________________
સત્યની શોધમાં દેડકાંને ગળતો હોય છે ત્યારે ઊડતી આવેલ માખીને દેડકો જીભ વહાવી પકડવા જાય છે! સંસારમાં બદ્ધ જીવના સ્વભાવનું આ તાદશ ઉદાહરણ પૂરું પાડે છે. બીજી વાતમાં એક ચાંદની પથરાયેલ રાત્રિએ એક માણસ કૂવામાં પડી જતો હોય છે. ત્યાં તેને તેના કાંઠે ઊગેલ ઝાડની ડાળ હાથમાં આવી જતાં તેના પર તે ટિંગાઈ રહે છે. આ ડાળ પર તે માણસની નજર જાય છે. ત્યાં એક સાપ તે ડાળ પર વીંટળાઈને તેના તરફ આગળ વધતો તે જુએ છે. ઉપર, બહાર, નજર કરતાં વાઘ તરાપ તાકી ઊભો હોય છે. નીચે પાણીમાં મગરમચ્છ મોં પહોળું કરી તૈયાર હોય છે. તેવે સમયે તે ડાળ પરના મધપૂડામાંથી મધ ઝરે છે અને આ માણસ તે તરફ શરીર ઝુકાવી મધને જીભ પર લેવા યત્ન કરે છે ! સંસારનું ભયંકર ચિત્ર રજૂ કરતી આ વાતોની શ્રીધર પર ઊંડી છાપ પડે છે.
શ્રીધરમાં વસેલો સંત નાનપણના જીવનપ્રસંગોમાંથી બોધપાઠ લેતો રહ્યો. એક દિવસ આ બીજમાંથી વિશાળ વટવૃક્ષ ફાલશે, ફેલાશે અને તેની છાયામાં અનેક ક્ષુબ્ધ આત્માઓને, જ્ઞાનપિપાસુઓને જીવનરાહદર્શન આપશે.
૨. સત્યની શોધમાં
સાતમે વર્ષે સેંટ એન્સ કૉન્વેન્ટમાં દાખલ થયા. માતાએ તેના અભ્યાસ પર ધ્યાન આપવાનું હાથમાં લીધું. પાશ્ચાત્ય ભણતર પદ્ધતિમાં જ તેમનું શિક્ષણ પાંગર્યું છતાં કોઈ અનિચ્છનીય અસર ન પડી, ઊલટાનો બાળકનો સ્વભાવ