________________
ઉપદેશ
યોગમાં ફેરવાઈ જાય છે. આ જ જીવનનું ધ્યેય છે.
સર્વ જીવો સાથેની એકતાનો ભાવ દિવસે દિવસે વધુ તીવ્ર બનતો જાય અને અવિરત રહે તે અર્થે કેટલાંક વ્યવહારુ સૂચનો અહીં આપવામાં આવ્યાં છે. જાગીને આપણા દિવસની શરૂઆત કરીએ છીએ, અને નિદ્રામાં પ્રવેશીને તેની સમાપ્તિ કરીએ છીએ. આમ જ્યારે આપણે નિદ્રામાંથી જાગીને સ્ફૂર્તિમાં આવીએ છીએ ત્યારે આપણા મન પર આરંભના એક વિચારની છાપ ઊભી કરવા આપણે પ્રાર્થના કરવી જોઈએ કે, ‘‘હે પ્રભુ, બધાં જ નામ-રૂપોમાં રહેલી તારી સેવા, ભક્તિ કરવા હું જાગ્યો છું.'' પ્રભુના આ વિરાટ વિશ્વરૂપના તમે પૂજારી છો તેવો ભાવ ઊંઘમાંથી ઊઠ્યા પછી તાજા જ મન પર દઢ કરવો જોઈએ, તમે તમારી પોતાની જ પ્રાર્થના ઘડી કાઢો. “હે પ્રભુ ! આખાયે દિવસ દરમ્યાન જાગ્રતાવસ્થામાં હું મન, વચન, કર્મથી જે કંઈ કરું તે સર્વ ક્રિયાઓ આપની આરાધના બની રહો !'' મનમાં આ ભાવને ધારણ કરી આપણા દૈનિક કાર્યનો આરંભ કરીએ. જો આપણે આપણાં દૈનિક કાર્યોને આ ભાવ સાથે કરીશું તો કર્મ આપણને બંધનમાં નાખશે નહીં. તેનાથી ઊલટું આપણી દૈનિક ક્રિયાઓ ઈશ્વર સાથે આપણને સાંકળનારી કડી બની જશે.
૫૯
"
પ્રવૃત્તિઓ દરમિયાન નવરાશની પળો મળે ત્યારે થોડા સમય માટે આપણી સમગ્ર જાતને કેન્દ્રિત કરી કહીએ કે, “આ બધી પૂજા છે. જે કંઈ હું કરું છું તે બધું ઈશ્વરની ભક્તિ જ છે.''
સર્વમાં પ્રભુનું દર્શન કરવાનો યત્ન કરો. તમારી જાતને અવારનવાર યાદ આપો કે આ તારો ભાવ છે ‘સર્વમ્ બ્રહ્મમવમ્'’. દિવસને અંતે નિદ્રાદેવીને શરણે જાઓ ત્યારે દિવસનાં
-