Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 64
________________ ઉપદેશ પ૭. વડે ભરી દેવાં જોઈએ. આપણાં કાર્યો સામાન્ય કોટિનાં કે સંસાર પરત્વેનાં હોય, પરંતુ આપણને તો એવો જ અનુભવ થવો જોઈએ કે સર્વત્ર વ્યાપ્ત એવા સચ્ચિદાનંદના મહાસાગરમાં સહેલ કરી રહ્યા છીએ. આપણે જ્યાં જઈએ ત્યાં ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ, કારણ કે તે સર્વવ્યાપક છે. જગત પરનાં કાર્યોના આપણા રોજિંદા જીવનક્રમ દરમિયાન આપણે જે કાયો કરીએ છીએ તે દરેકમાં ઈશ્વરનું દર્શન કરીએ. જ્યારે આપણે ઈશ્વરની શાંત અને પરમ સુખમયે હાજરીની સભાનતા સાથે આપણાં કાર્યો કરીએ છીએ ત્યારે આપણાં કાર્યોનું આધ્યાત્મીકરણ થઈ જાય છે, અને તે ખૂબ જ આવશ્યક છે. આપણને એવો ભાવ થવો જોઈએ કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ તે બધું સર્વ નામરૂપો દ્વારા જે એકમાત્ર તત્ત્વનું દર્શન આપણને થઈ રહ્યું છે તેવા સર્વવ્યાપક પરમેશ્વરની જ પૂજાઅર્ચના અને ભક્તિ છે. જડ અને ચેતન બધું એક જ સ્વરૂપ છે. આ ભાવ સાથે દરેક વ્યક્તિએ પોતાનાં બધાં કાર્યો કરવાં જોઈએ. આ ભાવ ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત થયેલો જોવા મળે છે. જે કોઈ તેમની પાસે આવતાં તે સર્વમાં તેઓશ્રી દિવ્ય આત્મતત્વનું દર્શન કરતા. આ જ ભાવ સાથે તેઓશ્રી ગરીબો તથા માંદાની સેવા કરતા. તેઓ સર્વમાં જીવતાજાગતા નારાયણનું જ દર્શન કરતા, કારણ કે તેમને માટે તો દરેક વ્યક્તિ ઈશ્વરનું જોઈ શકાય તેવું સાક્ષાત્ સ્વરૂપ હતી. તેઓને માટે દરેક વ્યકિત ઈશ્વરની જ સાક્ષાત્ અભિવ્યકિત હતી. તેઓશ્રીના સમગ્ર જીવન દરમિયાન, જીવનની અંતિમ ઘડી સુધી આ ભાવ સ્પષ્ટ રીતે અભિવ્યકતPage Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70