________________
૩૮
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ ચિદાનંદજીના વૈયક્તિક પ્રેમને કારણે હાજરી આપેલી.
ઓમકારબાબાએ સ્વામી ચિદાનંદજીને દશ્યમાન શિવાનંદજી કહેલા અને વેદવ્યાસાનંદે તેમને આધુનિક વિવેકાનંદ તરીકે સંબોધ્યા. સ્વામીજીએ તે વખતે સમજાવ્યું કે માણસનું એકેએક કર્તવ્ય તેને ઈશ્વર પ્રત્યે લઈ જનાર બનવું જોઈએ. આ જીવનને ફેકી દેવાનું નથી, તેને સુધારવાનું છે.
૧૯૬૪માં, ૧૭મી દિવ્ય જીવન પરિષદમાં, તેઓ પહેલી વાર પંજાબ ગયા. તે વખતે માનવમહેરામણ પર તેમના કારના નાદની જાદુઈ અસર થયેલી. અમૃતસરના સ્વામી નિર્મળમહારાજે જાતે આ અવર્ણનીય અસર વિશે ઉલ્લેખ કરેલો.
૧૯૬૫માં ૧૮મી અખિલ હિન્દ દિવ્ય જીવન પરિષદ મૈસૂરમાં ભરાઈ. તેમાં પુરી અને દ્વારકાના શંકરાચાર્યોએ દિવ્ય જીવનના પ્રસારમાં મદદરૂપ થવા ખાતરી આપી હતી.
ત્રણ વર્ષની વિશ્વયાત્રા બાદ, ૧૯૭૧માં આંધ્ર પ્રદેશમાં ૨૧મી અખિલ હિંદ દિવ્ય જીવન પરિષદમાં તેઓએ હાજરી આપેલ. તેમણે લોકોને હાકલ કરી: “આત્માને ભૂલીને નિદ્રામાં પડેલા ઓ જીવ ! જાગો. તમારો ઈશ્વર સાથેનો નાતો ભૂલશો નહીં.' જનરલ કરિયપ્પા તથા ગવર્નર ખંડુભાઈ દેસાઈ અને મહાન સંતો તથા ભક્તો અહીંની પરિષદમાં હાજર રહેલા.
સ્વામીજીએ શ્રોતાઓને અનુરોધ કર્યો: ‘‘ઈશ્વર સાક્ષાત્કાર માટે મળેલો માનવદેહ એળે ન જાય તેની કાળજી લેજો. દરેક સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે સમય દોડતો જાય છે. દરેક ક્ષણ વીતતી જાય છે. બધો જ આનંદ-ઉત્સવ અયોગ્ય છે. એક વર્ષ વીતી ગયું. જાતને પૂછો: મેં શું કર્યું? અમૂલ્ય માનવ દેહ મેળવી