Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ ૧૨. પળેપળ દિવ્ય જીવન પોતાના જાતઅનુભવ પરથી, અને હૈયાસૂઝથી ચિદાનંદજી કહે છે, “યોગ એટલે નિર્વિકલ્પ સમાધિ જ નથી. તે તો જીવનની ક્ષણેક્ષણમાં છે.'' ચિદાનંદજીનું જીવન નિષ્કલંક ઈશ્વરત્વથી પ્રકાશે છે. કુલીનતા, નમ્રતા, પવિત્રતા અને અનુકંપાની તેમને કુદરતી બક્ષિસ મળેલ તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. તેમની પ્રકૃતિ તો અજ્ઞાત વાસમાં રહી. હિમાલયની ગિરિકંદરાઓમાં ઊંડા ધ્યાનમાં ઊતરી પાર્થિવ દેહ છોડી દેવાની હતી પણ કુદરતે કંઈ જુદું જ નિર્માણ કરવા ધાર્યું હશે તેથી લોકસંગ્રહ અર્થે તેઓએ પરમોચ્ચ આધ્યાત્મિક સેવામાં જિંદગી અર્પણ કરી. બધો જ સમય, બધી જ વસ્તુઓમાં, ચિદાનંદજી અથાક મહેનત કરે છે. સમસ્ત જગત દિવ્યતાનો આવિષ્કાર કરાવે છે. જગત ગુરુ છે. જીવન શિષ્યપદ છે. વિશ્વની સેવામાં પ્રાણ ન્યોછાવર કરવાના છે. જગત પાસેથી જ્ઞાન મેળવવાનું છે. આ ધર્મ જ મોક્ષ અપાવશે. અખૂટ અનુકંપાથી સર્વ જીવંત સૃષ્ટિની તે સેવા કરે છે, તેને પ્રેમ કરે છે. તે જાણે છે કે અજ્ઞાનવશ લોકો ભૂલ કરે છે. તેથી તે તેના પર નારાજ ન થતાં તેને ઉપર ઉઠાવવા નીચે નમે છે. અકલ્પ્ય ઊંચાઈએ ચડનારા મહામાનવો માનવજાતના મન પર ન ભૂંસાય તેવી છાપ મારી ગયા છે. ચાર ઉદાત્ત સત્યો અને આઠ પાંખડિયો પથ બુદ્ધ ભગવાનની દેણગી છે. અંતિમ સત્યનો ૪૦

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70