________________
સત્યની શોધમાં લોકો મને સમજે તેમ ન ઈચ્છતાં તેઓને હું સમજું; મને ચાહે તો ભલે પણ હું તો તેમને જરૂર ચાહું; આપવાથી જ મળે છે, માફ કરવાથી જ માફી મળે છે; અન્ય કાજે મૃત્યુને વહાલું કરવાથી જ અમરત્વ પમાય છે.''
આધ્યાત્મિક સ્તરે શ્રીધર માનતો કે સો ટકા હિંદુ, સો ટકા ખ્રિસ્તી હોવો જ જોઈએ.
આ આધ્યાત્મિક સાધકે કિમ્બર્લી ક્રિકેટ કલબ સ્થાપેલી. આશ્રમવાસી થયા પછી પણ તે ક્રિકેટ રમવા ઉત્સુક રહેતા. તે ચુનંદો તરવૈયો પણ હતો. સાંજે ક્રિકેટ રમતો આ યુવાન સવારે યોગાસનો કરતો.
ગરીબ, માંદા, તરછોડાયેલ, તિરસ્કૃત અને દીનહીન લોકોની સેવાના મોકા તે ખોળ્યા જ કરતો. સેવા અને દાન કરવા માટેનો આવો પ્રેમ પશુપંખીઓ માટે પણ તેટલા જ પ્રમાણમાં દેખાતો. સૌ જીવંત રૂપોને તે ઈશ્વરનું વિરાટ સ્વરૂપ માની સેવા કરતો. રકતપિત્તિયા અને રખડેલ કૂતરાઓની સેવા તેની રોજિંદી દિનચર્યા બની ગઈ. એક શીતળાના રોગીની લાંબો સમય સેવા કરવાથી તેને શીતળાના ભોગ બનવું પડેલું. જાત પર અસર થાય તેથી તેની સેવાનો જુસ્સો કદી ઓસરતો નહીં. હવે પછી થનાર તેના ગુરુ શિવાનંદની માફક ગરીબો, દીનદુઃખીઓની લાંબા ગાળાની સેવામાં જ તેને વ્યવહારુ વેદાન્તી બનાવ્યો, સાધુ તો તેઓ ઘણા સમય પછી બન્યા.
તેને જ્ઞાન થયું કે મહાત્માઓના સંગથી દુનિયામાં વિરતિ આવે છે. તેણે તેની ગધ્યાપચીસીમાં જ સાધુઓનો સંગ સેવેલો. ઘરઆંગણે “રાણાજી વેંકટરાવ અને કાકા કૃષ્ણરાવ ઈશ્વરનુભૂતિ