________________
૨૫
વિશ્વયાત્રા તેમણે એ વાત પર ભાર મૂક્યો કે જીવનનું ખૂબ જરૂરી કામ ઈશ્વરપ્રાપ્તિ હોવું જોઈએ. ઈશ્વરને પહોંચવાનો રસ્તો સત્ય, પવિત્રતા, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને અનુકંપા કેળવવાનો છે. બધી જ પ્રવૃત્તિ વચ્ચે ઈશ્વરનું સતત અનુસંધાન રાખવા તેમણે અનુરોધ કર્યો. દિવસમાં અવારનવાર જપ કરતા રહી, દરેક કામને ઈશ્વરાર્પણ લાયક બનાવતા જઈ તે ભાવથી કરતા રહેવા
સ્વામીજી કૅન્ડી ગયા ત્યારે તેમનું બહુમાન કરવામાં આવ્યું. તેમણે કહ્યું, ‘‘એક સાધુ ઈશ્વરનાં ગુણગાન ગાવા જ જીવે છે. તે કદી માનઅકરામ ચાહે જ નહીં.''
માણસો તેના પ્રત્યે અહોભાવથી જોઈ રહેતા કારણ તેઓ જોતા કે આ ઈશ્વરનો ઓલિયો બોલે છે તેનાથી વધુ પાળે છે.
લંકાના પ્રવાસને એક વર્ષ થયું અને સ્વામીજી મલેશિયા જવા ઊપડ્યા. સ્વામી પ્રણવાનંદજીના આગ્રહને વશ થઈ હિમાલયથી મલાયા વીસ દિવસ માટે ગયા. શિવાનંદાશ્રમ, બાહુ ગુફાઓમાં ૯મી એપ્રિલે શિવાનંદજીનું બાવલું ખુલ્લું મૂક્યું.
ત્યાંથી તેઓ હોંગ કોંગ ગયા અને ૧૯૬૬ના ઉનાળામાં પાછા આશ્રમ આવ્યા.
બે વર્ષ આશ્રમના વહીવટ પર દેખરેખ રાખીને ડરબનના સ્વામી સહજાનંદના આગ્રહને માન આપી ૨૩ મે, ૧૯૬૦ના રોજ આદિ શંકરાચાર્યના જન્મદિવસે દરિયામાર્ગે દક્ષિણ આફ્રિકા તરફ ઊપડ્યા.
૧૩મી મેએ ડરબન આવ્યા. ત્યાં શહેર તરફથી તેમનું બહુમાન કર્યું. શહેરીજીવનની ગડમથલની વચ્ચે રહીને દિવ્ય