________________
૫૩
ઉપદેશ તેની ચિંતા કરવાને બદલે તેને માટે પ્રાર્થના કરવી એ સારું છે.'' આમ કહીને તેમણે રજા લીધી. બે વર્ષ બાદ ગુરુ ફરીથી તે ગામમાં આવ્યા. અને અગાઉની માફક શિષ્યના કુશળ સમાચાર પૂક્યા. ત્યારે શિષ્ય કહ્યું, “પેલો બદમાશ તો સુધરવાને બદલે વધારે બગડ્યો છે !'' આમ કહીને તેનાં શિરજોરીનાં કૃત્યોનું વર્ણન કરવા માંડ્યું. ગુરુએ બધી વાત શાંતિથી સાંભળીને કહ્યું, ‘‘ભાઈ, ગયે વખતે જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને તારા સંબંધી બહુ ચિંતા ન હતી, કેમ કે તે ગામના આ ભાગમાં રહે છે અને પેલો ગુંડો બીજા ભાગમાં રહેતો હતો. આથી તમારા બન્નેની વચ્ચે આટલું અંતર હતું. એટલે તમારા આધ્યાત્મિક જીવન પર તેની અસર થાય તેમ ન હતું, પણ હવે તો વસ્તુસ્થિતિ ગંભીર બની ગઈ છે.' શિષ્ય કહ્યું, “ના ગુરુજી, હજી તે તો ત્યાં જ રહે છે.'' ગુરુએ કહ્યું, ‘“ના, ના, અત્યારે તો તે તમારી અંદર જ રહે છે. પહેલાં તે બહાર અને દૂર હતો, પણ હવે તો તમે તમારી અંદર જ તેને સ્થાન આપ્યું છે,'' કેમ કે શિષ્ય પોતાના અંતરમાં ગુરુનો બોધ, ઈશ્વરનું સ્મરણ, મંત્રજપ, પ્રાર્થના કે ધ્યાનને બદલે તે બીજો માણસ ને તેનાં કૃત્યોને જ સ્થાન આપ્યું હતું.
આ દષ્ટાન્ત ખૂબ વિચારવા લાયક છે. તે બતાવે છે કે જીવાત્મા પોતાના આંતરિક કેન્દ્રમાં સ્થિર રહેવાને બદલે બહારના વિષયોમાં રસ લેતો થાય તો તેની ભવ્ય સિદ્ધિ - મોક્ષ માટેનો આંતરિક વિકાસ અટકી જાય છે. માટે તમારે સત્યકેન્દ્રિત થવું જોઈએ. જો મન તમને અંદરના કેન્દ્રમાંથી દૂર ખેંચી જઈ પાર્થિવ પદાથોના ચિંતનમાં ઘસડી જાય, તો તમે તમારા