________________
ઉપદેશ
૬૧ મળે છે. તમે ભોજનની દરેક સામગ્રી પ્રભુને અર્પણ કરીને જ જમો. ભોજનને અંતે ઊઠતાં પહેલાં પણ તમે “ “બ્રહ્માર્પણ'' કહો. જ્યારે તમે પત્ર લખવા બેસો ત્યારે તમે માનસિક પ્રાર્થના કરો કે, “પ્રભુ ! આ કાર્ય તારી પૂજા બનો,'' અને જ્યારે પત્ર સમાપ્ત થાય ત્યારે પણ કહો, ‘‘બ્રહ્માર્પણ.'' આપણે સર્વ કાર્યનો આરંભ પ્રાર્થનાથી અને સમાપ્તિ સમર્પણભાવથી કરવાં જોઈએ.
પ્રભુપૂજાનું આ સાદામાં સાદું રહસ્ય છે અને દિવસનાં તમામ કાયોને પૂજા, ભક્તિ અને ત્યાગમાં રૂપાંતરિત કરવાનો સૌથી અસરકારક અને શકિતશાળી માર્ગ છે. આપણા પ્રાચીન ત્રષિમુનિઓ તથા સંતોએ શોધી કાઢેલો આ માર્ગ છે અને તેઓ અમૂલ્ય વારસા તરીકે આપણને તે સોંપતા ગયા છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ એક સુંદર શ્લોક છે જે દરેક સાધકે સતત યાદ રાખવો જોઈએ.
: (અર્પણ બ્રહ્મ છે. હવિ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમ કર્યો તે પણ બ્રહ્મ છે.)
જે બ્રહ્મભાવે સ્થિર રહે છે, તે બ્રહ્મ જ પામે છે. આમ આ બ્રહ્મવેત્તા વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન અને વિચારોમાં મનનું સાચું વલણ શુદ્ધ અને સાચો ભાવ ધારણ કરે છે. તે સગુણ વડે ઉપર બતાવેલા સર્વોત્તમ ફળને પ્રાપ્ત કરે છે.