Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ '' જ્ઞાનનો ભંડાર તેના માર્ગદર્શક તરીકે ‘શિવાનંદ ૪૭ મ્યુઝિયમ' ગોઠવ્યું. રીગાલીઆ' પુસ્તક ૧૯૫૮માં લખ્યું. ૧૯૫૯માં વિદ્યાર્થીઓને એક ભાષણ આપેલું તે ‘વિદ્યાર્થીઓ, આધ્યાત્મિક સાહિત્ય, અને શિવાનંદ' એ નામથી પ્રસિદ્ધ થયું છે. તેમનો અનુરોધ છે કે જીવનવેલને સ્વાધ્યાયનું પાણી દરરોજ પાવું જોઈએ. વિદ્યાર્થીઓને સાધના માટેનો સ્વદેશીય કાર્યક્રમ આપે છે: (૧) ખોરાક, (૨) વિચાર, (૩) વર્તનની વિવેકપૂર્ણ આદતો. ભૌતિક તેમ જ આધ્યાત્મિક સંપત્તિ આથી મળશે. ૧૯૬૦માં ‘યોગ' નામે પુસ્તકમાં સ્વામીજીનાં યોગ વેદાન્ત આરણ્યક અકાદમીમાં આપેલાં ભાષણો પ્રસિદ્ધ થયાં છે. સ્વામીજી ખાતરી આપે છે કે સત્સંગ અને સ્વાધ્યાય માણસનો આંતરિક સ્વભાવ અને આંતરિક સ્થિતિ ખરેખર શુદ્ધ કરે છે. ત્યાર બાદ ધ્યાનની એક જ બેઠકે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી જવાય છે. સ્વામીજીના ૫૧મા જન્મદિને ૧૯૬૮માં સ્વામી પ્રેમાનંદજીએ સ્વામીજીનાં લખાણોમાંથી ૧૬ વિષયો પરનાં લખાણો એકઠાં કરી ‘ચિદાનંદના અત્યંગ’(Chidananda's Chrsim)ના નામથી પ્રસિદ્ધ કરેલું. સ્વામીજીના ૫૬મા જન્મદિને ‘માનવજાતને સંદેશ' નામની પુસ્તિકા બહાર પડેલી જેમાં સાધકોને તેઓ અનુરોધ કરે છે કે જીવન અને સાધના પર્યાયવાચી હોવાં જોઈએ. જીવન પોતે જ આધ્યાત્મિક પ્રક્રિયા બનવી જોઈએ. આપણું અસ્તિત્વ જ યજ્ઞની ભાવનાથી ભર્યું હોવું જોઈએ. કૃષ્ણાનંદજી અને માધવાનંદજીની જ્યુબિલીઓની ઉજવણી

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70