________________
વિરલ દિવ્ય વ્યકિત
- ૪૫ એવા અનેક દાખલા બન્યા છે તેથી સ્વામીજી ભકતો માટેના પ્રેમને કારણે તેઓ ઇચ્છે તે માગણી સંતોષી શકતા ઈશ્વર આવા સંજોગો તેના પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવનાને કારણે જ બનવા દેતા હશે ને ?
ગીતામાં વર્ણવેલા યોગી, સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાની કેવા હોય તે તાદશ જોવા સ્વામીજીના જીવનના અનેક પ્રસંગો અને સંજોગો બનતા જોવા પડે.
મહામૃત્યુંજય મંત્રની શક્તિનાં દર્શન સ્વામીજીએ લાખો માણસની મેદનીમાં કલકત્તામાં કરાવ્યાં, બધા જ શ્રોતાઓને સ્વામીજીએ એક ભાઈની બીમારીમાં મદદ કરવા પ્રેમપૂર્વક, શ્રદ્ધાથી પરોપકારાર્થે હૃદયપૂર્વક મહામૃત્યુંજય જપ ૧૦ વખત સભામાં બોલવા કહ્યું. બધાએ આમ કર્યું અને ઘણા અંતરે રહેલા આ બીમાર સજ્જનને તરત ફાયદો થયો. આમ મૃત્યુંજયનો હૃદયપૂર્વકનો પાઠ શું કરી શકે તે સ્વામીજીએ ચરિતાર્થ કરી બતાવ્યું.
તેમના જીવન દ્વારા તેઓ એ સત્ય દર્શાવે છે કે પ્રભુ સર્વત્ર છે. તે જે કંઈ કરે તેના દ્વારા તે માનવતાને શીખવે છે કે આ વિશ્વ ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ છે, દિવ્ય તત્ત્વ તેમાં ઓતપ્રોત છે.
તેમણે એક બાળકને અન્નપ્રાશન કરાવેલું તે પ્રસંગે એમ હૂબહૂ દેખાયેલું કે બાળકને તેમણે બાલકૃષ્ણ રૂપે જ ખવડાવેલું! ખવડાવવાનો પાર્થિવ પ્રયોગ ઈશ્વર માની કરવાનો જ અહીં સવાલ ન હતો. ખવડાવવાનો વિચાર પોતે જ ઈશ્વરને ખવડાવતા હોવાને થઈ જાય તો નાનાં ભૂલકાંઓમાં ઈશ્વરનાં દર્શન થાય !
પોતાના નિજી ઉદાહરણથી તે બોધ આપે છે કે સાધકે માનવમાં માધવ જોવાનો છે અને માનવતામાંથી દેવત્વ પ્રતિ