________________
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ
એક પણ આંસુ સાર્યા સિવાય પણ ખૂબ ગહન અને ગંભીર અંતર્નિરીક્ષિત દષ્ટિ સાથે સ્વામીજી આશ્રમવાસીઓને દિલાસો આપતા રહ્યા અને બધું જરૂરી કામકાજ કરતા રહ્યા.
૧૮મી ઑગસ્ટ, ૧૯૬૩ના દિવસે ટ્રસ્ટીઓ મળ્યા. ઇચ્છા વિરુદ્ધ સ્વામી ચિદાનંદજીને પ્રમુખપદે બેસાડ્યા. હંમેશ જેવી જ નમ્રતા અને અનાટ્યવૃત્તિથી તેમણે કહ્યું, ‘‘બોજો ઉપાડ્યો છે, હવે ઉઠાવવો જ રહ્યો.'' પ્રમુખપદ સંભાળતાં તેમણે ગુરુદેવને પ્રાર્થના કરી. ‘ગુરુદેવના આત્માને મારી પ્રાર્થના છે કે સહૃદયતાથી સેવા કરવાની, ફરજના ભાનપૂર્વક કામ કરવાની અને તેને યોગ્ય જીવન જીવવાની મને શક્તિ આપે. નમ્રતાનો તેમ જ નિઃસ્વાર્થપણાનો અને સમર્પણબુદ્ધિનો અનુગ્રહ આ સેવક પર હંમેશાં વરસાવતા રહે !''
૨૦
આ ભારતવર્ષની પવિત્ર ભૂમિ પર સદ્ગુરુરૂપે દિવ્યતાએ અનેક વાર અવતરણ કરેલ છે. યોગ્ય સમર્પણભાવવાળા શિષ્યો ખૂબ ગણ્યાગાંઠ્યા પાડ્યા છે. સ્વામી ચિદાનંદ એક આવા જવલ્લે જ મળતા પુષ્પ સમા હતા. તેઓ પોતાની અંદર સુગંધી લઈને આવ્યા. ગુરુદેવનાં કિરણો પામતાં જ એ પુષ્પ ખીલી ઊઠ્યું ને જગતને મઘમઘતું કર્યું.
સ્વામી ચિદાનંદજી શરણાગતિ અને ગુરુભક્તિની પ્રતિમા છે. પવિત્ર ગુરુદેવથી એમને અળગા પાડી શકાય જ નહીં. માનવતાને શીખવે છે કે, ‘‘ઈશ્વર સર્વોચ્ચ પરમ ગુરુ છે, વિશ્વ સદ્ગુરુ છે, દશ્યરૂપે આ જગત ઈશ્વર છે. જગત ગુરુ છે, જીવન શિષ્યપદ છે, જગતની સેવા માટે જીવી, જગત પાસેથી જ્ઞાન પામવાનું છે. મોક્ષ અપાવનાર ધર્મ આ જ છે.’’