________________
૯. મહાન જાગૃતિકાર
દુનિયાભરના અસંખ્ય ભક્તોને ચિદાનંદજી ખાતરી આપે છે: “આનંદમાં રહો. જિગરવાળા બનો. હું તમારી સાથે જ છું. શાશ્વત અંતર્યામી, મહાન અંતર્વાસી જેની સાથે આધ્યાત્મિક રીતે હું એક છું તે હું તારી અંદર પણ બિરાજેલો છું.'' આ ખાતરી સાથે અસતુમાંથી સમાં, અંધકારમાંથી પ્રકાશમાં, મૃતમાંથી અમૃતમાં ભક્તોને તે દોરી જાય છે.
પોતાની અગાધ અનુકંપાથી, પ્રભાવી પવિત્રતાથી, હૃદયંગમ ભજનોથી દિવ્ય ઉપદેશથી તે આધુનિક જમાનાના ભૌતિકવાદીઓને વીજળીના આંચકા આપી જગાડે છે.
૧૯૪૯માં સ્વામીજીએ સંન્યાસ લીધો ત્યારથી આળસુ અને બેધ્યાને પ્રજાને જગાડવાના મહાન કાર્યમાં તે લાગી ગયા છે. સાચો નિર્ણય કરીને, સાચા પંથે પડીને, આત્મસાક્ષાત્કાર પ્રતિ તેઓ સૌને દોરી રહ્યા છે.
શરૂઆત થઈ પટણાની દિવ્ય જીવન સંઘ, બિહાર શાખાઓની પરિષદના ઉદ્ઘાટનમાંથી. લગભગ આખું બિહાર તેઓ ફર્યા અને પ્રજાને જગાડી આધ્યાત્મિક રસ્તે વાળી..
૧૯૫૩માં હૃષીકેશમાં સર્વધર્મ પરિષદ યોજાઈ તેમાં બધી બેઠકોનું સંચાલન તેમણે સંભાળેલું.
સ્વામીજી પોતાના વતી દિવ્ય જીવન પરિષદોનું પ્રમુખસ્થાન લેવા બધી જગાઓએ સ્વામી ચિદાનંદજીને જ મોકલતા.
૮મી અખિલ હિન્દુ દિવ્ય જીવન પરિષદ કલકત્તામાં ભરાઈ તેમાં જવા સ્વામીજીને બદરીનારાયણ ગયેલા ત્યાંથી પાછા ફરવું