________________
૫૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ પાઠ શંકરાચાર્ય શીખવી ગયા. ચૈતન્ય નામ સંકીર્તનની લગની લગાડી. શિવાનંદે સેવા, ભકિત, ધ્યાન અને દિવ્ય જ્યોતિનો ચાર પાંખિયો સાધનાક્રમ આપ્યો ચિદાનંદે પોતાના જીવન અને કવનથી બતાવ્યું કે બીજે કશે જ નહીં, સૃષ્ટિના અણુએ અણુમાં જ ઈશ્વરને નિહાળો.
૧૩. ઉપદેશ જેવું વાવો તેવું લણો!
કર્મનો કાયદો કહે છે કે તમે ઈચ્છા પ્રમાણે ગમે તે પાક લણી શકો છો, પણ તે માટે તમારે જરૂરી યોગ્ય બીજ વાવવાં જોઈએ. આ અદ્ભુત નિયમ જ પ્રેમ ને નીતિ, કૃપા ને ન્યાયનું સાચું રહસ્ય છે. તે કહે છે કે, ““જે વસ્તુને માટે તમે લાયક હો તે વસ્તુથી તમે કદી વંચિત રહી શકશો નહીં. પણ તે માટે યોગ્ય કાર્ય તમે કરો એટલે વસ્તુની પાછળ જેમ તેનો પડછાયો આવે તેવી જ રીતે કાર્યની પાછળ પરિણામ આવ્યા વિના રહેવાનું જ નથી. જે વસ્તુ તમારી છે, અને જેને માટે તમે પ્રયાસ કર્યો છે, તે વસ્તુ તમને મળતાં અટકાવી શકે એવી એકે શક્તિ આખી સૃષ્ટિમાં કોઈ નથી. આખી દુનિયા તમારી વિરુદ્ધ પડે તોપણ તમને પ્રાપ્ત થનારી સિદ્ધિ છીનવી શકવા માટે તે અસમર્થ છે.'' યોગનો પાયો પણ આ મનિયમ જ છે બધું દિવ્ય વિજ્ઞાન, પરમ પૂર્ણતા, આંતરપ્રકાશ અને મોક્ષનો આધાર પણ તે જ છે. તમારું આખું જીવન તમે જે જે વિચાર કરો, ઈચ્છા કરો અને તે માટે પ્રયાસ કરો તેનું પરિણામ જ છે. ઇચ્છાને જો તેને યોગ્ય