________________
૩૪
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ સ્વામીજીને ગુરુદેવે નવી દુનિયામાં યોગ, વેદાન્ત અને સનાતન ધર્મના પ્રસાર અર્થે મોકલ્યા તેથી આ સેવાની પ્રવૃત્તિને પણ જોમ મળ્યું.
પેરિસની ફેશન નિર્માતા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મધર સીમોનેટ્ટા અઢળક પૈસા કમાતી હતી. તેણે આ સમાજથી તરછોડાયેલા બીમારોની વાત સ્વામીજીને મોઢે પૅરિસમાં સાંભળી અને તેણે પોતાની બાકીની જિંદગી આ સેવાકામમાં જ વિતાવવા નિશ્ચય કર્યો.
શિવાનંદાશ્રમ આવી તે અનાથ અને સમાજથી હડધૂત થયેલ કુષ્ઠ રોગીઓની સેવામાં લાગી ગઈ.
સ્વામીજી આવ્યા ત્યારથી આશ્રમમાં તો દવાખાનામાં કામ કરતા પણ પાડોશના પ્રદેશમાં આવી દવાની સગવડ ન હોઈ ઘેર ઘેર ફરી દવા પહોંચાડતા. સ્વામીજી આ આદિવાસી લોકોને ઘેરી જઈ તેમને જમાડતા, દવા આપતા અને તેમના ઘા પર મલમપટ્ટા બાંધતા.
૧૯૭૩ના વર્ષના પાછલા ભાગમાં સીમોનેટ્ટા, પીએર રેથનીએસ, હાન્સ અને સીતા ફ્રેન્કલે ઢાળવાળા લેપર કૉલોનીમાં પણ મદદ કરવાનું માથે લીધું.
બેલ્જિયમનાં મિ. અને મિસિસ બૅલ નિઃસ્વાર્થ સેવાની વેદી પર બલિદાન દેવા આવ્યાં. સીમોનેટ્ટાએ ગરમ સ્વેટર, મફલર, જાજમ વગેરે વણવાનાં મશીનો ત્યાં વસાવ્યાં. ૧૯૭૫માં લક્ષ્મણલા કૉલોનીમાં દવાખાનું શરૂ થયું. ગિરધારી ઢાળવાળા કૉલોનીનો એક ગરીબ કુષ્ઠ રોગી હતો. તેને આંગળાં, નાક કે પગ ન હતાં. તેની પત્ની પણ કુષ્ઠ રોગી