________________
૧૫
શિષ્યપદનાં વીસ વર્ષો સન્માન પામવા લાગેલા. ૧૦ જુલાઈ, ૧૯૪ત્ની ગુરુપૂર્ણિમાએ સરસ્વતીઓના પંથના સંન્યાસી બની રાવસ્વામીજીમાંથી સ્વામી ચિદાનંદ સરસ્વતી થયા.
સ્વામી ચિદાનંદજી તે પહેલેથી જ જીવનમુક્ત અવસ્થામાં જન્મજાત અવતરેલા છે. આશ્રમના ખૂબ જૂના અંતેવાસી, ગુરુદેવના ખૂબ જૂના શિષ્ય, સ્વામી પરમાનંદજી તેમને વિશે કહે છે, ‘‘બિલાડાં-કૂતરાં અને વાંદરાને ખવડાવતા અને તેની સેવા કરતા આ સ્વામીને જોવા જેવા છે. આશ્રમ પૈસાની ખેંચ અનુભવે તે સમયે પણ તે તો માંદા કૂતરાને કીમતી ઈંજેક્ષનો આપતા હોય ! કેટલાયે કાગળો જવાબ આપવાના પડ્યા હોય ત્યારે પડોશનાં ભૂલકાંઓને તે બિસ્કિટ, પિપરમીટ દઈ ઉપદેશ આપતા હોય ! પોતાની જાતનું કામ કરવા સમય હોય તો પણ માંદા દરદી કે કોઈ જીવજંતુ કે રૂપાળાં ફૂલની માવજતનો તેમને સમય મળે છે ! જો સ્વામી ચિદાનંદજીનાં જ્ઞાન, શક્તિ અને ગુરુદેવના ચરણકમળના તેમના પ્રેમનો એક સહસ્રાંશ પણ મારામાં હોત તો હું ત્રોટકાચાર્યની સ્થિતિએ પહોંચ્યો હોત !''
સ્વામી હરિશરણાનંદજી કહે: “સ્વામી ચિદાનંદજી બિલાડી અને વાંદરાના અંત્યેષ્ઠિ સંસ્કાર કરે છે અને તે વખતે મંત્રો તેમ જ કીર્તન ગાય છે. આ છે નિષ્કામ સેવા; સકળ વિશ્વ પ્રત્યેનો પરમ પ્રેમ. ચિદાનંદજીની ભાવના છે કે જે કોઈના સંસર્ગમાં તે આવે તે નારાયણ જ હોય છે !''
શ્રી નારાયણ સ્વામીએ કહ્યું, “તેણે ઘણી કળાઓ હસ્તગત કરી છે. તે આદર્શ સાધક, આદર્શ શિષ્ય, ગરીબ અને માંદાનો બેલી છે. તત્ત્વવેત્તા, રાજયોગી અને સંત છે.''