________________
મહાન જાગૃતિકાર પડેલું. પહેલી જ સભાને સંબોધતાં તેઓએ કહ્યું: ““નિત્ય પરિપૂર્ણ, નિત્ય શુદ્ધ, પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા, સર્વશક્તિમાન આત્માનાં દશ્ય સ્વરૂપો !' આ સંબોધનોએ જેમ શિકાગોમાં સ્વામી વિવેકાનંદનાં સંબોધનોએ સર્વને અવાક બનાવી દીધા હતા તેવી જ અસર કરી. શબ્દો વપરાયા તેના કરતાં તેની પાછળનું આધ્યાત્મિક દબાણ અને દિવ્ય અનુગ્રહ જ આવી ભવ્ય સચોટ અસર પાડી શક્યાં હશે. સ્વામીજીએ કહ્યું કે દિવ્ય જીવન પરિષદનું પ્રયોજન પ્રજાના હૃદય અને મનમાં દિવ્યભાવ, આત્મિક એકતા, વૈશ્વિક ઐક્ય, ભક્તિ, ભાઈચારો અને પ્રેમ વિકસાવવાનો છે. તેમણે કહ્યું: ‘‘ઈશ્વરનાં સર્જનના શિરતાજ જેવો માનવ મહાન બુદ્ધિશકિત ધરાવે છે છતાં તેના સ્વાભાવને તે વફાદાર રહેતો નથી. સ્વાર્થ માટે તેની બુદ્ધિની વેશ્યાવૃત્તિ તે કરે છે. તેની વિષયોપભોગની માગણીઓને તે તાબે થાય છે અને આ દુનિયાને દુઃખ અને દર્દની ખાણ બનાવી નાખે
છે.''
દિવ્ય જીવન કોઈ ગૂઢ બાબત નથી. નિઃસ્વાર્થપણું અને આત્મજ્ઞાન, લોકોની સેવા અને પ્રભુભજન દિવ્ય જીવન છે.
સ્વામીજીની હૃદયથી કરેલ અપીલની ઊંડી અસર થઈ અને લાંબો વખત ટકી. ૧૯૭૪માં જ્યારે સ્વામીજી રજતજયંતી વખતે પાછા આવ્યા ત્યારે કલકત્તામાં લાખો લોકો તેમનાં દર્શને ટોળે મળેલા.
સીતારામદાસ, ઓમકારનાથ, વેદવ્યાસાનંદ, શુદ્ધાનંદ ભારતી અને ચિન્મયાનંદજી જેવા સંતોએ આ પ્રસંગે