________________
૪૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી ઋષીકેશ જવાનું છે.
સ્વામીજી દુનિયાના લોકો વચ્ચે ફરિસ્તા તરીકે આવ્યા છે તે એમ સમજાવવા કે માનવે દાનવ બનવાનું નથી, માનવતામાંથી દેવત્વ તરફ જવાનું છે. જીવનનો આ જ મુખ્ય હેતુ છે.
૧૧. જ્ઞાનનો ભંડાર
ચિદાનંદજીએ તેમના હિમાલયના સાધના કાળના અને અજ્ઞાત સંચરના સમય સિવાય બધો જ સમય અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાઈ, જુદા જુદા ભાગના લોકોને દિશાસૂચન મળે તેવું વિવિધ લખાણ કર્યું છે.
તેઓ આશ્રમમાં આવ્યા તે જ વરસમાં, ‘લાઈટ ફાઉન્ટન' - “પ્રકાશનો કુવારો' નામથી, ગુરુદેવની જીવની લખી. તેમાં તેમણે બતાવ્યું છે કે આધ્યાત્મિક સત્યો શાસ્ત્રોનાં પાનાં પર લખાયેલાં વાક્યો નથી પણ ગુરુદેવ જેવા સંતોના જીવનની હોવાની અને કરવાની બાબતો છે.
૧૯૫૩માં નવરાત્રીના નવ દિવસમાં દેવી માહાભ્યની ઊંડી સમજ આપતું, જીવનમાં તેને કેમ ચરિતાર્થ કરવું તેની સમજણ આપતું, “ઈશ્વર માતૃસ્વરૂપે' God as Mother નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં તેઓનાં નવ સંભાષણોનો સંગ્રહ છે.
ગુરુદેવની દિવ્ય પ્રતિભાને સમજાવતું પુસ્તક ‘જગદ્ગુરુ શિવાનંદ' ૧૯૫૭માં પ્રગટ થયું જે તેના ૧૯૪૬ના “કૌશિક' તખલ્લુસથી લખેલા લેખોનો સંગ્રહ છે.
સંગ્રહાલયની રીતનો ઉપયોગ કરી સ્વામીજીએ ‘યોગ