________________
સત્સંગ
સમજણપૂર્વક સ્વામીજી પુરાતન શાસ્ત્રોની વ્યાખ્યા આપતા તેનાથી ગમે તે જાત કે સંપ્રદાયના લોકોને ખૂબ સંતોષ થતો. એકીઅવાજે બધા જ જે તેમને મળતા અને જોતા તે કહેતા કે જે તે ઉપદેશે છે તે જ જીવે છે. આવા મનુષ્યો દુનિયાને ડોલાવી શકે.
તેમણે જગતને બતાવ્યું છે કે બધા ધમનો આશય માનવતાને પ્રભુતા પ્રત્યે ઊંચે ઉઠાવવાનો જ છે.
ધૂંધળી દષ્ટિવાળા, અશાંત, પશ્ચિમને ધીરગંભીર શાંતિની તેમણે ખાતરી કરાવી આપી. આધુનિક વ્યસ્ત કાર્યક્રમવાળા જીવનમાં પણ આધ્યાત્મિક ઉન્નતિ સુમેળથી સાધી શકાય તે તેમણે બતાવ્યું. હિમાલયની ઊંચાઈએ જેટલી આધ્યાત્મિકતા કેળવી શકાય તેટલી જ મહાનગરોના કૉન્ક્રીટના રાજમાર્ગો પર પણ કેળવાય તેની રીત તેમણે સમજાવી. હલકી, હિંસક દોડ કરતા સમાજને તેમણે આત્મવિલોપન અને આત્મત્યાગની મહત્તા સમજાવી, તેનામાં નવી શ્રદ્ધા પ્રેરી અને ઉચ્ચ દિવ્યજીવનનો અનેરો આનંદ દયમાં ઉતાર્યો.
૭. સત્સંગ
બે દાયકા થયા સ્વામી ચિદાનંદજીએ વિશ્વમાં પરિભ્રમણ કર્યું છે અને ધૂમકેતુ માફક પોતાની પાછળ તેજોમય આધ્યાત્મિક જ્ઞાનનો વારસો જ્યાં ગયા ત્યાં મૂકતા આવ્યા છે.
સંતો માટે સ્વામીજીને નાનપણથી જ ઊંડું આકર્ષણ રહેલ છે. તે માટે તેઓએ કદી ભગવો પહેરવેશ જ જરૂરી માન્યો ન હતો. ગાંધીજીએ તેમને જીવનભર પ્રેરણા પાઈ છે. નાનપણથી જ