Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 61
________________ ૫૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ માટે નવાં કર્મો ઉત્પન્ન કરો છો, અને તમારા બંધનની મજબૂત જાળ ગ્રંથો છો, જેમાં તમારાં અજ્ઞાનજનિત ખોટાં કર્મો ને ખોટા વિચારોથી તમે ગૂંચવાઈ મરો છો. માનસ સ્વભાવનું પરિવર્તન કેવી રીતે કરવું ? જો તમારે અંદરની આધ્યાત્મિક નીરોગી અવસ્થા એટલે કે આંતરપ્રકાશ, આનંદ, શાંતિ આદિ મેળવવાં હોય તો મનના સ્વભાવનું રૂપાંતર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. તેનું બધું વર્તન એવું કરવું જોઈએ કે જેથી તે અંદરના આત્મવિસ્મૃતિરૂપી રોગના સચોટ ઇલાજ તરીકે કામ કરે. આપણા પૂર્વજોએ મનના આવા સંપૂર્ણ રૂપાંતર માટે જે અદ્ભુત વિજ્ઞાન શોધી કાઢ્યું છે તેનું નામ જ યોગ. તેના વિના મનુષ્ય કદી આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે તેમ નથી. તેમાં અદ્ભુત બુદ્ધિથી શોધી કાઢેલાં ઉત્તરોત્તર ચડતાં ક્રમિક પગથિયાં દ્વારા મનુષ્ય ધીમે ધીમે મનના બહિર્મુખ સ્વભાવને અંતર્મુખ બનાવી શકે છે. તેમાં તત્ત્વજ્ઞાન, સાચી જિજ્ઞાસા, સંસારના માયાવી પદાર્થોની પોકળતા અને તે પ્રત્યેની આસક્તિની મૂર્ખતા આદિનો વિચાર કરતાં કરતાં મન કહેવા માંડે છે, ‘“ના, હવે હું લાંબો સમય મૂર્ખ રહીશ નહીં. સંસારના આ બધા પદાર્થો વચ્ચે હું અનાસક્તભાવે તેમના સ્વામી તરીકે શાંતિથી વિચારીશ. મે તેમનું ખરું સ્વરૂપ સમજી લીધું છે ! તેથી હવે હું છેતરાઈશ નહીં. આમ વિવેક, વિચાર, નિરીક્ષણશક્તિ, બીજાના ને કોઈ વાર પોતાના પણ તીવ્ર કડવા અનુભવો બાદ મન પોતાની મૂર્ખતા છોડી દે છે ને અંતર્મુખ બનવાને સંમત થાય છે. છતાં તેની ચંચળતા જતી નથી, તેનું શું કરવું ? ,,Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70