________________
૨૩
નવી દુનિયામાં ન્યૂ યોર્કમાં સ્વામી વિષ્ણુ દેવાનંદજી તેમને લેવા આવેલા. રજી ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ સ્વામીજી અમેરિકાના ટી.વી. પર ઝળક્યા. તેમણે ત્યાંની પ્રજાજોગ સંદેશો આપ્યો કે નિઃસ્વાર્થ સેવા, સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ, ઉદારતા, પવિત્રતા, ભક્તિ અને ધ્યાન આપમેળે અપવાદ સિવાય આત્મસાક્ષાત્કાર તથા જ્ઞાન અપાવશે. ગુરુદેવ શિવાનંદનો સિદ્ધાંત આ રીતે તેમણે સમજાવ્યો. પોતાની ઊંડી સદયતાથી, પરમોચ્ચ પવિત્રતાથી અને ગાઢ નમ્રતાથી સ્વામીજીએ ત્યાંની પ્રજા પર ન ભૂંસાય તેવી છાપ પાડી.
તેઓ મિલવોંકી, મિનિયાપોલિસ, લૉસ એંજિલિસ, સાન ફ્રાન્સિસ્કો, મૉન્દ્રિયલ, હોર્ટલેન્ડ, પશ્ચિમ કેનેડાનાં અનેક શહેરોમાં ગયા. થોડો સમય પશ્ચિમ જર્મની જઈ પાછા લૉસ એંજિલિસ આવ્યા અને તે વિસ્તારમાં ફરીને ગુરુદેવના સંદેશનો પ્રચાર અને પ્રસાર કર્યો.
માર્ચ ૧૯૬૧ સુધી - લગભગ દોઢ વર્ષ તેમણે ઉત્તર અમેરિકામાં યોગ અને વેદાન્તનું શિક્ષણ આપ્યું. ત્યાંથી ન્યૂ યૉર્ક અને લંડનમાં એક અઠવાડિયું ગાળ્યું. ત્યાંથી એપ્રિલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ઝુરિચ, બાઝલ અને બર્ન ગયા. પાપોના દર્શનાર્થે ઈટાલી ગયા. પછી ઉરુગ્વમાં મૉન્ટિવિડિયોમાં દિવ્ય જીવન સંઘની શાખા ખોલી (૨૭ જુલાઈ, ૧૯૬૧).
ઑકટોબર ૧૯૬રમાં પાછા અમેરિકા જઈ ટફક્સાસમાં હુસ્ટન ગયા. જુદાં જુદાં સ્થળોએ સત્સંગો, પ્રવચનો, યોગના વર્ગો, વેદાન્ત પર ભાષણોની એક ઝડી વરસી રહી. ૧ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે તેમણે હિન્દુસ્તાન પ્રતિ પ્રયાણ