવલપિતિયા અને કતારગામમાં ફર્યા.