Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 59
________________ પર શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ, પણ મૃત્યુ થઈ જાય છે, તેથી તેનો પણ કંઈ અર્થ રહેતો નથી. આ તમારા બધા માટે ઈશ્વરી યોજના છે. પણ તે માટે તમારે એવું સતત ભાન રાખવું જોઈએ કે તમે ઈશ્વરમાંથી ઉત્પન્ન થયા છો અને તેનું દિવ્યપદ પ્રાપ્ત કરવું એ અહીંના માનવજીવનનું ધ્યેય છે. તેને બદલે આપણે બધા માટીમાંથી ઉત્પન્ન થયા છીએ ને માટીમાં મળી જવાના છીએ એવી માન્યતા સાથે જીવન જીવીએ છીએ. સાધક ને ગુંડાનું દષ્ટાંત કોઈ ભક્તિભાવયુકત મુમુક્ષુ સાધકે એક પવિત્ર મહાત્માને ગુરુ કર્યા હતા. આ ગુરુ ફરતા સાધુ હતા ને તેમને કેટલાક આશ્રમો હતા. આથી તેમને જુદે જુદે સ્થળે છવાયેલા શિષ્યો પ્રતિ ધ્યાન આપવું પડતું હતું. જ્યાં આ ભાવિક શિષ્ય રહેતો હતો તે નાના ગામમાં ગુરુ દર વરસે આવતા. આ શિષ્ય ખરેખર હતો ને ગુરુ પ્રત્યે તેને ખૂબ ભાવ હતો. જ્યારે જ્યારે ગુરુ તેને ત્યાં આવતા ત્યારે ત્યારે તે ખૂબ પૂજ્યભાવ સહિત તેમની સેવા કરતો, તેમની તહેનાતમાં રહેતો અને તેમની જ્ઞાનચર્ચા સાંભળતો. એક વાર ગુરુ જ્યારે તેને ત્યાં આવ્યા ત્યારે તેમણે સ્વાભાવિક રીતે શિષ્યને પૂછ્યું, “અહીં બધું કેમ ચાલે છે ? તમારી સાધનાની સ્થિતિ કેવી છે?'' શિષ્ય જવાબ દીધો, “ “બીજું બધું તો બરાબર છે, પણ આ ગામમાં થોડુંક દુઃખ છે. અહીં બીજા પાડોશમાં એક ગુંડા જેવો બદમાશ રહે છે. તે અત્યંત ક્રૂર અને અનાડી હોવાથી બધાને દુઃખ આપે છે.'' આમ કહી તેણે તે માણસે બીજાઓ પર જે જુલમ ને રંજાડ કરી હતી તે બધા પ્રસંગોનું બયાન કર્યું. આ સાંભળી ગુરુએ કહ્યું, ‘‘સમય આવતાં તે માણસ સુધરશે.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70