________________
૫૬
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ સ્વરૂપને કે સાકાર સગુણ બ્રહ્મને લક્ષ્ય બનાવવામાં આવ્યું. હૃદયમાં બિરાજતા આ દિવ્ય આતર પુરુષ પર મનને કેન્દ્રિત કરવાથી તે બાહ્ય વિષયપદાર્થોમાં ભટકતું અટકે છે ને સંપૂર્ણપણે દિવ્ય બને છે, કેમ કે જેના પર મનને કેન્દ્રિત કરવામાં આવે છે તે પરમાત્મા પોતે જ દિવ્ય છે.
આવી રીતે મન બહારના વિષયપદાર્થો પરથી અંતરના કેન્દ્રમાં, ચંચળતામાંથી સ્થિરતામાં, સર્વત્ર વીખરાયેલી સ્થિતિમાંથી એક પદાર્થ પર કેન્દ્રિત સ્થિતિમાં કે પાર્થિવ જડ પદાર્થો પરથી સનાતન દિવ્ય પરમાત્મા, પોતાના આદર્શ કે હૃદયના પ્રિયતમ પર એકાગ્ર થતાં તેનું સંપૂર્ણ પરિવર્તન થાય છે. આ સાધના આગળ વધતાં ધીમે ધીમે તે એટલી તીવ્ર કે એકાગ્ર બને છે કે મન તેના ધ્યેયમાં લીન થઈ જતાં અદશ્ય બને છે. પછી તે મન રહેતું નથી. વિજ્ઞાનીઓ જે અગ્નિમાંથી તેની દાહકશક્તિ લઈ લે તો પછી તેને અગ્નિ કહી શકાય ? પછી તો તે અગ્નિ હોવા છતાં અગ્નિ રહેતો નથી. આવું મન શુદ્ધ આત્મચેતનામાં પહોંચવા માટે ધોરી માર્ગ સમાન બને છે, અને અંતરાત્મા પોતાની વિસ્મૃતિ, અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રા કે માયારૂપી રોગમાંથી મુક્ત બને છે. સત્યરૂપી સૂર્યનો ઉદય થતાં દિવ્ય જ્ઞાનરૂપી ભવ્ય પ્રકાશ ઝળહળી ઊઠે છે ને માનવ આ પૃથ્વી પર તે ક્ષણે જ મુક્ત બને છે. આ સર્વથી મહાન સિદ્ધિ છે, અને તે પ્રાપ્ત કરવાની શક્તિ આપણા સૌમાં રહેલી છે.
સાચી આધ્યાત્મિક દૃષ્ટિ સદા વિદ્યમાન ઈશ્વરની સર્વવ્યાપકતાનું સચોટ ભાન આપણને હોવું જોઈએ. પરમેશ્વરે આપેલાં સર્વ કાર્યોને આધ્યાત્મિક સુગંધ