________________
૫૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ થતો જોવા મળ્યો છે.
આપણામાં આ ભાવ હોય છે, છતાં પણ ક્રિયાઓ સામાન્ય રીતે મનને બહાર તરફ ફેકે છે, અને મનને બાહ્ય સ્વરૂપમય બનાવી દે છે. મન જો આત્મનિરીક્ષણ કરતું હોય તો તેટલો સમય આ ભાવ પકડાઈ રહે છે, પરંતુ જેવું મન બહિર્મુખ બન્યું કે તરત જ તે ઈન્દ્રિયજન્ય પદાથો સાથે સંબંધ બાંધે છે અને તે દરેક પદાર્થ મન પર ન ભૂંસી શકાય તેવી છાપ ઊભી કરતો જાય છે. આમ ખરો ભાવ ક્ષીણ બનતો જાય છે, તેના ચીલા પર નવી ઊર્મિઓ ઉદ્દભવતી જાય છે. આનો ઉપાય શો ? આનો ઉપાય એક જ કે આપણામાં ઊંડી ધગશ, પ્રબળ ઉત્સાહ, પ્રામાણિકતા, ધીરજ અને સતત અભ્યાસ હોવાં જોઈએ.
જેમ સ્ટીમર ગમે તે દિશા તરફ ગતિ કરતી હોવા છતાં પણ નાવિકના દિશાસૂચક યંત્રની સોય તો હંમેશાં ઉત્તર દિશા જ બતાવે છે, તેવી જ રીતે મન હરપળે બહિરંગ બની જતું હોવા છતાં પણ મનનો થોડોક ભાગ મુખ્ય કેન્દ્રમાં સ્થિર થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી મનનો આંતરપ્રવાહ અતિ આવશ્યક એવા મૂળભૂત ભાવને પકડી રાખશે. આ ભાવને ધીમે ધીમે સતત અભ્યાસ વડે કેળવવાનો છે. ગમે તેમ હોય પણ તે પછી તો અસંખ્ય ઉપાધિઓ આવે અને મનની સાથે અફળાય અને મનને ડગાવી નાખવાના પ્રયત્નો કરે છતાં પણ તે તો તેના કેન્દ્રભાવમાં જ સ્થિત રહેશે. આ સ્થિતિએ પહોંચ્યા પછી આ ભાવ ક્યારેય સંપૂર્ણપણે ડગી જતો નથી કે તેનો વિચ્છેદ પણ થતો નથી. દિવ્યભાવ હંમેશ ટકી રહેશે. ત્યાર પછી આપણું સમગ્ર જીવન સામાન્ય જીવનમાંથી ભકિતસાધના, તપશ્ચર્યા અને