Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 62
________________ ૫૫ ઉપદેશ તે માટે મનુષ્યનું સ્થૂળ શરીર, તેના શ્વાસોશ્વાસ, અંદરના પ્રાણ ને મન વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે તે ધ્યાનમાં રાખીને ત્રાષિઓએ અદ્દભુત યોગનું નિર્માણ કરેલું છે. આ યોગના શરૂઆતના તબક્કામાં મુમુક્ષુએ યમનિયમરૂપી સદાચાર પાળી કે સંયમમાં રહી ક્રમે ક્રમે શરીર, ઈન્દ્રિયો, મન આદિનું વર્તન ફેરવી નાખી નિષેધાત્મક કે પ્રત્યાઘાતી વલણને બદલે વિધેયાત્મક કે ઉન્નત માર્ગે જવામાં સહાયક બને તેવું કરવાનું હોય છે. ત્યાર બાદ શરીરને ખડકની જેમ તદ્દન સ્થિર બનાવવા માટે આસનનો વિષય છે, પછી આંતરયોગ શરૂ થાય છે. મનુષ્યને સ્થૂળ શરીર કે અન્નમય કોશથી પર પ્રાણમય કોશ મળેલો છે. પ્રાણાયામ દ્વારા આ કોશને શુદ્ધ ને બળવાન બનાવવાથી તેના દ્વારા મન પર સંયમ સાધી શકાય છે. આમ, શરીર ને પ્રાણ બંનેને સ્થિર કર્યા બાદ ધીમે ધીમે મનની ચંચળતાને વશમાં લાવી શકાય છે અને છેવટે મન પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય છે. આમ વશ કરેલું મન અંતર્મુખ બનતાં પછી તેને બાહ્ય વસ્તુરૂપ વિષયની જરૂર પડતી નથી, ત્યારે ધ્યાન માટે તેની પાસે શાશ્વત મહાન લક્ષ્ય કેન્દ્ર તરીકે રજૂ કરવામાં આવે છે. અત્યંત સૂક્ષ્મ કે તીવ્ર બુદ્ધિશાળી ભારતીય ત્રષિમુનિઓ સામાન્ય માનવની તેમ જ આ માર્ગે જવા ઈચ્છતા મુમુક્ષુઓની પણ મર્યાદાઓ જાણતા હતા. આથી તેમણે કહ્યું કે “શરૂઆતમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યાપક શાશ્વત તત્ત્વને બદલે તેનું સાકાર સ્વરૂપ પસંદ કરી શકો છો. આથી ધ્યાન કરવા માટે પરમાત્માના નિરાકાર સ્વરૂપને બદલે પ્રેમ, કરુણા, દયા, ક્ષમા, સૌંદર્ય આદિ ગુણોથી અલંકૃત પુરુષ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70