________________
૩૯
મહાન જાગૃતિકાર
હું શું કરી રહ્યો છું ! નદીનો સ્વધર્મ છે સમુદ્ર પ્રતિ પ્રયાણ, જીવનો સ્વધર્મ છે પરમાત્મા સાથેનું મિલન. જીવાત્માએ પાછું ઘેર પહોચવાનું છે.’'
બેંગલોરની ૧૯૭૫ની પરિષદમાં સ્વામી વિશ્વેશ્વરતીર્થ, શિવ બાલયોગી, શુદ્ધાનંદ ભારતી વગેરે વચ્ચે સ્વામીજી અદ્ભુત પ્રકાશતા હતા. સદ્ગુરુ શિવાનંદજીના જીવંત કોટાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું: ‘‘માનવહૃદયમાં રહેલ સદાચાર અને ભારતવર્ષની યોગપરંપરાનું આમ ઉદ્ઘાટન થઈ રહ્યું છે.'' તેમણે કહ્યું: એક સર્વોત્તમ આત્માને માનવજાત પૂજી રહેલ છે. કોઈ તે અલ્લાહ, કોઈ ખુદા, કોઈ અહુરમઝ્હ, કોઈ તાઓ કહે છે. તે જ છે જેને નિરીશ્વરવાદીઓ નકારે છે. બાઇબલ, કુરાન, ગ્રંથસાહેબ અને વેદોમાં તેનાં વખાણ ગાયાં છે. સ્યાનાગોગ્સ, ચર્ચો, મસ્જિદો અને મંદિરોમાં તે પૂજાય છે. પરંતુ તેનું સૌથી મહાન મંદિર તો માનવ-હૃદય છે.
દરેક જીવ માટે અનુકંપા હોવી જોઈએ. પ્રાણીમાત્ર પ્રત્યે અને આપણી આસપાસ ઊગતા ઘાસ પ્રત્યે પણ હમદર્દી હોવી જોઈએ. આપણું જીવન પ્રેમ અને સેવા માટે જ ગાળવું જોઈએ. તેનામાં આધ્યાત્મિક ભૂખ જાગવી જોઈએ જેથી તે જપ કરવા, ધ્યાન ધરવા, શાસ્ત્રાભ્યાસ કરવા બેસે. ઈશ્વર અને સંતોની કૃપાથી જ આ ભૂખ જાગે. તે ખરીદી શકાતી નથી.
૧૯૫૬માં કટકની ઊડતી મુલાકાતે ગયા ત્યાર બાદ ૧૯૬૬માં ઓરિસા જવાનું બન્યું. જગન્નાથજીના મંદિરમાં તેમણે ચૈતન્ય મહાપ્રભુની યાદ તાજી કરાવતું હૃદયંગમ કીર્તન કર્યું. પછી તો ૧૯૬૭-૬૮ અને ૧૯૭૧માં પણ સ્વામીજી ઓરિસા ગયા. તેમણે