________________
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષકેશ પામેલ મહાન ભક્તો હતા. વજેશ્વરીના સિદ્ધ સ્વામી નિત્યાનંદે તેના સાત્ત્વિક મન પર નાનપણમાં જ ઊંડી અસર પાડેલી. ૧૯૩૨થી ૪૦ના તેના શૈશવકાળમાં જ શ્રી સ્વામી વિરજાનંદ, (૯મોડાવાળા), દત્તાત્રેયસ્વરૂપ પરિવ્રાજક સ્વામી પુરોહિતજી, સ્વામી ગાયત્યાનંદ, શ્રી રમણ મહર્ષિ, મલાયલ સ્વામી, વ્યાસાશ્રમ(તિરુપતિ)ના સ્વામી અસંગાનંદ, સચ્ચિદાનંદ સંઘના સ્થાપક મદ્રાસના સંત સ્વામી રાજેશ્વરાનંદ, રામકૃષ્ણ મિશનના સ્વામી અશેષાનંદ, આનંદાશ્રમના સ્વામી રામદાસ વગેરે સંતોનું ખૂબ નિકટનું સાંનિધ્ય પ્રાપ્ત થયું તેની ઊડી આધ્યાત્મિક અસર રહી.
સમૃદ્ધિમાં આળોટતો આ આત્મા ત્યાગ અને તપસ્યાનું જીવન વિતાવવામાં ખૂબ સફળ રહ્યો. તેમણે પદત્રાણ છોડ્યાં, રેશમી કપડાં વાપરવાં બંધ કર્યો અને ત્યાગ તથા નિવૃત્તિનું જીવન ગાળવા લાગ્યા. તે ઘેર રહી યોગી થયા. તેમની દૈનિક જીવનચર્યા સેવા, સત્સંગ અને સાધનામય બની રહી. તે સમયે તેમણે સંત જ્ઞાનેશ્વર અને તુકારામની ફિલ્મો જોયેલી, જેની તેમના જીવન પર ઊંડી અસર પડેલી.
તેમના ૪૯મા જન્મદિને, ૨૫ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ તેમણે હરદ્વારથી બે કાર આશ્રમ પર મોકલી. સ્વામી કૃષ્ણાનંદજી, માધવાનંદજી વગેરેને હરદ્વાર સંતના દર્શને બોલાવી, સંત જ્ઞાનેશ્વરની ફિલ્મ બતાવેલી ! આ સૌની નવાઈનો સ્વામીજીએ જવાબ આપેલો કે તેમના જીવન પર ઊંડી છાપ પાડનાર આ ફિલ્મ તેમના જન્મદિવસે બતાવીને તેમણે ત્રણ ફેડવા પ્રયત્ન કરેલો !