________________
૬૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઝષકેશ તમામ કાર્યો પ્રભુનાં ચરણકમળોમાં સમર્પિત કરી દેવાં. પ્રભુને કહો કે, ““હે પ્રભુ, હું તારો છું, બધું જ તારી ઈચ્છા મુજબ થાઓ.'' એવું અનુભવો કે તમે પ્રભુના હાથમાંનું એક સાધન છો. અને પ્રભુ જ તમારાં મન, તન અને ઈન્દ્રિયો દ્વારા કાર્ય કરી રહ્યા છે. સર્વ કમોં તથા તેનું ફળ પ્રભુચરણે અર્પણ કરો. આત્મશરણાગતિનો આ માર્ગ છે.
નિમિત્ત માત્ર બની કર્મ કરો. હું રહું છું તે પ્રભુનું મંદિર છે, સર્વ ક્રિયાઓ પ્રભુની જ સેવા છે એવું અનુભવો. તમે જે શબ્દો ઉચ્ચારો છો તે પ્રભુના નામનો જપ છે તેવું અનુભવો. જ્યાં જાઓ ત્યાં પ્રભુની હાજરીનો અનુભવ કરો. તે તમારામાં જ છે. પ્રભુ તમારા હૃદયસિંહાસન પર જ બિરાજે છે. તમારાં સગાંસંબંધી કે મિત્રો કરતાં પણ તે તમારી વધુ નજીક છે. દરેક ચહેરામાં તેનાં દર્શન કરો.
સૂતાં પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરવાની ટેવ પાડીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે, “હે પ્રભુ! મારા હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ કે મન વડે જે કંઈ કર્મ મારા વડે થયાં છે તે સર્વ મારી પૂજા-અર્ચના રૂપે તને અર્પણ કરું છું.'' અજાગ્રત મન પર આ જાતનો ભાવ મૂકીને સૂઈ જાઓ. આ વસ્તુ આધ્યાત્મિક સિદ્ધિઓની પ્રાપ્તિમાં તમને સહાયરૂપ બનશે. આ જ જીવનનું વાસ્તવિક આધ્યાત્મીકરણ છે. આગળ જતાં અમુક વિશેષ પ્રકારનાં કાર્યો દિવસ દરમિયાન તમે કરતા હો ત્યારે ભિન્ન ભિન્ન દરેક ક્રિયાના આરંભે તથા અંતે તપાસશો તો જણાશે કે ભાવની સમગ્ર પ્રક્રિયામાંથી તમે પસાર થઈ રહ્યા છો. ઉદાહરણ તરીકે તમે ભોજન લેવા બેસો છો ત્યારે તે પ્રક્રિયા થતી જોવા