________________
૧. જન્મ અને બાળપણ शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो अभिजायते ।
વિકાસ તો જીવનનો ક્રમ છે. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી – જન્મજન્માંતર સુધી - તે ચાલ્યા જ કરવાનો. અનુકૂળ વાતાવરણ અને સંયોગો પ્રાપ્ત કરી વ્યક્તિ વિકાસને પંથે આગળ પ્રગતિ કરે છે. આ છે વિશ્વનો એક અટલ નિયમ.. વિશ્વના અનેક મહાપુરુષો ગરીબ હોવા છતાં સંસ્કારી કુટુંબોમાં જમ્યા હતા. - મેંગલોરમાં શ્રીનિવાસરાવ અને સરોજિનીદેવીનું એક આદર્શ પૈસાપાત્ર જોડું હતું. તેઓ બન્ને ધર્મપ્રેમી અને સંસ્કારી હતાં.શ્રીનિવાસરાવ એક ધનાઢ્ય જમીનદાર હતા, છતાં એમનામાં સંપત્તિનું અભિમાન હતું નહીં એટલું જ નહીં, પરંતુ તેમનામાં દયા, કરુણા વગેરે સગુણો જન્મથી જ હતા. શ્રીમતી સરોજિનીદેવી એક આદર્શ ભારતીય ધર્મપત્ની હતાં. તેમનામાં દયા, કરુણા, દાનવૃત્તિ, ઉદારતા, પ્રભુભક્તિ અને સુંદર મળતાવડો સ્વભાવ હતો.
આવા આદર્શ ધર્મપ્રિય કુટુંબમાં વિકસિત આત્મા જ જન્મ લે એમ ગીતાનું ઉપર મૂકેલ વાક્ય કહી જાય છે. આ પવિત્ર બ્રાહ્મણ કુટુંબને ત્યાં તા. ૨૪મી સપ્ટેમ્બર, ૧૯૧૬ના પવિત્ર દિવસે એક પુત્રનો જન્મ થયો. આ કુટુંબનું આ બીજું સંતાન અને પ્રથમ પુત્ર હતો. આ બાળકનું નામ શ્રીધરરાવ રાખવામાં આવ્યું. બાળપણમાં તેના સ્વભાવથી બાળક કુટુંબમાં સૌનો લાડીલો - બની ગયો.